આ ઉદ્યોગપતિ બનાવી રહ્યો છે આપણા ભાવનગરને હરિયાળું…

વાર્ષિક કમાણી ૩૦૦ કરોડ રૂપિયાથી વધુ છે તેવા કાયમચૂર્ણવાળા શેઠ બ્રધર્સના માલિક દરરોજ શહેર આખામાં ટેમ્પો લઈને પાણી છાંટવા નીકળે છે…


જી હા, સોરઠની સાહિત્ય રસીક નગરી ભાવનગર શહેરને હરિયાળું બનાવવાનું ભગીરથ આદર્યું છે, એવી વ્યક્તિએ જેમની શહેરમાં જ નહીં પરંતુ ગુજરાત આખામાં ખૂબ સારી શાખ છે. દાયકાઓથી તેમની કંપનીએ લોકોમાં વિશ્વાસ ઊભો કર્યો છે અને તેને લીધે કમાણી પણ સારી એવી કરી છે. આજે અમે આપના માટે એક એવા સમાચાર લાવ્યાં છીએ જેમના વિશે જાણીને આપને જરૂર ગર્વ થશે.


લોકો પાસે જ્યારે સફળતા અને ધનલક્ષ્મી બંને આવે તેવા જેમની કમાણી કરોડોમાં છે અને સો વર્ષ જૂની તેમની કંપની છે, એવા કાયમચૂર્ણવાળા શેઠ બ્રધર્સના માલિક દેવેનભાઈ શેઠે જે જહેમત ઉઠાવી છે, તે જાણીને નવાઈ પણ લાગશે અને ગર્વ પણ થશે.

ભાવનગરની કરે છે વૃક્ષો વાવીને માવજત


વધુ વૃક્ષો વાવો જેવા સૂત્રોને માત્ર કોઈ બોર્ડ મારીને બાંકડાનું અનુદાન કરી દે તેવા ધન કુબેરની આપણે વાત નથી કરવી. અહીં વાત છે એક અનોખા જનૂનની. પર્યાવરણને તમે કઈરીતે જતન કરવું જેથી માત્ર આસપાસનો વિસ્તારજ નહીં પરંતુ આખેઆખું શહેર તેનો લાભ મેળવી શકે તેવું કામ કરે છે આ ઉદ્યોગપતિ.


ગુજરાતની સૌથી જૂની સ્વાસ્થ્યને લગતી દવાની કંપની કાયમચૂર્ણના શેઠ બ્રધર્સના પુત્ર શ્રી દેવેનભાઈ શેઠને એક એવી લગની લાગી છે કે તેમને પોતાના શહેરાને બનાવવું છે ગુજરાતનું સૌથી હરિયાળું શહેર. તેમની મહેનતથી આજે ગાંધીનગર બાદ ભાવગરમાં સૌથી વધુ પ્રમાણમાં લીલોતરી જોવા માળે છે.

કઈરીતે કરે છે હજારોની સંખ્યામાં વૃક્ષોનું જતન?


શરૂઆતમાં દેવેનભાઈ તેમની એસ.યુ,વી ઝાયલો ગાડીમાં ૪૦ – ૪૦ જેટલા ગેલન લઈને નીકળતા અને શહેરના રસ્તાઓ પર પાણી પીવરાવતા હતા. સમય જતાં વૃક્ષોની સંખ્યા વધી ગઈ. તેમણે છોટા હાથી જેવો ટેમ્પો ખરીદ્યો. અને હવે તેઓ ૭૨૦૦થી વધારે વૃક્ષોમાં એક હાથે ડ્રાઈવિંગ કરે અને વૃક્ષોને પાણી છાંટતા જોવા મળે છે.

કઈરીતે સૂઝ્યું આ પ્રકારનું વૃક્ષોની સેવા કરવાનું કામ?


તેઓ એકવાર બેંગલુરુના પ્રવાસે ગયા હતા. એ સમયે એમને ઇચ્છા થઈ આવી કે કાશ મારું શહેર પણ આવું જ હરિયાળું બને. એક વખત બન્યું એવું કે તે સમયે ૧૧૧ લીમડાના વૃક્ષ આપ્યા શહેરના કોર્પોરેશનને પરંતુ તેમનો જીવ કકળી ઊઠ્યો એ જાણીને કે તે વૃક્ષો જતન વિનાજ કરમાઈ ગયા.

આ પર્યાવરણ પ્રેમી ધનાઢ્ય ઉદ્યોગપતિને એવી ચાનક ચડી કે તેઓ જાતે આખા શહેરમાં વૃક્ષો વાવીને તેમનું જતન કરવાના ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા.


તારી ડાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે… ગીત સાંભળ્યું હશે. જે ગુરુજી રવિન્દ્રનાથ ટાગોરનું છે… આ પંક્તિને સાર્થક કરી રહ્યા છે આ પ્રકૃતિ પ્રેમી…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ