આચારી કેરી ડુંગળીનું સલાડ – ઉનાળાની ગરમીમાં લૂથી બચવા માટે આ સલાડ જમવામાં જરૂર સાથે રાખજો !!!

આચારી કેરી ડુંગળીનું સલાડ

જ્યારે જમવાનુ બનાવો ત્યારે સંભારો એક મહત્વનો ભાગ ભજવે છે સાચું ને? ભલે તમે દાળ ભાત શાક રોટલી બધું બનાવ્યું હોઈ પણ સંભારો ના હોઈ એટલે આ બધું અધૂરું લાગે અને જો કોબી નું શાક બનાવ્યું હોઈ તો કોબી નો સાંભરો ના બનાવી શકીએ આવું જ કંઈક ને કંઈક વિચારવાનું આવે કે આ દરરોજ સંભારો શેનો બનાવો.

તો હવે વિચારવાનું છોડી દો. હમણાં કાચી કેરી તો બધા ના ઘર માં આવતી જ હશે અને તેમાં થી આપણે ગોળ વળી કેરી,મસાલા વાળી કેરી,કેરી ડુંગળીનું સલાડ આ બધું બનાવતા હસો. અને અત્યારે ઉનાળા માં કાચી કેરી ખાવા થી લૂ નથી લાગતી ડુંગળી પણ આ જ કામ કરે છે.

જેમને એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી લેવી જોઈએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનના કારણે એસિડિટી સામાન્ય થઇ ગઇ છે. પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી. પણ આમાં જ કંઈક નવો ટેસ્ટ જોતો હોઈ તો શું કરવું તો હવે નવા ટેસ્ટ માટે બનાવો આચારી કેરી ડુંગળી.

સામગ્રી

  • 1 મોટી કાચી કેરી,
  • 2 સૂકી ડુંગળી,
  • 1 ચમચી તૈયાર અથાણાં નો મસાલો,
  • 2 ચમચી તેલ(સીંગતેલ હોઈ તો વધુ સારું),
  • મીઠું સ્વાદ અનુસાર.

બનાવાની રીત

સૌ પ્રથમ કાચી કેરી અને ડુંગળી ને ઝીણી સમારી લો.

હવે તેમાં અથાણાં નો મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરો.

હવે તેલ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ બધા મસાલા બરાબર મિક્ષ થઈ જાય એટલે સર્વ કરો.

તો તૈયાર છે એકદમ સહેલાઇ થી અને ખૂબ જ ટેસ્ટી એવું આચારી કેરી ડુંગળી નું સલાડ

એક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી. વાંચો કાચી કેરીના બીજા અજાણ્યા ફાયદા…

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી