જલ્સા કરોને જેંતીલાલ

આ એક App થી જ થઈ જશે આધાર કાર્ડ સાથે જોડાયેલા 35 જેટલા કામો પૂરા, અહિંથી mAadhaar કાર્ડ કરો ડાઉનલોડ

આપણે સૌ જાણીએ છીએ કે આધાર કાર્ડ એક એવો દસ્તાવેજ છે કે આપણી લગભગ બધા પ્રકારની સરકારી સેવા માટે કામમાં આવે છે. આધાર કાર્ડ વિના લગભગ કોઈ સરકારી યોજનાનો ફાયદો નથી મળી શકતો. એટલું જ નહીં બેંકમાં ખાતું ખોલાવવું હોય કે બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાનું હોય આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. હવે તો epf અકાઉન્ટને પણ આધાર કાર્ડ સાથે જોડવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

image source

દેશના કરોડો આધાર કાર્ડ ધારકોની સગવડતા માટે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ એટલે કે uidai એ ગયા સોમવારે એક મહત્વની વાત જણાવી હતી. આ માહિતી અનુસાર આધારકાર્ડ રાખનાર કોઈ પણ વ્યક્તિ જો સ્માર્ટ ફોન વાપરતો હોય તો તે હવે 35 થી વધુ આધાર કાર્ડ સાથે જોડાયેલી સુવિધાઓનો લાભ એક ક્લિક કરીને લઇ શકે છે.

image source

UIDAI (Unique Identification Authority of India) ના જણાવ્યા મુજબ 35 થી વધુ આધાર કાર્ડ સાથે જોડાયેલી સુવિધાઓ જેવી કે આધારકાર્ડ ડાઉનલોડ કરવું, આધાર કાર્ડ ની સ્થિતિ ટ્રેસ કરવી, આધારકાર્ડ ને ફરીથી પ્રિન્ટ કરાવવું વગેરે શામેલ છે તે સુવિધાઓનો લાભ ઘર બેઠા લેવા ફક્ત એક સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટની જ જરૂર પડશે.

પોતાના તાજેતરના ટ્વિટમાં UIDAI (Unique Identification Authority of India) એ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ આધાર કાર્ડ સાથેની સુવિધાઓનો ઘર બેઠા લાભ લેવા માટે તેના સ્માર્ટફોનમાં સૌપ્રથમ mAadhar એપ ડાઉનલોડ કરવી પડશે. UIDAI એ જણાવ્યું કે પોતાના સ્માર્ટફોન પર 35 થી વધુ આધાર સેવાઓ મેળવો. આધાર કાર્ડ ડાઉનલોડ કરવું, આધાર કાર્ડ સ્ટેટ્સને ટ્રેસ કરવું, આધાર કાર્ડ રિપ્રિન્ટ કરાવવું, આધાર કેન્દ્રની જાણકારી મેળવવા જેવી માહિતી લો. UIDAI નો હેતુ mAadhar એપ દ્વારા મોટી સંખ્યામાં સ્માર્ટફોન યુઝરો સુધી પહોંચવાનો છે.

image source

UIDAI એ mAadhar એપ ડાઉનલોડ કરવા માટે એક લિંક પણ શેયર કરી છે. આ એપ ડાઉનલોડ કરવા માંગતા વ્યક્તિ Google Play Store અને Apple Play Store પર જઈને ડાઉનલોડ કરી શકે છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે https://tinyurl.com/yx32kkeq લિંક પણ આપવામાં આવી છે. જ્યારે iPhone યુઝર્સ તેના સ્માર્ટફોન પર mAadhar એપ ડાઉનલોડ કરવા માટે આ લિંક https://tinyurl.com/taj87tg પર ક્લિક કરી શકે છે.

image source

mAadhar યુઝર્સ પોતાના માટે તેમજ અન્ય જરૂરિયાત વાળા લોકો વિશેષ રૂપે પ્રદર્શિત સેવાઓનો લાભ લઇ શકશે. mAadhar એપમાં સ્માર્ટફોન યુઝર્સ માટે ઘણી બધી આધાર કાર્ડ સાથે સંબંધિત સેવાઓ છે. આ એપમાં આધાર કાર્ડ ધારક પોતાના આધાર કાર્ડની સોફ્ટ કોપી પણ સ્ટોર કરી શકે છે જે અનેક જગ્યાઓએ આધાર કાર્ડ તરીકે જ માન્ય ગણવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version