અચારી છોલે પનીર – આ પંજાબી સબ્જીમાં પંજાબી ટેસ્ટ તો છે જ સાથે અથાણાનો પણ ટેસ્ટ છે , તો નોંધી લો આ ડબલ ટેસ્ટની સબ્જી…

હેલો ફ્રેન્ડસ.આપણે સમર સિઝનમાં અલગ અલગ પ્રકારના અથાણા તો બનાવતા જ હોઈએ છીએ.આજે અથાણાના મસાલાનો ઉપયોગ કરીને એક નવી વાનગી બનાવતા શીખવીશ.

**અચારી છોલે પનીર**


આના માટે સામગ્રી જોઈશે.

3 કપ કાબૂલીચણા બાફેલા.(સફેદ)

250 ગ્રામ પનીર

3 કપ ટમેટાની પ્યૂરી

1 કપ સમારેલી ડુંગળી

3 tbsp કાજુની પેસ્ટ

3-4 ટી સ્પૂન તેલ

અમૂલ ફ્રેશ ક્રીમ ગાર્નિશ કરવા માટે

1-2 tbsp લાલ મરચુ પાઉડર

1 tbsp છોલે મસાલો

2 tbsp અચાર મસાલો

2 tbsp ધાણાજીરુ

1/2 ટી સ્પૂન હળદર

1/2 કસૂરી મેથી

ચપટી હીંગ

કોથમીર સમારેલી ગાર્નિશ કરવા માટે.

વિધિ—


કડાઈમા તેલ ગરમ થાય એટલે સમારેલી ડુંગળી નાખી સોનેરી શેકો.હવે ટમેટાની પ્યૂરી ઉમેરો.સરખી રીતે હલાવો.બધા સૂકા મસાલા અને અચાર મસાલો પણ નાખી દો. અચાર મસાલા મા પહેલેથી જ મીઠુ હોય છે એટલે થોડુ ચાખીને જરુર હોય તો જ મીઠુ નાખવું.હવે કાજુની પેસ્ટ ઉમેરી ઢાંકણું ઢાંકી ને ચડવા દો.જરુર પડે તો થોડુ પાણી નાખો.તેલ છુટુ પડે એટલે બાફેલા ચણા અને પનીરના ટુકડા નાખો.પાંચ થી દસ મિનિટ ધીમી આંચે ચોડવો.એક ચમચી કસૂરી મેથી નાખી એક મિનિટ ચોડવો.હવે ગેસ બંધ કરી દો.
કેવી રીતે પીરસશો??? એક સર્વિંગ બાઉલમાં છોલે પનીરની સબ્જી લો.ઉપર ક્રીમ કોથમીર અને થોડો અચાર મસાલો છાંટીને ગરમ ગરમ કુલચા અથવા પુરી સાથે પીરસો.આશા છે આપને આ રેસીપી જરુર પસંદ આવશે..ફરીથી મળીશ એક નવી અને ઈન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યા સુધી બાય.

રસોઈની રાણી : અલ્કા જોષી