આદર્શ પિતા – પોતાના પરીક્ષાના પરિણામને લઈને પુત્ર હતો ચિંતામાં પિતાએ એવું તો શું બતાવ્યું કે તેને મળી પ્રેરણા…

સાઇકલ કમ્પાઉન્ડમાં પાર્ક કરી વિનય ઘર માં આવ્યો.એની મમ્મી રસોડામાંથી બહાર આવે ત્યાં સુધી માંતો વિનય એના રૂમ માં જતો રહ્યો હતો.એની મમ્મી એ બૂમ પાડી “વિનય,નીચે આવ અને જમી લે”

“ના,મમ્મી ભૂખ નથી” એવો જવાબ વિનય એ એના રૂમ માંથી જ આપી દીધો. આજે વિનય નું 9માં ધોરણ નું પ્રથમ સત્ર નું પરિણામ હતું.એની મમ્મી સમજી ગયી કે વિનય ની ભૂખ ન હોવાનું કારણ ચોક્કસ એનું પરિણામ જ છે એમને વિનય ને પરિણામ અંગે કાંઈ પૂછવા કરતા એકલા જ રૂમ માં રહેવા દીધો અને અનિકેત ભાઈ,વિનય ના પપ્પા ની આવવા ની રાહ જોવા લાગ્યા.


અનિકેત ભાઈ શહેર ના જાણીતા સર્જન ડોકટર હતા..આખા સુરત શહેર માં એમના જેટલો સફળ ડોકટર મળવો મુશ્કેલ હતો..એમના નામે 75 જેટલી સફળ સર્જરી નોંધાયેલી હતી..આટલી સફળતા પછી પણ અનિકેત ભાઈ માં જરા સરખું પણ અભિમાન નહોતું.વિનય માટે એના પિતા અનિકેત ભાઈ એના આદર્શ હતા..એ પણ મોટો થઈ એના પપ્પા ની જેમ ડોકટર બની લોકો ની સેવા કરવા માંગતો હતો અને એટલે જ એ અત્યાર થી જ ભણવા માં અપાર મહેનત કરતો.

બપોરે 1 વાગે અનિકેત ભાઈ જમવા ઘરે આવ્યા..વિનય ની મમ્મી એ એમને વિનય નો મૂડ ઑફ છે એ વિશે વાત કરી.એટલે અનિકેત ભાઈ સીધા જ વિનય ના રૂમ માં પહોંચ્યા..વિનય રડી રહ્યો હતો..દરવાજે પપ્પા ને ઉભેલા જોઈ એ દોડી ને એમને ભેટી પડ્યો.રડતા રડતા વિનય બોલતો હતો “સોરી પપ્પા પણ હું તમારા જેવો કાબેલ ડોકટર નહિ બની શકું” અનિકેત ભાઈ એને ચૂપ કરાવ્યો અને શાંતિ થી વાત કરવા જણાવ્યું..વિનયે પાણી પીધું અને બોલ્યો “હું મારી પરીક્ષા માં એક વિષય માં નાપાસ થયો છું” એટલું બોલી એ ફરી રડવા લાગ્યો.


અનિકેત ભાઈ કંઈપણ બોલ્યા વગર વિનય ના રૂમ થી ચાલ્યા ગયા..વિનય એમને જતા જોઈ રહ્યો અને પિતા ના સપના સાકાર નઈ કરી શકવા પર પોતાની જાત ને કોસતો રહ્યો થોડી જ વાર મા અનિકેત ભાઈ પાછા વિનય ના રૂમ માં આવ્યા..આ વખતે એમના હાથ માં થોડા કાગળીયા હતા.એમને વિનય ને પોતાની પાસે બોલાવીને બેસાડ્યો અને એમના હાથ માં રહેલા કાગળિયા માંથી એક કાગળ આપતા કહ્યું.


“બેટા,આ મેરી 12માં ધોરણ નું પરિણામ છે જેમાં હું નાપાસ થયો હતો..અને આ બીજી વખત ની પરીક્ષા આપી એનું પરિણામ જેમાં પણ હું નાપાસ થયો હતો”. એમ બોલતા બીજું એક કાગળ પણ એમને વિનય ના હાથ માં આપ્યું. વિનય તો એ પરિણામ જોઈ જ રહ્યો.એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એના પિતા બબ્બે વખત 12માં ધોરણ માં નાપાસ થયા હતા

હવે 3જુ કાગળ એના હાથ માં મુક્ત અનિકેત ભાઈ બોલ્યા “અને આ મારું 12માં ધોરણ નું એ પરિણામ જેમાં હું શહેર માં પ્રથમ આવ્યો હતો” વિનય આશ્ચર્યચકિત થઈ ગયો.બબ્બે વખત નાપાસ થયા પછી શહેર માં પ્રથમ આવ્યા હતા એના પિતા..વિનય કાઈ બોલે એ પહેલાં જ અનિકેત ભાઈ બોલ્યા


“બેટા,તને એ જ વિચાર આવે છે ને ક બબ્બે વખત નાપાસ થયા બાદ હું ત્રીજી વખત પ્રથમ કેવી રીતે આવ્યો..તો એનું રહસ્ય એ છે કે મારા નાપાસ ના પરિણામો મારુ મનોબળ નહોતા તોડી શક્યા..મારા સપના નહોતા તોડી શક્યા. અને એટલે જ મેં ત્રીજી વાર ની પરીક્ષા માં તનતોડ મહેનત કરી અને હું પ્રથમ આવ્યો”

વિનય ના માથા પર હાથ મૂકી ને એ બોલ્યા “નિષફળતા થી નાસીપાસ કે ઉદાસ ન થવાય…એના થી હારી ન જવાય..દુઃખ થાય એ વાત વાજબી છે.પણ એ દુઃખ ને હકારાત્મક રૂપે લઇ ફરી બમણી મહેનત સાથે એનો સામનો કરાય”

Father and son

વિનય સમજી ગયો કે એ સમય રડવાનો નથી પણ તનતોડ મહેનત કરવાનો છે..એને એના પિતા ને વચન આપ્યું કે હવે એ પહેલાં કરતા પણ વધારે મહેનત કરશે…અને બન્ને બાપ દીકરો ડાઇનિંગ ટેબલ પર જમવા માટે ગોઠવાઈ ગયા…6 મહિના પછી ના 9માં ધોરણ ના બીજા સત્ર માં વિનય ની મહેનત રંગ લાવી અને એ સમગ્ર વર્ગ માં પ્રથમ નંબરે પાસ થયો

લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ