આ ૪ કામોમાં બેશરમ બનશો, તો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે…

જેમણે મોર્ય વંશનો પાયો નાખ્યો છે એવા ચાણક્યને આખું જગત આચાર્ય ચાણક્યના નામથી ઓળખે છે. આચાર્યની ચાણક્ય નીતી આજે પણ એટલી જ ઉપયોગી છે જેટલી વર્ષો પહેલા હતી. આચાર્ય ચાણક્યએ એમની નીતીમાં ઘણી એવી પણ વાતો કહી છે જેનાથી વ્યક્તિના જીવનનું ઘડતર થાય છે. જેને કહ્યા ને લખ્યા વર્ષોના વર્ષો થઈ ગયા છ્તા એ આજે એટલા જ ઉપયોગી છે. આચાર્યએ એક વાત માં એ પણ કહ્યું છે કે અમુક વાતમાં શરમ રાખવી જોઈએ. પરંતુ જો આ ચાર વાતમાં જે શરમ રાખશે તેનું ભાગ્ય ફૂટેલું હશે. તો ચાલો આજે એ ચાર વાતો જાણીએ.


આચાર્ય ચાણક્ય અનુસાર જીવનમાં વ્યક્તિએ ક્યારેય પૈસા બાબતે, વિધ્યા બાબતે, અન્ન બાબતે કે પછી પ્રેમ બાબતે ક્યારેય શરમ કે સંકોચ રાખવો જોઈએ નહી. જે પણ આ ચારમાંથી કોઈ એક બાબતમાં શરમ અનુભવે છે તે તેના જીવનમાં આગળ વધવા સક્ષમ કદી નહી બની શકે.


જો તમે કોઈને સાચી ને દિલોજાનથી મુહબ્બત કરો છો તો તમારે ક્યારેય એને એકરાર કરવામાં શરમ કે સંકોચ અનુભવવો જોઈએ નહી. જે આ બાબતે સહેજ પણ શરમ રાખે છે તો સમજો જે તમારું નસીબ આડે પાંદડું છે.


આ પછી આવે છે પૈસા અને ધનની વાત, તો વ્યક્તિનું જીવન એ પૈસા અને ધન વગર ક્યારેય પાર પડે નહી. માટે પૈસા બાબતે ક્યારેય બાંધ છોડ કરવી જોઈએ નહી. જે લોકો પૈસાના વ્યવહારમાં શરમ અને સંકોચ અનુભવે છે એ ભાગ્ય ફૂટેલ છે એમ જ સમજવું જોઈએ.


સૌથી મહત્વપૂર્ણ છે જીવનમાં વિષયા. જ્યારે વિધ્યા પ્રાપ્તિ માટેનો સમય હોય ત્યારે કોઈપણ પ્રકારની શરમ અને સંકોચ વગર જે ન સમજાય તે પૂછી લેવું જોઈએ. કારણકે જો એકવાર આ સમય જતો રહે પછી એ સમય પાછો આવી શકતો નથી. જે વ્યક્તિ વ્વિધ્યા મેળવવામાં શરમ રાખે છેટેનું પણ નસીબ આડે પાંદડું હંમેશા રહે છે એ વાત યાદ રાખવી જોઈએ.


ભોજન બાબતે ક્યારેય શરમ રાખવી જોઈએ નહી, જે વસ્તુ તમે ના પચાવી શકો એ કે પછી ભૂખ વગર વધારનું ભોજન કોઈના આગ્રહને વશ થઈને કરવું જોઈએ નહી. આમ કરવાથી નુકશાન તમને જ થશે એ યાદ રાખવું જોઈએ.