જલ્સા કરોને જેંતીલાલ

આ વર્ષે ભારતમાં ગૂગલ પર લોકોએ સૌથી વધુ શું સર્ચ કર્યું ? જુઓ તેનું લિસ્ટ…

જાણો 2019માં લોકોએ ગુગલ પર સૌથી વધારે શું સર્ચ કર્યું

આ વર્ષે ગુગલ પર સૌથી વધારે શું સર્ચ કરવામાં આવ્યું તેની યાદી જાહેર થઈ ગઈ છે. તો તમને જણાવી દઈએ કે આ વર્ષે ગુગલ પર સૌથી વધારે જો કોઈ બાબતે સર્ચ થયું હોય તો તે છે ક્રિકેટ વર્લ્ડ કપ. પણ આ ઉપરાંત પણ ભારતના લોકોએ બીજા ઘણા બધા વિષય પર ગુગલ પર સર્ચ કર્યું છે તો ચાલો જાણીએ કે કઈ કઈ કેટેગરીમાં લોકોએ શું સર્ચ કર્યું છે.

image source

ઉપર જણાવ્યું તેમ આ વર્ષે નંબર વન સર્ચનું દાવેદાર રહ્યું છે ક્રીકેટ વર્ડ કપ. સ્વાભાવિક છે કે આ વર્ષે ક્રીકેટ વર્લ્ડ કપ યોજાયો હોવાથી તે વિષે સર્ચ વધારે જ થયું હોય કારણ કે ગયા વર્ષે ફીફા વર્લ્ડ કપ યોજાયો હતો માટે તે નંબર વન સર્ચ ટોપીક રહ્યો હતો.

image source

ટોપ ટેન ટોપિક સર્ચ

ફિલ્મની કેટેગરીમાં જાણો કોણે મેદાન માર્યું કઈ ફિલ્મ રહી પાછળ

ફિલ્મોની વાત કરીએ તો આ વર્ષે સૌથી વધારે જો કોઈ ફિલ્મ પર સર્ચ કરવામા આવ્યું હોય તો તે છે કબીર સિંઘ ત્યાર બાદ બીજા નંબર પર છે એવેન્જર્સ એન્ડગેમ અને ત્રીજા ક્રમ પર છે જોકર અને પાંચમાં નંબર રહી છે કેપ્ટન માર્વેલ. આમ તો શરૂઆતમાં એવેન્જર્સ એન્ડગેમ સૌથી આગળ હતી પણ કબીર સિઘના આવતાં જ તેણે લીડ પકડી લીધી હતી.

image source

ટોપ ટેન ફિલ્મ સર્ચ

પર્સનાલીટી કેટેગરીમાં કોણ રહ્યું નંબર એક પર

image source

જો પર્સનાલીટીઝ કેટેગરીની વાત કરીએ તો આ વર્ષે જો કોઈ વ્યક્તિ પર સૌથી વધારે સર્ચ કરવામા આવ્યું હોય તો તે છે અભિનંદન. ગયા વર્ષે આ કેટેગરીમાં મેદાન માર્યું હતું પ્રિયા પ્રકાશ વરિયરે. જ્યારે આ વર્ષે બીજા નંબર પર જો કોઈ વ્યક્તિ સૌથી વધારે સર્ચ થઈ હોય તો તે છે લતા મંગેશકર અને ત્રીજા તેમજ ચોથા નંબર પર અનુક્રમે યુવરાજ સિંહ અને આનંદ કુમાર રહ્યા છે.

કયા ન્યૂઝ પર ગુગલ પર સૌથી વધારે ચર્ચા કરી

image source

આ વર્ષે 2019ની લોકસભાની ચૂટણી પર લોકો દ્વારા સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યાર બાદ જમ્મુ-કાશ્મિરમાંથી નાબૂદ કરવામાં આવેલા આર્ટિકલ 370ના સમાચાર પર લોકોએ સૌથી વધારે સર્ચ કર્યું છે. જાણો બીજા કયા ન્યૂઝ પર લોકોએ સૌથી વધારે સર્ચ કર્યું.

image source

ટોપ ટેન પર્સનાલીટી સર્ચ

ગૂગલ પર ‘How to’ની કેટેગરીમાં લોકોએ શું શોધ્યું તે જાણીએ

image source

આ વર્ષે લોકોએ ‘હાઉ ટુ’ એટલે કે ‘કેવી રીતે કરવું’ની શ્રેણીમાં વોટ કેવી રીતે કરવો તે બાબત પર સૌથી વધારે સર્ચ કર્યુ હતું. ચાલો જાણીએ બીજું શું શું લોકોએ શિખવા માટે સર્ચ કર્યું.

જાણો ગીતોની કેટેગરીમાં કોણે માર્યું મેદાન

image source

આ વખતે સૌથી વધારે કોઈ ગીતની સર્ચ થઈ હોય તો તે છે ‘લે ફોટો લે’ સોંગ. જ્યારે બીજા નંબર પર રહ્યું હતું રાનુ મંડલનું ‘તેરી મેરી કહાની’. ચાલો જાણીએ ટોપટેન સર્ચમાં કયા ગીતોએ જગ્યા બનાવી છે.

જાણો ગૂગલની નીયર મી કેટેગરીમાં લોકોએ કઈ જગ્યાને શોધી

image source

આ વર્ષે ગૂગલ પર લોકોએ પોતાની આસપાસના સ્થળોમાં સૌથી વધારે સર્ચ ડાન્સ ક્લાસની કરી છે. જ્યારે બીજા નંબર રહી સલૂનની શોધ ટોપ ટેન નીયર મી કેટેગરી

image source

જાણકારી મેળવવા માટે લોકોએ ગૂગલની ‘What is ’ની કેટેગરીમાં શું પુછ્યું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ</strong

Exit mobile version