અમેરિકાનો ડ્રગ ડીલર કે જેણે શહીદોની કબરમા ડ્રગ્સ સપ્લાઈ કરીને કરોડો કમાણો હતો…

તમે ડ્રગ સ્મગલિંગના ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ સાંભળ્યા હશે પણ તમે ક્યારેય મૃત વ્યક્તિઓની ફોફિનમા ડ્રગ લને સ્મગલિંગ કરવાનું ક્યારેય નહીં જોયું હશે કારણકે તમે અમેરિકાના સૌથી ખતરનાક ડ્રગ સ્મગલર ફ્રેન્ક લુકસ વિશે પણ ક્યારેય નહીં સાંભળ્યું હોય ફ્રેન્ક લૂકસ એ જ ડ્રગ ડીલર હતો કે જે ડ્રગ સપ્લાઈ કરવા માટે કોઈ પણ હદ સુધી જઇ શકે તેમ હતો પછી ભલે પોતાના કામને અંજામ આપવા માટે કોઈ નો પણ જીવ જ કેમ ન લેવો પડે ફ્રેન્ક લુકસે એવી રીતે ડ્રગની સ્મગલિંગ કરી હતી કે જેથી તેના ક્રાઈમને વિશ્વનો સૌથી વધુ પ્લાનિંગ વાળો ક્રાઈમ તરીકે માનવામા આવે છે .

image source

તો ચાલો જાણીએ કે અમેરિકાનો એક ગરીબ નાનકડો છોકરો કઈ રીતે બન્યો અમેરિકાનો ડ્રગ લોર્ડ .

નાની ઉંમરમા જ હતો જુર્મ સાથે નાતો

અમેરિકાના નોર્થ કેરોલીનમાં રહેવાવાળા ફ્રેન્કની જીન્દગી પહેલે થી જ પડકારોથી ભરેલી હતી જ્યા ફ્રેન્ક રહેતો હતો ત્યાં ગરીબી અને ગુનો એ સામાન્ય વાત હતી ત્યાં રોજે ચોરીના અને હત્યાના બનાવો બનતા હતા આ વાતવરણથી ફ્રેન્ક બહુ લાંબો સમય સુધી દૂર રહી શક્યો ન હતો ફ્રેન્ક જ્યારે માત્ર 6 વર્ષનો હતો ત્યારે કેટલાક લોકો એ ફ્રેન્કના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારે ફ્રેન્કનોં સામનો પહેલીવાર હકીકત સાથે થયો હતો .

image source

આ ઘટનાથી ફ્રેન્કની જિંદગી સંપુર્ણ બદલી ગઈ હતી ઘરમાં કમાવાવાળું કોઈ હતું નહિ અને જીવવું પણ ધીરે ધીરે મુશ્કેલ થઈ રહ્યું હતું આવામાં ઘરની પરિસ્થિતિ થી ઉપર ઉઠવા માટે ફ્રેન્કને જ આગળ આવવું પડ્યું હતું ફ્રેન્ક નાનો બાળક હતો ત્યારે પહેલી વાર પાપી પેટ માટે તેને જુર્મનો સહારો લેવો પડ્યો હતો તેને પહેલીવાર ક્યાંકથી ખોરાક ની ચોરી કરી હતી .

અહીંથી ચાલુ થયો હતો ફ્રેન્કનો જુર્મની દુનિયા સાથે સંબંધ જે સમય જતાં જતાં ગાઢ થતો ગયો હતો ત્યારબાદ ફ્રેન્ક સતત ને સતત ચોરી કરવા લાગ્યો હતો ક્યારેક દુકાનો માંથી તો ક્યારેક શરબીયોના ખીસામાંથી કે જે ફ્રેન્કની સામે ભટકાતા હતા .

આ ચોરી થી ફ્રેન્કની બધી પરેશાનીઓ દૂર તો નહોતી થતી પણ ફ્રેન્કના ઘરમા કોઈ ભુખ્યું સૂતું ન હતું હવે ફ્રેન્કને એવું લાગવા લાગ્યું હતું કે આવુને આવું ચાલુ રાખીને કોઈના કોઈ રીતે હું મારી જિંદગી કાપી લઈશ પણ હકીકત તો કઇક અલગ જ હતી .

image source

સમય જતાં ફ્રેન્કે એક જગ્યા પર નોકરી કરવાનું ચાલુ કર્યું . માલિકની ગેરહાજરી હોવાથી ફ્રેન્કએ 400 ડોલરની ચોરી કરી હતી ત્યારબાદ માલિકે બધી વાત પોલીસને જણાવી દીધી અને પોલીસ તરત જ ફ્રેન્કની ઘરે પહોંચી ગઈ હતી પોલીસ થી બચવા માટે ફ્રેંકે ઘર છોડી દીધું અને ત્યારબાદ કયારેય પણ ઘર તરફ નજર કરી ન હતી .

15 વર્ષ ડ્રાઈવર રહીને શીખ્યો ગુનો કરવાની રીત

ઘરેથી ભાગ્યા પછી ફ્રેન્ક સીધો હાર્લેમ ન્યુયોર્ક ચાલ્યો ગયો હતો ન્યુયોર્કમાં પણ જુર્મની દુનિયા ધીરે ધીરે વિકસતી જતી હતી ઘણા નાના નાનાં મુજરીમો તેમા શામેલ હતા અને ફ્રેન્ક પણ આ દુનિયાનો એક ભાગ હતો .

image source

ન્યુયોર્ક આવ્યા પછી ફ્રેન્કને સમજાયું કે મોટા મોટા જુર્મને કઈ રિતે અંજામ આપવો તે ધીરે ધીરે જુર્મના અંધારામા ખેંચાતો જતો હતો આ સમયમા ફ્રેન્કની મુલાકાત એક પ્રખ્યાત ગેંગસ્ટર સાથે થઈ જેનું નામ હતું જોનસન . એવું કહેવાય છે કે જોન્સનને ફ્રેન્કમા કૈક એવું ખાસ દેખાયું હતું કે જેથી તેને ફ્રેન્કને તરત જ પોતાનો ડ્રાઈવર બનાવી લીધો હતો ડ્રાઈવર હોવાથી ફ્રેન્કને જોન્સનના નાના મોટા કામમાં બધી જગ્યાએ સાથે જવાનું થતું હતું જેમાંથી તે જુર્મની બધી વિગતો શીખતો હતો અને ખુદ જોનસન પણ ફ્રેન્કને જુર્મ શીખવતો હતો જોન્સનની સાથે રહેવાથી ફ્રેન્કને પણ જુર્મ સાથે સંકળાયેલા બધા લોકો ઓળખવા લાગ્યા હતા અપરાધિઓમા ફ્રેન્કની ખાસ્સી ઓળખાણ પણ બની ગઇ હતી .

સતત 15 વર્ષ સુધી ડ્રાઈવરની નોકરી કર્યા બાદ 1968 માં અચાનક હૃદયરોગની લીધે જોન્સનનું મૃત્યુ થયું હતું હવે સમય આવી ગયો હતો કે ફ્રેન્ક જોન્સનનો કારોબાર સંભાળે .

અને ફ્રેન્કે ઉભું કર્યું ડ્રગ્સનું સામ્રાજ્ય

image source

ફ્રેન્કે જોન્સનના મૃત્યુબાદ તરત જ તેનું સામ્રાજ્ય સાંભળી લીધું હતું હવે જે સામ્રાજ્ય ની સ્થાપના જોન્સને કરી હતી તેને ઉચ્ચાઈઓ પર લઈ જવાનું કામ ફ્રેંક કરવા માંગતો હતો .

તેણે ખુબજ મોટી માત્રામાં ડ્રગ્સની સ્મગલિંગ અમેરિકામાં કરાવવાનું ચાલુ કર્યું તે બધી ડ્રગ્સ ગેરમાર્ગે ચડેલા યુવાનોમા વેચતો હતો હવે બધા યુવાનો હેરોઇનના નશામાં જ ચૂર રહેવા લાગ્યા હતા ફ્રેન્ક હવે ખુબજ પૈસા કમાઈ રહ્યો હતો પણ તેનું દિલ માનતું ન હતું તે હજી વધુ પૈસા કમાવા માંગતો હતો ફ્રેન્કની અડધી કમાણી વચેટિયાઓ ખાઈ જતા હતા પણ ફ્રેન્કની મજબૂરી હતી કારણકે તે વચેટિયાઓ દ્વારા જ તેની ડ્રગ્સ દેશની બહાર જતી હતી પણ ફ્રેન્કને આ વચેટિયાઓથી નફરત થઈ ગઈ હતી કારણકે તે તેની અડધી કમાણી ખાઈ જતા હતા .

image source

હવે ફ્રેન્કે સૌપ્રથમ કામ આ વચેટિયાઓને હટાવવાનું કર્યું હવે ડ્રગ્સનો ધંધો લોહિયાળ થઈ ગયો હતો ડ્રગ્સ ના કારોબારમા હત્યા તો સામાન્ય થઈ ગઈ હતી આથી ફ્રેન્કના અઢળક દુશમનો બની ગયા હતા પણ તે તેના દુશમનોને ગણકારતો ન હતો તે માત્ર રહીસીવાળી જિંદગી વિતાવવા માંગતો હતો વચેટિયાઓને હટાવવા માટે ફ્રેન્કે ડ્રગ્સ સીધા ડીલર પાસેથી ખરીદવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે તે ડ્રગ્સ ની દુનિયાનો બાદશાહ બની ગયો હતો .

image source

ફ્રેંકે શહીદોની લાશમાં ડ્રગ્સ ભરીને સ્મગલિંગ કરવાનું ચાલુ કર્યું

વચેટિયાઓ હટાવ્યા પછી ડ્રગ્સનો મોટાભાગનો કારોબાર ફ્રેન્કના હાથમા આવી ગયો હતો પણ તેને એક વસ્તુ હજી પણ કાંટાની જેમ ખૂંચતી હતી કારણકે અમેરિકાની પોલીસ ધીરે ધીરે ડ્રગ્સના બિઝનેસને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી કારણ કે ડ્રગ્સને અમેરિકામાં લાવવા માટે ફ્રેન્ક ને હવે પરસેવો વળી જતો હતો કારણકે તેનો મોટાભાગનો માલ અમેરિકી સરકાર દ્વારા પકડી પાડવામાં આવતો હતો ફ્રેન્કને કાંઈ સમજાતું ન હતું કે આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો .

image source

હવે આ મુશ્કેલીથી બચવામાટે કોઈ રસ્તો શોધવાનો હતો કે જેને કોઈ પકડી શકે નહીં તે દિવસોમાં ફ્રેન્કના ડ્રગ્સ સાઉથ એશિયામાંથી બનીને આવતી હતી તે સમયમાં વિયેતનામમા યુદ્ધને લીધે કોઈ સાઉથ એશિયાનો ડીલર પણ ડ્રગ્સ અમેરિકામાં ઘુસાડી શકે તેમ ન હતો .

image source

ફ્રેન્કે હવે સીધા ડીલરો પાસે જવાનું નક્કી કર્યું અને ત્યાંના ડીલરોને ” બ્લુ મેજીક ” નામના ડ્રગ્સ ને સપ્લાઇ કરવાનું કહ્યું તે સમયે બ્લુ મેજિક સૌથી શુદ્ધ ડ્રગ્સ માનવામાં આવતી હતી અને તે પણ 98 ટકા . આવા ડ્રગ્સ માટે નશેડીઓ મો માંગી રકમ આપવા તૈયાર હતા પણ ફ્રેન્ક સામે સૌથી મોટો પડકાર હતો કે તે કઈ રીતે ડ્રગ્સ ને અમેરિકામાં ઘુસાડે .

image source

ત્યારબાદ એક પ્લાન ફ્રેન્કના મગજમા આવ્યો કે જેણે સૌને ચોંકાવી દીધા હતા તેણે કેટલાક અમેરિકી અધિકારીઓને પોતાની તરફ કરી લીધા અને કહ્યું કે શહીદો માટેના કોફીનમાં ડ્રગ્સ ભરીને તેની સ્મગલિંગ કરવામાં આવે કારણકે શહીદોની કોફીન ચેક થવાની સંભાવના સાવ ઓછી હતી ફ્રેન્કનો આ પ્લાન એટલી હદે સક્સેસ ગયો કે ફ્રેન્કનો કારોબાર ધોમધોકાર ચાલવા લાગ્યો હતો વિયેતનામ યુદ્ધમાં શહિદ થયેલા અમેરિકી સૈનિકોના કોફીનમા ડ્રગ્સ ભરીને અમેરિકામાં લાવવામાં આવતી હતી આરીતે ફ્રેંકે 500 શહીદોની કોફીનમા ડ્રગ્સ સપલાઈ કરી હતી એવું કહેવામાં આવે છે કે આ આઈડિયાને લીધે ફ્રેન્ક દરરોજ 1 મિલિયન ડોલર કરતા પણ વધારેની કમાણી કરતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ