જલ્સા કરોને જેંતીલાલ

અહીં જણાવેલા ઉપાયથી માત્ર સાત જ દીવસમાં ખીલના ડાઘ દૂર કરો, અને તાજગીથી ભરપૂર ત્વચા મેળવો

આ ઘરગથ્થુ ઉપચાર દ્વારા માત્ર 7 જ દિવસમાં ખીલના ડાઘ દૂર કરો

સુંદર, નિર્મળ ડાઘ રહીત ચહેરો કોઈ પણ સ્ત્રીની કાયમી ઇચ્છા હોય છે. પણ જો ચહેરા પર કોઈ ડાઘ દેખાઈ જાય તો તે તમારી સુંદરતાની સાથે સાથે તમારા આત્મવિશ્વાસને પણ ઘટાડી દે છે. આમ તો બજારમાં એવા કેટલાએ ઉત્પાદનો હાજર છે જે કેટલાએ પ્રકારના દાવાઓ કરે છે પણ તેનાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. અને જો તેની અસર થતી પણ હોય તો તે માત્ર ટેમ્પરરી જ હોય છે તે કોઈ કાયમી સોલ્યુશનનથી હોતું. માટે તમારે એવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જે તમને લાંબા સમય માટે લાભ આપે અને જે તમારા ચહેરા પરના ડાઘને મૂળથી જ કાઢી નાખે. ચાલો જાણીએ તેના ઘરગથ્થુ ઉપાય-

બદામ અને દૂધ (બદામ અને દૂધથી ચહેરા પરના ડાઘ દૂર કરો)

બદામમાં હાજર વિટામિન ઈ જ્યાં સ્કીનની સંભાળ રાખે છે ત્યાં દૂધમાં રહેલો આલ્કલાઇન એસિડ ત્વચા પરથી રેશા હટાવે છે.

પોતાના ચહેરા અને ડોક પર બદામનું તેલલગાવી માલિશ કરો અને 15-20 મિનિટ બાદ વધારાના તેલને લૂછી લો. નિયમિત આવું કરવાથી ફાયદો થાય છે.

બદામના ઉપયોગની બીજી રીતમાં 7-8 બદામ પાણીમાં 12 કલાક પલાળી રાખો ત્યાર બાદ તેની છાલ ઉતારી તેને પીસી લો અને તેમાં થોડું દૂધ ભેળવો. આ પેસ્ટને ડાઘા પર લગાવો અને આખી રાત તેમ જ રાખો.

સવારે ઠંડા પાણીથી ધોઈ લેવું. 15 દિવસમાં તેની અસર દેખાવા લાગશે.

બટાટા

ચહેરાના ડાઘા તેમજ ઝાંય દૂર કરવા માટે સૌથી હાથ વગો અને સસ્તો ઉપાય છે બટાટા. બટાટાની સ્લાઇસને 10 મિનિટ સુધી ચહેરા પર ઘસો અથવા તો તમે તેને છીણીને પણ ચહેરા પર લગાવી શકો છો. દિવસમાં 2-3 વાર આ પ્રયોગ કરવાથી તેની અસર તરત જ દેખાવા લાગે છે.

ટામેટા

ટામેટામાં હાજર એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સી ત્વચાના ડાઘાને દૂર કરવામાં ખુબ જ કારગર છે. ટામેટાનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચામાં નિખાર આવે છે. તેમાં લાયકોપેન હોવાથી તડકાથી કાળી પડેલી ત્વચા માટે આ એક ઉત્તમ ઉપચાર છે.

ચહેરા પર ટામેટાનો રસ લગાવી 15-20 મિનિટ રાખવું અને પછી ઠંડા પાણીએ ધોઈ લેવું.

લીંબુનો રસ (લીંબુ અથવા બટાટાનો રસ)

લીંબુ કે બટાટાના રસને ચણાના લોટમાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. 15-20 મિનિટ માટે ચહેરા પર લગાવી પછી ધોઈ લો. આ પ્રયોગનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘા, ધબ્બા તેમજ ઝાંય દૂર થશે અને ચહેરા પર એક તાજગી તરી આવશે.

ફુદીનો

ફુદીનો ખીલ પર સારી અસર કરે છે. ફુદીનો ખીલને સુકવીને તેના ડાઘા પણ સાફ કરી દે છે. ફુદીનાના પાંદડામાં પાણી ભેળવી તેને વાટી તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ ખીલના ડાઘા પર લગાવવી અને 15-20 મિનિટ માટે તેમ જ રાખી મુકવી પછી ઠંડા પાણીએ ધોઈ લેવું. આવું અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર કરવું.

ચહેરા પરના ડાઘા દૂર કરવાના અન્ય ઉપાયોઃ

ચહેરા પરનો ડાઘ કાળો હોય ઉંડો હોય કે હળવો હોય આ ઉપાય દરેક પ્રકારના ડાઘને હટાવવામાં અકસિર છે. થોડી એલોવેરા જેલ લઈ તેમાં લિંબુનો રસ, હળદર અને બેકિંગ સોડા મેળવી લેપ તૈયાર કરી ડાઘા પર લગાવો.

કાળા ડાઘ દૂર કરવા માટે લીંબુનો રસ, હળદર અને મધ મિક્સ કરી તેનો લેપ લગાવો.

જો ચહેરા પરના ડાઘ ઉંડા હોય અને દૂરથી જ દેખાઈ આવતા હોય તો આવા ડાઘને દૂર કરવા માટે બે ટીપાં ગ્લિસરીન, થોડો લીંબુનો રસ અને થોડું મધ ભેળવી એક મિશ્રણ તૈયાર કરી લો અને તેને ડાઘ પર લગાવી તેના પર થોડીવાર માલિશ કરો અને 30 મિનિટ બાદ ચહેરો ધોઈ લેવો. આ ઘરેલુ ઉપાયને બતાવ્યા પ્રમાણે નિયમિત કરવાથી ચહેરા પરના કોઈ પણ ડાઘ ધીમે ધીમે ગાયબ થવા લાગશે.

નારંગીની છાલથી પણ તમે તમારા ચહેરાના ડાઘનો ઉપચાર ઘરે બેઠા જ કરી શકો છો. ચહેરા પરનો ઉંડો ડાઘ પણ આ ઉપચારથી સાફ થઈ જશે. નારંગીની તાજી છાલ પીસી તેમાં મધ મિક્સ કરી ડાઘ પર લગાવો.

ચંદન પાવડરમાં થોડું ગુલાબજળ નાખો અને તેનું ઉબટન બનાવી ચહેરા પર લગાવો અને 40-50 મિનિટ બાદ ધોઈ લો. આ ઘરેલૂ નુસખો નિયમિત કરવાથી ચહેરા પર કાંતી આવે છે ચહેરો ગોરો બને છે અને બધા ડાઘ પણ દૂર થાય છે.

ચહેરા પરના ડાઘ હળવા હોય આછા-આછા હોય તો કેટલાક સરળ ઉપાય દ્વારા તમે તેને દૂર કરી શકો છો. ખીલ સુકાયા બાદ હંમેશા તેની જગ્યાએ ડાઘ રહી જાય છે, ચાલે જાણીએ ખીલના ડાઘ હટાવવાના ઉપાયો.

આવા ડાઘને સાફ કરવા માટે હંમેશા દૂધનો ઉપયોગ કરો. ઠંડા દૂધમાં રૂ પલાળી તમે ડાઘને સાફ કરી શકો છો. દૂધમાં જો હળદર મિક્સ કરવામાં આવે તો તેની અસર બમણી થઈ જાય છે. જો તમારી સ્કીન ઓઇલી હોય તો હળદર સાથે લીંબુનો ઉપયોગ કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version