આભાર એફ બી – 20 વર્ષ જેટલો સમય થઇ ગયો પણ તેના માટે પ્રેમ હજી પણ અકબંધ છે…

આજે સવારથી સંજય બહુ ખુશ હતો, એટલે સીમાએ પૂછ્યું ઓહો!!શું વાત છે આટલા વર્ષોમાં આવા મૂડમાં ને તે પણ સવાર સવાર મા, ને સંજય થી ના રહેવાયું ને કહી દીધું,સીમા તું નારાજ તો નહિ થાય ને!! તો એક વાત કહું! સીમા બોલી એવી વળી કઈ વાત છે કે લગ્ન ના 20 વર્ષ થયા તોય તમે ક્યારેય આવું પૂછ્યું નથી

સીમા તું મને રોજ કહેતી ને કે રોજ આ મોબાઇલ મા આખી રાત શું શોધ્યા કરે છે? શું છે આ સોસીયલ મીડિયા પર એવું કે તારે રાત ભર જાગવું પડે છે, ત્યારે હું તને કહેતો “સીમા”હું મારી બચપણ ની યાદો ને શોધું છું,

હા સીમા મને આ એફ બી ના માધ્યમ થી મને મારી બચપણ ની યાદ મળી ગઈ ને સંજય 20 વર્ષ પાછળ જાય છે ને યાદ કરે છે એ જિંદગી, સંજય અને સોનુ એટલે સાતમા ધોરણ થી સાથે ભણતા કલાસ મેટ સોનુ સંજય માટે નાસ્તો લાવે સ્કૂલમાં સાથે બેસે સાથે નાસ્તો કરવો ઘરે પણ સાથે જવું એકબીજાના ઘરે જવું અને ને દરકે નાની નાની વાત શેર કરવી,

ભણવામાં સંજય કરતા સોનુ હોશિયાર , પણ સંજય ને એનાથી કોઈ ફર્ક ના પડતો એને તો આ અલ્લડ મસ્તી ને સોનુની દોસ્તી બેજ જોઈએ આ મુગ્ધા અવસ્થા ની દોસ્તી હવે સંજય સોનુ 12 માં ધોરણમાં આવ્યા પણ સંજયે ને સોનુને છોડી બીજી કોઈ કોલેજ માં એડમિશન લેવુંજ ન હતું, ત્યાંજ સોનુ બોલી સંજય એવું થોડું હોય!! તું કોઈપણ સારી કોલેજમાં એડમિશન લઇ લેજે હું પણ, સારી કોલેજમા જવાની છું ,ને એ દિવસે સંજય ને પહેલીવાર એવું થયું કે હું સોનુ થી અલગ નહિ રહી શકુ ને એણે સોનુને કહી દીધું સોનુ

સોનુ ! આપણે બંને એકજ કોલેજમાં સાથેજ જઈશું આ મારો નિર્ણય છે!! પણ કેમ?? કેમ!! સોનુ એનો જવાબ હું તને કાલે આપીશ તું કાલે કલાસ માં આવે ત્યારે ને સોનુ જતી રહી પણ સંજય કોણ જાણે કેમ આખી રાત સૂતો નહિ ને ક્યારે સવાર પડે ને હું સોનુ ને મળી લવ એવી તાલ વેલી થવા માંડી સવાર પડતાજ જલ્દી જલ્દી તૈયાર થઇ કલાસ માં જવા નીકળ્યો ને ,

સોનુની રાહ જોવા જોવા લાગ્યો જેવી સોનુ , દેખાય એટલે જાણે જીવમાં જીવ આવ્યો ને , સોનુ એ કીધું “બોલ” કાલે કેતો ને શું કહેવાનો છે, ને સોનુ આતુરતા ભરી નજરથી એને જોઈએ રહી, ને સંજયે એનો હાથ હાથમાં લઇ કહી દીધું કે” હું તને પ્રેમ કરું છું” છેલ્લા 5 વર્ષ થી આપણે સાથે છીયે બચપણ ની દોસ્તી છે પણ હવે હું તારા વગર ના રહી શકું મને તારી જરૂર છે ને સોનુ એ કોઇ જવાબ ના આપ્યો,

પણ સંજયે એના દિલની વાત કરી દીધી , સોનુ પણ સંજય વગર રહી ના શકે એ સોનુ ને ખબર છે પણ એને પ્રેમ નો એકરાર ના કર્યો પણ એવું કીધું કે હું હંમેશા તારી સાથે છું, પછી તો બંને સાથે કોલેજમાં ગયા સાથે 3 વર્ષ ભણ્યા એક બીજા વગર એકમિનિટ પણ ના ચાલે કોલેજમાં રજા હોય ત્યારે કોઈને કોઈ બહાનું શોધી સોનુ ના ઘરે જવાનું એમના ઘરમાં બધા ને ખબર કે આ બંને ખૂબસારા ને બચપણ ના મિત્રો જ છે.

એક દિવસ ફાઇનલી સોનુએ કહી દીધું કે સંજય હું પણ તને પ્રેમ કરું છું હું પણ હવે તારા વગર ના રહી શકું હું દસ વર્ષથી તને ઓળખું છું, હું બીજા પુરુષ નું વિચારી પણ ના શકું ને એ દિવસે સંજય ને જાણે સ્વર્ગ મળી ગયું હોય એટલો આંનદ થયો એણે પહેલી વાર સોનુ ને ગળે લગાવી સોનુ પણ સંજયમાં સમાઈ ગઈ.

પ્રેમ નો એકરાર કાર્ય ની ખુશી સોનુ ના ચહેરા ઉપર દેખાતી હતી સોનુ આજે કાંઈક અલગ મૂડ મા હતી ને જેવી ઘરે પોહચે છે ત્યાંજ એના પપ્પા એને કહે છે સોનુ બેટા કાલે તને છોકરા વાળા જોવા આવવાના છે મારે વાત થઇ ગઈ છે,તું કાલે તૈયાર રહેજે,પણ પપ્પા, પણ ,બન, કશુંજ નહિ, હવે કોલેજ પુરી થઇ ગઈ છે ને આગળ હવે શું કરવું એ મારે વિચારવાનું છે બેટા, ને સોનુ ના સપના નો મહેલ એકજ દિવસ માં તૂટી ગયો ,એ પપ્પા ની વાત નો વિરોધ ના કરીશકી ને સંજય ની વાત પપ્પા ને ના કહી શકી ને બે દિવસ થયા એ સંજય ને મળવા ના ગઈ કે સંજય ને ઘરે પણ ના બોલાવ્યો એના પપ્પા એ બતાવેલ છોકરો બેંક મા મેનેજર પૈસા ટકે સુખી દેખાવડો ને સમજદાર છોકરો ,ઘરમાં બધા ને ગમી ગયો,

ત્રણ દિવસ થયા સંજય સોનુ ના ઘરે પહોચી ગયો એટલે સોનુ ના પપ્પા એ એને ખુશ ખબર આપી કે મારી સોનુ નું સરસ જગ્યાએ નક્કી થયું ભગવાનનો આભાર બેટા કે છોકરો નોકરી કરતો સારો ને સમજદાર મળ્યો ,હા સોનુ ને મળ એ બધી વાત કરશે ,સંજય ના પગ નીચે થી જાણે જમીન ખસી ગઈ એ સોનુ ના રૂમ માં ગયો સોનુ એને જોઈ એને વળગી પડી ને ખુબ રડી , સંજય હવે કોઈ ફાયદો નથી પપ્પા ને સમજવાનો એમણે એમની રીતે બધું નક્કી કરી કરી દીધું છે ને સંજય કશુંજ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો જે સોનુ વગર એક મિનિટ નહિ રહી શકતો એ હવે એનાવગર કેમ રહેશે,

પણ સંજય મક્કમ મન કરી ત્યાંથી નીકળી ગયો સોનુ ની ઈચ્છા એના પિતાજી જે કરે એમાં છે તો મારે એની વિરૂદ્ધ જઈ કશુંજ નથી કરવું,ને એક સજ્જન પુરુષ ની જેમ ત્યાંથી નીકળી ગયો, એ બીજા દિવસે શહેરમાં નોકરી શોધવા નીકળી ગયો ને સોનુ ની યાદ ને એક દિલના એવા ખૂણામાં મૂકી જ્યાંથી ક્યારેય બહાર ના આવે ને

હવે સોનુના લગ્ન થઇ ગયા એ એના સંસારમાં સેટ થઇ ગઈ સંજયે પણ એની મમ્મી ની પસંદ ની છોકેરી જોડે લગ્ન કરી લીધા ને બંને અલગ અલગ રીતે સેટ થયા પણ દિલના ખૂણા એ પ્રેમ અકબંધ રહ્યો એમના જીવનમાં પાત્રો ની અદલા બદલી થઇ પણ પ્રેમ તો એમનો હજ્યું ત્યાંજ રહ્યો જે ખૂણામાં એમણે સલામત મૂકી દીધો,

આજે 20 વર્ષ પછી આધુનિક મોબાઇલ ને ડીજીટલ ના જમાનામા બધું શક્ય છે ને સંજય એફ બી માં રોજ બધા નવા નવા ફ્રેન્ડ બાનાવતો ને એકદિવસ અચાનક સોનુ એફ બી પર દેખાય ને એનો દિલના એક ખૂણામાં મુકેલો પ્રેમ ફરી જાગૃત થયો ને એણે સોનુ ને ફ્રેન્ડ રિકવેસ મોકલી ને સોનુ એ એને ફ્રેન્ડ મા એડ કર્યો ને મોબાઇલ નંબર માંગ્યો ને સંજય જાણે જીવી ગયો હોય એવી ખુશી એના ચહેરા પર દેખાય જેની નોંધ સીમા એ લીધી સીમાએ કહ્યું તમારી એ જીગર જાન છે ક્યાં ?? ને જોગનું જોગ એજ શહેર માં મળી જે શેહેમાં સંજય સેટલ થયો,

એ સંજયના ઘરે આવી એના બાળકોને સીમા ને મળી ખુબ વાતો કરી સંજય ને કહે તારી પત્ની ખુબ સારી છે સંજયે કહ્યું તું ખુશ છે ને? એણે કહ્યું હા ને બે ખોવાયેલી વ્યક્તિ મળી પણ એમનો દિલમાં દબાવેલ પ્રેમ ક્યારેય પ્રગટ ના કરી શક્યા પણ સારા ફેમિલી ફ્રેન્ડ બની ગયા પોતાની જૂની મિત્ર ને મળવાનો આંનદ જ અલગ હોય છે ભલે બધા પોત પોતાના જીવન સેટ હોય પણ મિત્રો મળ્યા નો આંનદ જ અલગ હોય છે અને એક સ્ત્રી મિત્ર મળવી ને એના પતિ સાથે પણ સારા સબંધ રાખવા એને ફેમિલી ફ્રેન્ડ બનાવી જિંદગી ભર એવા મિત્રો સાથે રેહવું એવો લાહવો કોઈ નસીબદાર નેજ મળે છે જે સંજય ને સોનુ ને મળ્યોકોઈને ખોજવું એ હવે સોસીયલ મીડિયા દ્વારા સહેલું છે સોશિયલ મીડિયા ના સારા પાસ માનું એક સારું પાસું છે એફ બી…..

સોસિયલ મીડિયા એ 20 વર્ષ પછી મને મારી મિત્ર પાછી આપી થેંક્યું.. એફ બી…

લેખક: નયના નરેશ પટેલ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ