આ વસ્તુઓનો ચેપ લાગી જાય છે જલદી, રાખો ખાસ ધ્યાન

તમને માનો કે ન માનો પણ આ બાબતોનો ચેપ લોકોને તરત લાગે છે

ના, અહીં કોઈ વાયરલ ઇન્ફેક્શન એટલે કે કોઈ જર્મ્સથી ફેલાતા ચેપી રોગની વાત નથી થઈ રહી પણ અમે અહીં લોકોની કેટલીક આદતો વિષે વાત કરવા જઈ રહ્યા છે જેનો ચેપ તેની સાથે રહેતી વ્યક્તિને પણ લાગી શકે છે. ઘણા લોકોને આ વાંચીને બગાસુ યાદ આવી જતું હશે. હા, તેમાં કોઈ જ શંકા નથી કે બગાસુ એક ચેપી સ્થિતિ છે જ્યારે તમે કોઈને બગાસુ ખાતા જુઓ કે તરત તમને પણ બગાસુ આવી જાય છે પણ આ ઉપરાંત પણ કેટલીક એવી બાબતો છે જેનો ચેપ પણ તમને જલદી લાગી શકે છે, તો ચાલો જાણીએ આ વિવિધ ચેપ વિષે.

ધૂમ્રપાન છોડવાની આદત

image source

જ્યારે એક વ્યક્તિ ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરી રહ્યો હોય ત્યારે તેના કુટુંબમાં રહેતા લોકો તેમજ તેના મિત્રો પણ ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરશે તેવી 36 % શક્યતા રહે છે. અરે તમને જે વ્યક્તિની ખબર પણ નહીં હોય તે વ્યક્તિ તમારી નજીક રહેતો હશે તો તે પણ ધૂમ્રપાન કરવાની આદતને છોડે તેવી 20% શક્યતા રહેલી છે.

નવી વસ્તુઓની ઇચ્છા

image source

એમાં કશું જ આઘાતજનક નથી કે તમારા મિત્રએ કોઈ નવા કપડાં લીધા હોય અને તમને પણ નવા વસ્ત્રો ખરીદવાનું મન થાય. એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદે છે ત્યારે તે વસ્તુને લોકો વધારે જ રેટ આપે છે.

આનંદ – ખુશી – હેપ્પીનેસ

image source

સંશોધન જણાવે છે કે જ્યારે તમે પોતે ખુશી અનુભવતા હોવ ત્યારે તમારી નજીક 2 કીલોમીટરના અંતરે રહેતી તમારી બહેનપણી કે તમારો મિત્ર પણ ખુશ હોવાની શક્યતા 25 ટકા વધી જશે અને તમારા પાડોશીની ખુશ હોવાની શક્યતા પણ 34 ટકા સુધી વધી જશે તે પણ તમારા કારણે.

ડીવોર્સ

image source

એક સંશોધન પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે જ્યારે તમારી નજીકના સગા કે પછી મિત્ર વર્તુળમાં કોઈ વ્યક્તિ છુટ્ટાછેડા લે ત્યારે તેની અસર તેના મિત્રના લગ્નજીવન પર પણ થતી હોય છે. સંશોધન પ્રમાણે જ્યારે કોઈ મિત્રનો મિત્ર છુટ્ટાછેડા લે, ત્યારે મેરીડ કપલ લગ્ન સંબંધથી છૂટ્ટા થાય તેના 33 ટકા ચાન્સ વધી જાય છે. માટે જો તમે તમારા લગ્નસંબંધને બચાવી રાખવા માગતા હોવ તો એ જ સારુ રહેશે કે તમારી સહેલી કે મિત્ર જે છુટ્ટા છેડા લેવાનું વિચારી રહી છે તેને તેના લગ્ન સાથે જોડાયેલી સમસ્યાને સોલ્વ કરવામાં મદદ કરો.

ખજવાળ

image source

તમે ક્યારેય એ વાત નોંધી છે કે જ્યારે કોઈ તમારી સામે ખજવાળી રહ્યું હોય ત્યારે તમે પણ તમારી ત્વચા પર ખજવાળ આવતી હોય તેવું અનુભવો છો ? જો તમને પણ એવું થતું હોય તો જાણી લો કે તમે એક જ એવી વ્યક્તિ નથી, પણ અભ્યાસ જણાવે છે કે જે ઉંદરો પર કરવામાં આવ્યો છે કે એક ઉંદર જો ખજવાળતું હોય તો તેના સાથી ઉંદરો પણ ખજવાળવા લાગે છે.

શરીરની નાની-નાની હલચલ

image source

કોઈનું હસવું, કોઈનું ખજવાળવું, કોઈનું ઉધરસ ખાવું, કોઈનું ભગાસુ ખાવું, કોઈને ઉલટી થવી કોઈનું રડવું આ બધી જ શારીરિક સ્થિતિ ચેપી છે. હવે જ્યારે ક્યારેય તમારી સાથે પણ આવું થાય તો તમે પણ વિચારતા રહી જશો.

રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપતી વખતે

image source

સંશોધન જણાવે છે કે જો તમારે વજન ઘટાડવું હોય તો તમે જ્યારે રેસ્ટોરન્ટમાં કોઈની સાથે જમવા જાઓ ત્યારે તે કોઈ કેલરીથી ભરપૂર ભોજન ઓર્ડર કરે તે પહેલાં તમે તમારું કેલરીમાં ઓછું ભોજન ઓર્ડર કરી દો. કારણ કે જો સામેવાળી વ્યક્તિ વધારે કેલરીવાળુ ભોજન ઓર્ડર કરશે તો તમને પણ તેવું કરવાની લાલચ થશે. કારણ કે તે વ્યક્તિની ઓર્ડરની પસંદગી તમારી પસંદગીને પણ અસર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ