આ હકીકતો જાણીને તમે મોઢામાં આંગળા નાખી લેશો !

વિશ્વમાં એવી ઘણી બધી સત્ય હકીકતો છે જે આપણે નથી જાણતા અને જાણ્યા બાદ આપણી આંખો ચાર થઈ જશે. હવે તમને એમ કહેવામાં આવે કે તમારા ઘરમાં જે ધૂળ છે તેમાંનો મોટો ભાગ એ ધૂળ નહીં પણ તમારા શરીરમાંથી ખંખેરાયેલી મૃત ત્વચા છે તો ? તમને વિશ્વાસ થશે ? થાય કે ન થાય આ એક સત્ય હકીકત છે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક હકીકતો જે તમારી આંખો ચાર કરી દેશે.

પક્ષીઓ ક્યારેય પેશાબ નથી કરતા 

image source

જો તમે થોડા દિવસ ઘરની બહાર જાઓ તો તરત જ તમારા ઘરની બાલકનીઓમાં કબૂતર કે ચકલી વીગેરાની ચરકનો ઢગલો થઈ જતો હોય છે અને ક્યારેક તો તેના કારણે તમારા કપડાં પણ બગડી જતા હોય છે પણ શું તમને એ ખબર છે કે પક્ષીઓ ભલે આટલું બધું ચરકી લેતા હોય પણ ક્યારેય પેશાબ નથી કરતાં. થયું ને આશ્ચર્ય !

આ વ્યક્તિએ આખી જીંદગી એડકી ખાધી

image source

સામાન્ય રીતે આપણને એડકી આવતી હોય છે ત્યારે એક ગ્લાસ પાણી પીવાથી અથવા આપણું ધ્યાન બીજે જતું રહેવાથી એડકી આવતી બંધ થઈ જાય છે પણ ચાર્લ્સ ઓસ્બોર્ન નામની આ વ્યક્તિને એવી એડકી ચડી હતી કે તે જીવનભર એડકી જ ખાતો રહ્યો. આ વ્યક્તિ સળંગ 69 વર્ષ સુધી એડકી જ ખાતો રહ્યો.

અંગ્રેજીના આ શબ્દોની હકીકત જાણી થઈ જશો ચકીત

image source

ઇંગ્લીશ ભાષાના શબ્દો જેમ કે સિલ્વર, મંથ, ઓરેન્જ, પર્પલ વિગેરે સાથે ઇંગ્લીશ ભાષાના બીજા કોઈ જ શબ્દોનો પ્રાસ નથી મળતો.

ગણિતની ગુંચવણ

image source

ગણિત જો તમને તમારા શાળાકાળમાં પણ ગુંચવતું હોય તો જરા આ પ્રયોગ કરી જુઓ.

111, 111, 111 X 111, 111, 111 = 12, 345, 678, 987, 654, 321

માત્ર વિજળીથી જ થાય છે હજારો મૃત્યુ

image source

એક અહેવાલ પ્રમાણે દર વર્ષે વીજળી પડવાથી ઓછામાં ઓછા 1000 લોકોના મૃત્યુ થાય છે.

ગર્ભવતિનું રક્ષણ કરે છે પેટમાંનું બાળક

image source

જો એક ગર્ભવતિ મહિલાનો કોઈ ઓર્ગન ડેમેજ થાય તો તેણીના ગર્ભમાં રહેલું ભૃણ તેને સ્ટેમ સેલ્સ મોકલીને તેના તે નુકસાન પામેલા અંગને સાજુ કરી દે છે.

જાણો ભારતમાં રોજ કેટલા લોકો પ્લેનમાં મુસાફરી કરે છે

image source

અત્યારે જ્યારે તમે આ વાંચી રહ્યા છો તે જ ક્ષણે ભારતમાં લગભગ 60000 લોકો પ્લેનની મુસાફરી કરી રહ્યા હોય છે.

શું તમારે અંતરિક્ષમાં જવું છે તો જાણી લો આ હકીકત

image source

જો તમે તમારી કારને ચલાવીને અંતરિક્ષ તરફ હાંકી શકતાં હોવ તો તમે માત્ર એક જ કલાકમાં અંતરિક્ષમાં પહોંચી જશો.

શું તમે ક્યારેય ટોળા વચ્ચે મુંગા રહ્યા છો ? તો જાણી લો આ હકીકત

image source

જો તમે ત્રણ-ચાર વ્યક્તિ સાથે બેઠા હોવ અને તમારામાંના બધા જ માત્ર ચાર જ સેકન્ડ સુધી એક શબ્દ ન ઉચ્ચારો તો તમારા માટે તે સ્થિતિ ખુબ જ ઓકવર્ડ સાબિત થઈ શકે છે. પણ શરત એ છે કે તમારા કોઈના હાથમાં મોબાઈલ ન હોવો જોઈએ.

તમારી લંબાઈ વિષે જાણીલો આ હકીકત

image source

શું તમને ખબર છે કે તમે સાંજ કરતાં સવારની બાજુએ 1 ટકા લાંબા હોવ છો ! કારણ કે દીવસ દરમિયાનની પ્રવૃત્તિઓ ના કારણે કોમ્પ્રેસિવ ફોર્સીસના કારણે તમારી ઢાંકણીઓની ઉંચાઈ થોડી નાની થઈ જાય છે. અને રાત્રીના આરામ દરમિયાન ફરી પાછી તે પોતાના મૂળ રૂપમાં આવી જાય છે.

ગર્લ ફ્રેન્ડ વિષેની આ હકીકત જાણી તમે થઈ જશો પરેશાન

image source

છોકરીની બહેનપણીઓ જો તેને એમ કહે કે આ ડ્રેસ તારા પર નથી સારો લાગતો અથવા ફલાણી બુટ્ટી તારા પર નથી સારી લાગતી તો તે ડ્રેસ કે પછી બુટ્ટી ખરીદતી નથી અથવા તો ખરીદ્યા હોય તો પહેરતી નથી પણ. તમને ખબર છે છોકરીઓ તેમની બહેનપણીઓની સલાહ કેટલી ગંભીરતાથી લે છે ? એક સંશોધન પ્રમાણે 40 ટકા સ્ત્રીઓ પોતાના બોયફ્રેન્ડને માત્ર એટલા માટે છોડી દે છે કારણ કે તે તેની બહેનપણીઓને નથી ગમતો હોતો !

ચાલવા વિષેની આ માહિતી જાણીને તમને તમારા શરીર પર ગર્વ થશે

image source

શું તમે જાણો છો કે એક માનવ શરીર એટલે કે એક સામાન્ય જીવંત માનવ શરીર એટલે કે જીવતા જાગતા અમે અને તમે આખા જીવનમાં કેટલું ચાલી નાખીએ છીએ ? એક સામાન્ય માણસ પોતાના જીવનમાં ત્રણ વાર પૃથ્વીના ચક્કર લગાવી શકાય તેટલું ચાલી લેતો હોય છે. તો થયોને તમને તમારા શરીર પર ગર્વ !

જાણીલો ડીપ્રેશન વિષે આ ગંભીર હકીકતો

image source

હજુ થોડા સમય પહેલાં જ ભારતીય અભિનેત્રીએ દીપીકા પદુકોણે ડીપ્રેશન બાબતે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. અને આજે સમાજમાં અસંખ્ય આત્મહત્યાના પ્રસંગો બને છે જેની પાછળ મોટા ભાગે જે-તે વ્યક્તિનું ડીપ્રેશન જવાબદાર હોય છે. એવું નથી કે માત્ર આર્થિક સમસ્યાઓ કે પછી નિષ્ફળતાઓથી નિરાશ થઈને લોકો આત્મ હત્યા કરતાં હોય છે પણ તેની પાછળ કોઈ પણ કારણ જવાબદાર હોઈ શકે છે. પણ એક સ્ત્રી પર ડીપ્રેશનની અસર એક પુરુષ કરતાં બમણી થાય છે. તો આ હકીકત ધ્યાન રાખો અને તમારા નિરાશ મિત્રોની સાથે રહો.

રૂપિયા બહુ ગમે છે ? તો જાણી લો તેની આ ગંદી હકીકત

image source

માણસના ચહેરા પર રૂપિયા જોતા જ એક અનેરી ચમક આવી જાય છે. પણ જો તે કોઈ હજારો બેક્ટેરિયાના ઘર એવા કચરાના ઢગલાને જુએ ત્યારે તેનું મોઢું કેવું થાય છે ? ચોક્કસ તેના નાકના ટેરવા ચડી જશે. પણ તમારી ચલણી નોટો ની હકીકત પણ આવી જ છે. તમારી પાસે જે ચલણી નોટો રહેલી છે તેના પર લગભગ 3000 બેક્ટેરિયા વળગેલા હોય છે. આને કહેવાય મોંઘી ગંદકી !

ટ્રાફિક જામનો બહુ કંટાળો આવે છે ? તો સીગનલની આ હકીકત જાણી લો.

image source

તમે જ્યારે કોઈની રાહ જોતા હોવ અથવા કંઈ કંટાળા જનક કામ કરતા હોવ ત્યારે તમારા મોઢામાંથી શબ્દો સરી પડતા હોય છે “કેટલો સમય બગડી ગયો !” પણ તમને એ નથી ખબર કે તમે તમારા જીવનનો 6 મહિના જેટલો સમય એટલે કે લગભગ બે લાખ 62 હજાર અને 800 મિનિટનો સમય તમે લાલ સિગનલને ગ્રીન થવાની રાહ જોવામાં બગાડો છો.

તમારા સાથી નસકોરા બોલાવે છે તો જાણી લો આ હકીકત જે

image source

ઘરમાં ઓછામાં ઓછી એક એવી વ્યક્તિ તો હોય જ છે જે પોતાના કુંભકરણ જેવા નસકોરા બોલાવીને ઘરના બાકીના લોકોને સુવા નથી દેતી. તો તમને જણાવી દઈએ કે તમે એક સાથે જ નસકોરા નથી બોલાવી શકતાં કે નથી તો સપનું જોઈ શકતા. એટલે કે તમે કાં તો નસકોરા બોલાવીને સુઈ શકો છો અથવા તો શાંત રહીને સ્વપ્ન જોઈ શકો છો.

Hmmm…….. બોલવાની બહુ આદત છે તો જરા આ પ્રયોગ કરી જુઓ

image source

જો તમને hmmm બોલવાની બહુ આદત હોય તો તમને એ જણાવી દઈએ કે તમે hmmm અવાજ નાક બંધ કરીને નથી કાઢી શકતા. કર્યોને પ્રયોગ ! ના બોલી શક્યાને hmmmm ? વધારે પ્રયોગ ન કરતાં ક્યાંક શ્વાસ બંધ ન પડી જાય !

શું તમને બહુ છીંક આવે છે ? જાણી લો તમારી છીંક વિષે આ હકીકત

image source

તમને ખબર છે જ્યારે જ્યારે પણ તમે છીંક ખાઓ છો ત્યારે તેની ગતિ કેટલી હોય છે? તે છે 160 કી.મી પ્રતિ કલાકની ગતિ.

આ ઉપાય અજમાવો અને ગેરેંટીથી કરોડપતિ બની જાઓ

image source

શું તમારે માત્ર એક જ મહિનામાં કરોડપતિ બની જવું છે ? તો અહીં જણાવ્યું છે તેમ ચોક્કસ કરો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે માત્ર 1 રૂપિયાથી બચતની શરૂઆત કરવાની છે અને તેમાં તેના જેટલી જ રકમ ઉમેરતા જવાની એટલે કે પહેલા દીવસે 1 રૂપિયો બીજા દીવસે બીજો એક રૂપિયો એટલે ટોટલ બે રૂપિયા ત્રીજા દીવસે 4 ચોથા દીવસે 8 પાંચમાં દીવસે 16, છઠ્ઠા દીવસે 32 એમ એમ કરીને તમે જ્યારે ત્રીસમાં દીવસે પહોંચશો ત્યારે તમારી પાસે હશે લગભગ પાંચ કરોડ રૂપિયા. બની ગયાને માત્ર ત્રીસ જ દિવસમાં કરોડપતિ. પાવર ઓફ “ગુણાકાર”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ