આ વાંદરો પોતાની મલમપટ્ટી કરવા રોજ પહોંચે છે, મેડિકલ સ્ટોરમાં, વાંચો રસપ્રદ સત્યઘટના…

પૃથ્વીની ઉત્પત્તિ અને ડાર્વીનનો ઉત્ક્રાંતિવાદ વિશે આપણે પ્રાથમિક શાળામાં જ ભણી ગયાં છીએ. આદિમાનવ અને તેના વિકાસ વિશે પણ આપણે સૌ જાણીએ છીએ. સમયના પ્રવાહ સાથે આપણે સાંસ્કૃતિક અને સામાજિક દ્રષ્ટિએ જ નહીં સૌ પ્રથમ તો આપણે શારીરિક રીતે વિકસીત થયાં છીએ. ચોપગાંને બદલે બે પગે ચાલતાં થયાં, વિચારતાં થયા, બોલતાં અને વ્યક્ત થતાં થયા. આજે માનવ દેહે પૃથ્વી પર જેવો વૈજ્ઞાનિક વિકાસ કર્યો છે એ અક્લ્પનીય છે. પરંતુ માણસને આ સ્તરે પહોંચતાં સદીઓ નહીં બલ્કે યુગો વીતાવ્યા છે.

કહેવાય છે કે વાંદરાઓ આપણાં મનુષ્યોના પૂર્વજો હતા. એવાતની સાબિતી આપતો એક કથા પ્રસંગ સૌને યાદ હશે જેમાં એક ટોપીનો વેપારી ઝાડ નીચે બેસી આરામ કરે છે અને એ સમયે એક વાંદરો પડખે પડેલ ટોપીના થેલામાંથી એક ઉપાડી લઈ પોતાના માથા પર પહેરી લે છે. વેપારીનું ધ્યાન પડતાં તે પોતાના માથાની ટોપી ફગાવે છે અને વાંદરો પણ તેનું અનુકરણ કરીને ટોપી ફેંકી દે છે. વેપારી પોતાની ટોપી લઈ ચાલ્યો જાય છે. આ માત્ર બાળ વાર્તા કે બોધ કથા તરીકે આપણે નાનપણમાં સાંભળી છે પરંતુ આવું જો હકીકતમાં જોવા મળે તો?

જાણીને નવાઈ લાગે તેવું છે. જયપુર શહેરમાં લગભગ દસ દિવસ પહેલા હાથમાં એક લંગૂર ઘાયલ થયો હતો. તેને ઘણી ઇજાઓ થઈ હતી. પોતાની ઇજાઓની સારવાર માટે, જ્યાં નગરના બસ સ્ટેન્ડમાં સ્થિત જૈન મેડિકલ સ્ટોર પર રોજિંદા દવાઓનું સંચાલન કરવા આવે છે ત્યાં પહોંચી ગયો. શરૂઆતમાં દુકાનદાર સંતોષ જૈન લંગૂરને જોઈને ડરતા હતા. પરંતુ જ્યારે તેણે લંગૂરની ઈજા જોઈ ત્યારે તેણે દવાનો ઉપયોગ કરીને સારવાર કરી આપી. ત્યારથી, દરરોજ લંગૂર મેડિકલ સ્ટોરમાં આવે છે અને દવાઓ લગાવીને પછી પરત આવે છે, આ બાબત ત્યાંના સ્થાનિક લોકો માટે જિજ્ઞાસાનો વિષય બની રહી છે.

આ ઇજાગ્રસ્ત લંગૂર ખરેખર કોઈ પૂર્વ જન્મમાં ડોક્ટર કે કોઈ પેશન્ટ જ હોઈ શકે એવું લાગે છે. તેને દવા અને સારવાર કરાવવાનું સમજાયું એ ખરેખર વિચારશીલ અને સુસંકૃત આજના જમાના માત્ર વૈજ્ઞાનિક તારણોને માનનારા શિષ્ટ વર્ગને પણ વિચારતા કરી દે તેવું છે.