આ ઉપાયો કરવાથી ઘરનાં લોકો વચ્ચે વધે છે પ્રેમ,ઘરથી દૂર રહે છે કલેશ…

ઘરમાં અવારનવાર કલેશનું વાતાવરણ રહેવાથી જીવનમાં ફક્ત દુ:ખ અને મુશ્કેલીઓ જ આવે છે અને ક્યારેય પણ મગજ શાંત નથી રહેતો. જે ઘરમાં દરરોજ ઝગડા થાય છે ત્યાં ક્યારેય પણ દેવી-દેવતાનો વાસ નથી થઈ શકતો. એટલે ઘરમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખવું ખૂબ જરૂરી હોય છે.

જે લોકોનું ઘર હમેંશા સુખ અને ખૂશીઓથી ભરેલું રહે છે તે લોકો પોતાના જીવનમાં ફક્ત પ્રગતિ જ પ્રાપ્તત કરે છે. જો તમારા ઘરમાં હમેંશા કલેશ રહે છે તો તમે નીચે જણાવવામાં આવેલા ઉપાય કરો. આ ઉપાય કરવાથી ઘરથી કલેશ એ કદમ દૂર થઇ જશે.

પારિવારિક કલેશને દૂર કરવાનો ઉપાય આ ઝાડની ડાળી ઘરમાં રાખોજો તમારા ઘરમાં દરેક સમયે કોઈને કોઈ વાતને લઈને ઝગડા થતા રહે છે તો તમે કદમનાં વૃક્ષની એક નાનકડી ડાળખી તોડી લો અને આ ડાળખીને ઘરમાં લાવીને રાખી દો. કદમની ડાળખી તમે એવી જગ્યા પર રાખો જ્યાં આના પર કોઈની નજર ન પડે. આ ડાળખી રાખવાથી ઘરનું વાતાવરણ બરાબર રહેશે અને પરિવારનાં લોકો વચ્ચે ઝગડા થવાનું બંધ થઈ જશે.

ઘરને શુધ્ધ કરોઘણીવાર વાસ્તુદોષને કારણે પણ ઘરનાં લોકોને અંદરોઅંદર નથી ભળતું અને તેમના વચ્ચે ઝગડા થતા રહે છે. ઘરનાં વાસ્તુ દોષને બરાબર કરવા માટે તમે પૂર્ણિમાનાં દિવસે પોતાના ઘરનાં દરેક ખૂણામાં ગંગાજળ છાંટી દો. આમ કરવાથી ઘરથી કલેશ દૂર થશે અને ઘરમાં રહેનાર લોકો વચ્ચે પ્રેમ વધી જશે.

ગોમતી ચક્ર ઘરમાં રાખી દો

જો પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા રહે છે તો તમે પોતાના ઘરમાં ગોમતી ચક્રને રાખી દો. ગોમતી ચક્રને સિંદૂરની સાથે એક ડબ્બીમાં નાખીને રાખવાથી પતિ અને પત્ની વચ્ચે લડાઈ નહિ થાય અને અંદરોઅંદર પ્રેમ પણ વધી જશે.

ઈશાન ખૂણામાં હોય પૂજા ઘરઘરમાં તમે મંદિર હમેંશા ઈશાન ખૂણાની દિશામાં જ બનાવડાવો. કારણ કે આ જ દિશામાં પૂજા ઘર હોવાથી ઘરથી કલેશ દૂર રહે છે અને ભગવાનનાં આશિર્વાદ ઘરનાં લોકો પર બનેલા રહે છે. જે ઘરોમાં ખોટી દિશામાં પૂજા ઘર હોય છે તે ઘરોનાં સદસ્યોને અંદરોઅંદર નથી ભળતું.

સુવાની જગ્યા પર જળ રાખોઘરમાં સુખ અને શાંતિ જાળવી રાખવા હેતુ તમે રોજ રાત્રે સુવાની જગ્યા પાસે એ ક લોટો પાણીનો રાખી દો. આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા એ કદમ ખતમ થઈ જાય છે.

બૂટ ચપ્પલ સાચી રીતે રાખો

ઘરમાં બૂટ ચપ્પલ ખુલ્લામાં ન રાખવા અને તેને હમેંશા એ વી જગ્યા પર રાખવા જ્યાં તેના પર કોઈની પણ નજર ન પડે. સાથે જ ક્યારેય પણ પોતાના ઘરમાં કોઈપણ બૂટ કે ચપ્પલને ઉંઘા ન રાખવા. કારણ કે આમ થવા પર ઘરમાં ઝગડાનું વાતાવરણ બનેલું રહે છે.

મીઠાવાળા પાણીનું પોતું લગાવોજે લોકોનાં ઘરમાં કલેશ રહે છે તે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર મીઠાવાળું પોતું લગાવો. મીઠાવાળું પોતુ લગાવવાથી ઘરથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહેશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ