લોન્ચ થાય એ પહેલા જ ક્લિક કરીને જાણી લો ભારતમાં 5G સ્માર્ટફોનની કિંમત અને વિશેષતાઓ

ભારતમાં પહેલો 5G સ્માર્ટફોન ક્યારે થશે લોન્ચ?

ઘણા બધા લોકો જાણવા માંગે છે કે ભારતમાં 5G સ્માર્ટફોન ક્યારે આવશે? ભારતમાં પહેલું આઇટી સ્માર્ટ ફોન ક્યારે લોન્ચ થશે? જો તમે પણ આ જ સવાલનો જવાબ જાણવા માંગો છો તો આર્ટિકલ તમારા માટે જ છે કેમકે આજે અમે તમને જણાવીશું ભારતમાં લોન્ચ થવાવાળા પહેલા 5G સ્માર્ટફોન વિશે!

દુનિયાનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ થવાનો છે. પરંતુ ભારતમાં હજુ પણ અડધાથી વધારે લોકો 2G – 3G નો ઉપયોગ કરી રહ્યા છે. અને જ્યાં જ્યાં 4G નેટવર્ક છે ત્યાં નેટવર્ક સરખી રીતે કામ પણ નથી કરી રહ્યું.

image source

ભારતમાં 4G નેટવર્ક હોવા છતાં પણ લોકો સ્લો ઇન્ટરનેટ સ્પીડ થી હેરાન છે. તેવામાં દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે ભારતમાં 5G નેટવર્ક અને 5G સ્માર્ટફોન ક્યારે આવશે.

ભારતમાં ક્યાં સુધીમાં આવશે 5G સ્માર્ટફોન અને કેટલી હશે તેની કિંમત?

ભારતમાં આવતા ૧ વર્ષ અથવા ૨-૩ વર્ષમાં 5G સ્માર્ટફોન બધા માટે ઉપલબ્ધ થઇ જશે. એક્સપર્ટ નું માનવું છે કે ભારતમાં 5G ફોન આવવાથી ૨૦૨૨ – ૨૦૨૪ સુધીનો સમય લાગશે.

તમે ન્યુઝ વેબસાઇટો પર વાંચ્યું હશે કે આવતા ૨ -૩ વર્ષોમાં ભારતમાં 5G ટેક્નોલોજી આવી જશે. તેના પર કંપનીઓ ખુબ જ ઝડપથી કામ કરી રહી છે અને ખુબ જ જલ્દી ભારતમાં 5G ફોન પણ લોન્ચ થવાના છે.

image source

ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં રિલાયન્સ જિયો એ તેમની 5G સર્વિસ નો ડેમો આપ્યો છે. કંપનીનું કહેવું છે કે હવે તેઓ તેમની 5G સર્વિસ IIT દિલ્હી અને નવી મુંબઈ સ્થિત રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં ડેમો આપશે.

જો વાત કરવામાં આવે 5G સ્માર્ટફોનની તો એના પર દુનિયાભરની કંપનીઓ ખુબ જ ઝડપથી કામ કરી રહી છે. ઘણી બધી કંપનીઓએ તો આવતા વર્ષ સુધી 5G સ્માર્ટફોન બજારમાં ઉપલબ્ધ કરાવવાનો દાવો પણ કરી દીધો છે.

દક્ષિણ કોરિયા અને ચીન આ ફોન લોન્ચ કરવાની દોડમાં સૌથી આગળ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષ સુધીમાં આ કંપનીઓ તેમના 5G સ્માર્ટફોનને લોન્ચ કરી દેશે.

જ્યારે બીજી બાજુ ચાઈનીઝ ટેલિકોમ કંપની ZTE એ રવિવારે દુનિયાનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો.

ભારતમાં 5G ક્યારે લોન્ચ થવાનો છે?

image source

બસ પરેશાની એ જ છે કે ભારતમાં 4G નેટવર્ક જ સરખી રીતે કામ નથી કરી રહ્યું તો 5G નેટવર્ક લાવવાનો શું ફાયદો? આ જ કારણ ને લીધે ઘણી બધી કંપનીઓ પાછળ હટી રહી છે.

કારણ કે જ્યારે 5g નેટવર્ક આવ્યા પછી પણ જો યોગ્ય સ્પીડ નહીં મળે તો તેનો ઉપયોગ જ કોણ કરશે? આશા કરીએ છીએ કે જલ્દી જ સમસ્યાનું નિરાકરણ આવશે.

5G સ્માર્ટફોન માં કઈ કઈ વિશેષતાઓ હશે?

હાઈ સ્પીડ થી શું ફાયદો થશે એ વાત તો બધા જ જાણે છે. પરંતુ તમને એ પણ ખબર હોવી જોઈએ કે તે આપણી શારીરિક ગતિવિધિઓ પર પણ ખૂબ જ સારી રીતે નજર રાખશે.

image source

જો તમે તમારો બેસ્ટ મોબાઇલ બેન્ડ સાથે કનેક્ટ કરેલો હશે અને જો તેને તમારી હેલ્થ માં ગડબડી દેખાશે તો તે તરત તમારા ડોક્ટરને ઇન્ફોર્મ કરશે.

તેમાં ડાઉનલોડ સ્પીડ લગભગ 1gb પર સેકન્ડ હશે, જે આજની ડાઉનલોડિંગ સ્પીડ કરતા દસ ગણી વધારે છે. 5g મોબાઈલ માં મૂવી અને ટીવી જોવાનું આસાન થઈ જશે.

તેનાથી વર્ચ્યુઅલ રિયાલિટીથી જોડાયેલી ટેકનિકને ખૂબ જ પ્રોત્સાહન મળશે. હવે કપડાં વર્ચુઅલી ટ્રાય કરી શકાશે. અને ફિલ્મમેકર્સ પણ સિલ્વર સ્ક્રીન ની સાથે – સાથે ઓનલાઇન રિલીઝ કરવામાં માંડશે.

આજે આપણે વીડિયો કોલિંગ દ્વારા પોતાના પ્રિયજનો સાથે જોડાતા હોઈએ છીએ. 5G સ્માર્ટફોનના આવ્યા બાદ તમે સશરીર પોતાના પ્રિયજનો સાથે જોડાઈ શકશો અને તેનો એક્સપિરિયન્સ બિલકુલ અલગ જ હશે.

image source

5G સ્માર્ટફોનની બેટરી લાઇફ પણ વધારે હશે. કેમ કે સ્પીડ માં ઓછું ફ્લકચુએશન થશે અને 5G ફોનમાં Searching , બ્રાઉઝિંગ, ડાઉનલોડિંગ અને અપલોડિંગ પણ ખૂબ જ ઝડપથી થશે.

બધા જ કામ જલદી થશે જેનાથી તમારો સમય બચશે અને બધા જ કામ જલદી થવાથી તમારી ફોનની બેટરી પણ ઓછી વપરાશે. હવે તમે જે હવે તમે સમજી શકો છો કે 5G ફોનની બેટરી લાઇફ કેમ વધારે મળશે.

નિષ્કર્ષ.

દુનિયામાં 5G સ્માર્ટફોન આવી ચુક્યા છે અને પછી ૧-૨ વર્ષ માં હજુ વધારે સ્માર્ટફોન આવશે. ત્યારે તમે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ કોલ પણ લઇ શકશો.

5G ટેક્નોલોજી આવવા બાદ તમારા બધા જ ઓનલાઈનના કામ આસાન થઇ જશે. ખુબ જ ઝડપી કામ થવા લાગશે. સમયની બચત થશે. Digital India તરફ પ્રગતિ થશે.

પરંતુ, નિરાશાની વાત એ છે કે 5G સેવાનો ઉપયોગ કરવા માટે તમારે નવા 5G સ્માર્ટફોન ખરીદવા પડશે. તમને યાદ હશે કે જયારે 4G ટેક્નોલોજી આવી હતી તું તમારે LTE ટેક્નોલોજીને સપોર્ટ કરવાવાળા ફોન ખરીદવા પડ્યા હતા.

image source

પહેલાંનીજેમ આ સ્માર્ટફોન મોંઘા હશે અને 5G સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે આપણને મહત્તમ RAM અને ROM ની જરૂરત પડશે. કારણ કે ઝડપી નેટ ચાલશે તો વધુ ફાઇલ્સ પણ સ્ટોર થશે.

જો કે સારી વસ્તુ મેળવવા માટે પૈસા તો આપવા જ પડશે. જે પણ હોય પાતું 5G સ્માર્ટફોનના આવ્યા બાદ દુનિયા બદલાઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ