આ વ્યક્તિ રોજ ઉડીને ઓફિસ જાય છે ! તમને પણ હંમેશા ટ્રાફિકની સમસ્યા સતાવે છેને ! તો તમે પણ આ અખતરો કરી શકો છો !

આજે એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વાહનો હોય જ છે જેમાં બે ટુ વ્હિલર અને એક ફોર વ્હિલરનો સમાવેશ થાય છે. કેટલાક ઉચ્ચ મધ્યમવર્ગના લોકોના ઘરોમાં તો આ સંખ્યા વધીને પાંચ સુધી પણ પોહંચી જાય છે. ટુંકમાં ઘરમાં જેટલા સભ્યો તેટલા વાહનો થઈ ગયા છે. પત્ની માટે એક સ્કૂટી, પતિના ઓફિસ જવા માટે બાઈક, દીકરા કે દીકરી માટે એક ટુ વ્હીલર અને વિકેન્ડમાં ફેમિલિને ફરવા માટે એક કાર.

આજે ઓફિસ અવર્સમાં સિગ્નલ પર પાંચથી દસ દસ મિનિટના વેઇટીંગ હોય. અમદાવાદની હાલત તો એવી છે કે જ્યાં ત્રણ ત્રણ વાર સિગ્નલ ગ્રીન થઈ જાય ત્યારે છેક ચાર રસ્તા ક્રોસ કરવાનો નંબર આવે છે.

ઘણા નોકરિયાતો આ ઓફિસ અવર્સના ટ્રાફિક રશને અવોઈડ કરવા માટે ઘરેથી વહેલા જ નીકળી જાય છે. જે એક સારો ઉપાય છે પણ કાયમી તો ન જ કહી શકાય. પણ ઇંગ્લેન્ડના ટૉમ પ્રાઈડો-બ્રૂને તેનો કાયમી ઉપાય શોધી કાઢ્યો છે. શું તમે પણ આ ઉપાય અજમાવવા માગો છો ? તો જાણો તેના આ અનોખા ટ્રાન્સપોર્ટેશન વિષે.

રોજ સવારે શહેરની ગલીઓમાંની કોઈ બિલ્ડીંગની ઉપર તેની પીઠપર પેરાગ્લાઇડર લાદેલો ટૉમ ખરેખર એક અજાયબી જેવો છે. તેમની ઓફિસ દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં આવેલા વિલ્ટશાયરમાં આવેલી છે. રોજ સવારે ઉઠીને સીધા જ તેઓ બ્રશ નથી કરતાં પણ મોસમના હાલચાલ જુએ છે. જેથી કરીને તેઓ પોતાની ઓફિસે વિના વિઘ્ને જ ઉડીને પહોંચી શકે.

તેમની ઓફિસ તેમના ઘરથી 30 કી.મીના અંતરે આવેલી છે સામાન્ય ટ્રાફિકમાં તેઓ ત્યાં અરધા કલાકમાં પહોંચી જઈ શકે છે પણ રશ અવર્સમાં ત્યાં પહોંચતા ઘણો સમય લાગે છે. માટે તેઓ કારમાં નહીં પણ પોતાના મોટર પેરાગ્લાઇડર પર જ ઓફિસે પહોંચે છે.

રોજ સવારે ઉઠીને ટોમ પોતાના ઓરડાના પરદા હટાવીને હવામાન સાફ હોવાની ખાતરી કરે છે અને ત્યાર બાદ તેમનો નિત્યક્રમ પતાવીને. સૌ પ્રથમ હેલમેટ પહેરે છે ત્યાર બાદ, ખભા પર જાળીવાળી રીંગ અને મોટર પેરા ગ્લાઇડર સાથે જોડાયેલો પટ્ટો બાંધે છે. મોટર પેરાગ્લાઇડર પર બરાબર સેટ થઈ ગયા બાદ તેઓ ખભા પરની એક દોરી ખેંચીને પાછળ બાંધેલી મોટરને ચાલુ કરે છે. મોટર ચાલુ થતાં જ પેરાગ્લાઇડરના પંખા તેજ ગતિએ ફરવા લાગે છે. ઉડાન ભરવા માટે તેમણે મેદાનમાં માત્ર 10-12 પગલા દોડવા બડે છે અને તે તરત જ હવા સાથે વાતો કરવા લાગે છે.

તમને જણાવી દેઈએ કે ટૉમના આ મોટર પેરાગ્લાઇડરને ત્રીસ કીલોમીટરનુ અંતર કાપવા માટે 4-5 લીટર પેટ્રોલની જરૂર પડે છે. તેમનું આ પેરા ગ્લાઇડર એક કલાકની 50 કી.મીટરની ગતિ ધરાવે છે, જો કે અન્ય મોટર પેરાગ્લાઇડર તેનાથી પણ વધારે ઝડપે ઉડી શકતા હોય છે. પણ તેમનું એવું માનવું છે કે તેમના માટે આ ઝડપ યોગ્ય છે તે ઝડપે આરામથી સફર કરી શકે છે. અને જો એડવાન્સ પેરાગ્લાઇડરનો ઉપયોગ કરવામાં આવે તો આ ઝડપ બેગણી વધારી શકાય છે.

તેમના માટે આવાગમનનું આ માધ્યમ ટ્રાફિકથી તો બચાવે જ છે પણ આજુબાજુના ગામડામાં આવેલા સુંદર હરિયાળા ખેતરનો નજારો પણ આપે છે. તેઓ માને છે કે દિવસની શરૂઆત કરવા માટેની આ એક ઉત્તમ રીત છે.

ઓફિસ નજીક આવતાં જ તેઓ પોતાના મોટર પેરાગ્લાઇડરની સ્પીડ ઘટાડી દે છે અને ધીમે ધીમે નીચે ઉતરી જાય છે. તેઓ માને છે કે આ રીતે ઓફિસે પહોંચવાથી તે પોતાની જાતને ઉર્જામય તેમજ ઉત્સાહિ અનુભવે છે.

જો કે આ માટે તેઓ બધા જ પ્રકારની લીગલ સ્ટાન્ડર્ડ ધરાવતી સેફ્ટીને ફોલો કરે છે. તમને જણાવી દઈએ કે ટૉમ પણ આ જ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ પેરાજેટ ઇટરનેશનલ કંપનીના સેલ્સ એડ માર્કેટિંગ ડીરેક્ટર છે. તેમની કંપની જ આ ઉપકરણ બનાવીને વેચે છે.

તેમના ઓફિસના બીજા 10-12 કર્મચારીઓ પણ પેરામોટર નો ઉપયોગ ઓફિસે પહોંચવા માટે કરે છે. વાસ્તવમાં આ કંપની વાહનવ્યવહારમાં એક નવો જ ચીલો ચાતરવા માગે છે અને તેની શરૂઆત તેમણે પોતાના કર્મચારીઓથી કરી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ