આ વ્યક્તિનો મેમો ફાડવો પોલીસને પડ્યો મોંઘો, જાણો 3000 મેમાની રકમ સામે કેટલી ચુકવણી કરવી પડી…

મોટર વેહિકલ એક્ટ, લાગુ પડ્યા બાદ આવ્યો વધુ એક કિસ્સો, મેરઠના એન્જિનિયરને પડ્યો રૂ. ૩૦૦૦નો મેમો, પછી જે થયું તે વાંચીને હસીહસીને પેટ દુઃખી આવશે… જૂનિયર એન્જિનિયરે, નિયમ ભંગ થતાં ૩૦૦૦નો મેમો ફાટતાં એવી ચતૂરાઈ કરી કે સૌ જોતાં રહી ગયાં… 

જ્યારથી ટ્રાફિક પોલિસ અને ટ્રાફિક મેમો સાથે જોડાયેલા કિસ્સાઓ શરૂ થયા છે, ત્યારથી એકએકથી ચડે તેવા બનાવો સોશિયલ મીડિયામાં અને સમાચાર પત્રોમાં પણ આવ્યા કરે છે. નવો મોટર વેહિકલ એક્ટ, એવી રીતે લોકોના જીવનમાં ખળભળાટ મચાવી મૂક્યો છે કે લોકોએ ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં હેલ્મેટ, સીટબેલ્ટ, પેપર્સ અને અન્ય બધી જ જરૂરિયાતની કાયદાકીય દસ્તાવેજો લેવાનું ભૂલતા નથી.

નહીં તો બની શકે મસમોટો મેમો ફાટે. લોકો આવા નિયમોને લીધે થોડા ઘણા હેરાન પરેશાન થયા છે. અધિનિયમન નિયમોનું ઉલ્લંઘન કરીને કોઈ અવનવું પરાક્રમ કરતા આ ભારત દેશના નાગરિકો વિશે જાણીએ તો એક સમયે હસવું પણ આવી જાય અને બીજી તરફ નિયમોનું પાલન ન થવાથી ચિંતા પણ થાય. આવો જોઈએ, મેરઠમાં એક જૂનિયર એન્જિયર સાથે બનેલો એક બનાવ…

મેરઠના આ સરકારી કર્મચારીએ દોડાવ્યા પોલિસ કર્મચારીઓને…

મેરઠના એક યુવકને હેલ્મેટ પહેર્યા વિના સ્કુટી ચલાવવા બદલ નવાઈ લાગે તેવી રકમ રૂપિયા ૩૦૦૦નો મેમો ફાટ્યો. આ બબતે રસ્તા ઉપર જ ટ્રાફિક પોલિસ અને તે યુવક વચ્ચે દલીલો થવા લાગી પરંતુ તેના નામનો મેમો આવી ગયા બાદ તે કંઈ જ કરી શકે તેમ નહોતો. કારણ કે રસ્તામાં રોકેલ હેડ કોન્સટેબલે જ્યારે વાહનના કાગળિયા માંગ્યા તો તે પણ તેની પાસે એ સમયે હાથવગા નહોતા. ત્યારે તેનો મેમો લગાવ્યો હતો. તે યુવકે કંઈક વિચારીને ત્યાંથી મેમો ભરીને ચાલતી પકડી પરંતુ તેણે કર્યું કંઈક એવું કે તે તો દોડી ન ગયો પણ પોલિસ થાણાવાળાઓને તેની પાછળ પાછળ આવું પડ્યું…

વીજળી વિભાગના કર્મચારીએ કર્યું કંઈ એવું કે પોલિસ દોડ્યા તેની પાછળ…

આ યુવકનું નામ છે, પ્રકાશ ગર્ગ. તેઓ મેરઠના તેજગઢી ચાર રસ્તા ઉપર આવેલ વીજળી વિભાગમાં કાર્યરત છે. તેઓ જૂનિયર એન્જિનિયર તરીકે કામ કરે છે. તેની સાથે આ રીતે ત્રણ હજાર જેટલી મોટી રકમનો મેમો ફાટ્યા બાદ કંઈક એવું કર્યું કે ટ્રાફિક પોલિસ અને થાણા પોલિસને મોંઘું પડી ગયું.

image source

તેણે પોલિસ સ્ટેશનની વીજળી કાપી નાખી એવું કારણ આપીને કે તેમનું બહુ મોટી રકમનું બીલ ભરવાનું બાકી છે. જો નાગરિકોને નિયમો પાળીને મેમો ભરવો ફરજિયાત છે, તો પોલિસ સ્ટેશનને પણ તેની જવાબદારી નિભાવવી જોઈએ અને બીલ ભરી દેવું જોઈએ. આ ઘટના બાદ, પોલિસ હરકતમાં આવી ગઈ અને તુરંત વીજ વિભાગમાં દોડી ગયા.

સોશિયલ મીડિયામાં થયો વીડિયો વાઈરલ…

આ ટ્રાફિક પોલિસ કોન્સ્ટેબલ અને તે વીજ વિભાગના કર્મચારી વચ્ચે થતી દલીલનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. એમાં તે વાહન ચાલક તેની દલીલમાં કહે છે, “પોલિસ વળી ક્યાં નિયમો પાળે છે?” તે યુવકે વધુમાં ચોંકી ઊઠીએ એ રીતે એવું પણ કહ્યું કે પોલિસ ચોકીઓનું લાખોનું બીલ ભર્યા વગરનું બાકી છે. ટ્રાફિક નિયમો બદલાયા બાદ લોકો આવા અનેક કિસ્સાઓના વીડિયોઝ રસથી જૂએ છે, શેર કરે છે અને હસી રહ્યા છે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ