જલ્સા કરોને જેંતીલાલ

દિશા વાકાણીનો આ અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય, ટેલીવૂડ સ્ટાર્સની અભિનય ઉપરાંતની ઉપલબ્ધીઓ જાણી તમારી આંખો ચાર થઈ જશે.

આજે બોલીવૂડની જેમ જ ટેલીવૂડ પણ અત્યંત લોકપ્રિય છે. પછી તેના ડેઈલી સોપ્સ હોય કે પછી તેના રીયાલીટી શો હોય કે પછી સ્ટેન્ડઅપ કોમેડી શો હોય. બોલીવૂડ સ્ટાર્સની જેમ જ ટેલીવૂડ સ્ટાર્સ પણ ઘણા લોકપ્રિય છે.


કેટલાક ડેઈલીસોપ ફેન્સ તો સીરીયલની વાર્તામાં એટલા ઓતપ્રોત થઈ જાય છે કે તેમને તેમના રીયલ નામની પણ ખબર નથી હોતી અથવા તો તેઓ તેમને તે જ કેરેક્ટર તરીકે જુએ છે. જેમ કે સ્મૃતિ ઇરાની હાલ તો એક મોટી મંત્રી બની ગઈ છે. પણ તેણી જ્યારે સાસ ભી કભી બહુથીમાં આવતી હતી ત્યારે લોકો તેને તુલસીના નામથી જ જાણતા હતા અને જાહેરમાં પણ લોકો તેને તુલસી કહીને પણ સંબોધતા હતા.


તો તમારા આ લાડીલા ટેલીવૂડ સ્ટાર્સની કેટલીક અજાણી વાતો અમે આજના આર્ટીકલમાં લાવ્યા છીએ.


રોનિત રોય

રોનિત રોયને ટેલીવીઝનનો અમિતાભ બચ્ચન માનવામાં આવે છે. આજે પણ તે ફેન્સમાં એટલો જ પ્રિય છે.


તમને જણાવી દઈએ કે એક્ટિંગ ઉપરાંત તે પોતાની સિક્યોરીટી એજન્સી પણ ધરાવે છે અને તે અમિતાભ જેવા સુપરસ્ટારને પ્રોટેક્શન પુરુ પાડે છે.


આશકા ગોરડીયા

આશકા ગોરડીયાને તો તમે સારી રીતે ઓળખતા જ હશો. તેણીએ કુસુમ, કુટુંબ અને લાગી તુજસે લગનમાં તો અવનવા પાત્રો ભજવ્યા જ છે અને હજુ પણ તમને યાદ ન આવતું હોય તો સીરીયલ મહારાણા પ્રતાપમાં તેણીએ મહારાણા પ્રતાપની છોટીમાંનું પાત્ર ભજવ્યું હતું અને તેણીએ તે ખુબ જ સારી રીતે ભજવ્યું હતું.


તેણીએ રીયાલીટી શો બીગબોસમાં પણ ભાગ લીધો હતો. પણ તમને કદાચ તે ખ્યાલ નહીં હોય કે આશકા એકતા કપૂરની ભૂતપુર્વ સેક્રેટરી પણ છે.


દિશા વાકાણી

‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’થી લોકોના ઘરેઘરે અને કહો કે લોકોના હૃદયે હૃદયે પહોંચી ગયેલી દીશા વાકાણીએ આ પહેલાં જોધા અકબરમાં ઐશ્વર્યાની દાસીનું પાત્ર ભજવ્યું હતું તેમજ કેટલીક બી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


તારક મહેતામાં તમે ભલે તેણીને હંમેશા સાડીઓમાં એક આદર્શ ગુજરાતી ગૃહિણી તરીકે જોતા હોવ પણ રીયલ લાઈમાં તેણી તેના કરતાં બોલ્ડ છે. અને તેણીને વેસ્ટર્ન આઉટફીટમાં દ્રશ્યો આપવામાં પણ કોઈ જ વાંધો નથી.


નંદીશ સંધુ

‘ઉતરન’ કલર્સની અત્યંત લોક પ્રિય સિરિયલમાં વીર સિંહ બુંદેલાનો લીડ રોલ કરનાર નંદીશ સંધુ થોડા વર્ષો પહેલાં તેના ડીવોર્સના કારણે ચર્ચામાં હતો પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તે એક ફાઇટર પાયલટ પણ હતો.


આ ઉપરાંત તેણે હોટેલ મેનેજમેન્ટ કર્યું છે અને હોટેલમાં કામ પણ કર્યું છે.


અલી અસગર

કોમેડી નાઇટ્સ વિથ કપીલ શર્માની અગાઉની સીઝનમાં દાદીનું પાત્ર ભજવનાર અલી અસગર એક વેલ એજ્યુકેટેટ વ્યક્તિ છે. તેણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે.

તમને એ જાણીને નવાઈ લાગશે કે પોતાના કુટુંબ સાથે રહેવા માટે તેણે હોટેલ મેનેજર તરીકેની વિદેશમાં મળતી નોકરીને ઠુકરાવી દીધી હતી.


સૌમ્યા ટંડન

આજકાલ ખુબ જ લોકપ્રિય થયેલી કોમેડી સીરીઝ ‘ભાભી જી ઘર પર હૈ’ની અનિતા વિભુતી નારાયણ મિશ્રાએ સીરીયલો પહેલાં ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમને કદાચ યાદ હશે કે તેણી ‘જબ વી મેટ’ ફિલ્મમાં કરીનાની બહેનનું પાત્ર ભજવ્યું હતું.


પણ અભિનય ઉપરાંત તેણી એક સારી કવયિત્રી પણ છે. તેણે પોતાના કાવ્ય સંગ્રહ ‘મેરી ભાવનાએં’ નામથી પ્રકાશીત કર્યો છે જેના માટે તેણીને મોદી યંગ નેશનલ અવોર્ડ પણ મળ્યો છે.


રવિ ભાટિયા

ઝી ટીવી પર થોડા સમય પહેલાં આવતી જોધા અકબરમાં તેણે અકબરના દીકરા સલીમનું પાત્ર ભઝવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે તે એક બોક્સર પણ છે. તેમણે હીમાચલ પ્રદેશની બોક્સીંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યું છે.


દીવ્યાંકા ત્રીપાઠી

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘યે હે મુહોબ્બતે’માં ઇશીતાનું પાત્ર ભઝવાની લોકોના હૃદયમાં વસી ગયેલી દીવ્યાંકા મિસ ભોપાલ રહી ચુકી છે અને તેણી શૂટીંગમાં ગોલ્ડ મેડાલીસ્ટ પણ છે.


તમને જણાવી દઈએ કે આ પહેલાં તેણીએ ઝીટીવીની ‘બનું મેં તેરી દુલ્હન’ સીરીયલ પણ કરી છે.


ગૌતમ રોડે

ગૌતમ રોડે આમ તો કહી શકીએ કે એક દાયકા કરતાં પણ વધારે સમયથી ટેલીવીઝનના પડદે દેખા દે છે. તે પહેલાં પોપ આલ્બમમાં આવતો હતો. હાલ તે મહાકુંભ એક રહસ્ય સીરીયલમાં અભિનય કરી રહ્યો છે.


આ પહેલાં તેણે સંજલ લીલા ભણસાલી પ્રોડક્શનની ‘સરસ્વતી ચંદ્ર’માં સરસ્વતી ચંદ્રનું પાત્ર ભજવી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે તેને ઇન્ટરનેશનલ બ્રાન્ડની ઘડિયાલ વસાવવાનો ગાંડો શોખ છે.


અનસ રાશીદ

નામથી કદાચ તમે ન ઓળખતા હોવ પણ જો તમને એમ કહેવામાં આવે કે ‘દીયા ઓર બાતી’ સીરીયલનો સુરજ તો તરત જ તમે ઓળખી જશો. હા, આ સુરજ એટલે કે અનસ 2003માં મિસ્ટર પંજાબ રહી ચુક્યો છે.


અને તે માત્ર સિરિયલમાં જ એક હલવાઈ નહોતો પણ વાસ્તવમાં પણ તે એક રેસ્ટોરન્ટ ધરાવે છે. અને તેનો અવાજ પણ મધુર છે.


રાગીની ખન્ના

થોડાં વર્ષો પહેલાં સ્ટાર પ્લસ પર ખુબ જ પોપ્યુલર થયેલી સીરીયલ ‘સસુરાલ ગેંદા ફુલ’થી લોકપ્રિય થયેલી રાગીણી ખન્ના ગોવિંદાની ભાણી તો છે. અને તેણે એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.


સિરિયલોમાં આવતા પહેલાં તેણીએ ઘણી બધી પ્રોડક્ટ્સ માટે મોડેલિંગ પણ કર્યું છે. અને તેણી એક સારી સીંગર પણ છે.


કરણ કુન્દ્રા

કરણ કુન્દ્રા ‘કીતની મુહોબ્બત હૈ’ જેવી સુપર હીટ સીરીયલોમાં કામ કરી ચુક્યો છે આ ઉપરાંત તેણે કેટલીક બોલીવૂડ ફીલ્મ્સ તો કેટલીક પંજાબી ફીલ્મોમાં પણ કામ કર્યું છે. હાલ તે એમટીવીના એક રિયાલીટી શોને પણ હોસ્ટ કરી રહ્યો છે.


તમને જણાવી દઈએ કે કરણે યુ.એસ.એથી એમ.બી.એ કર્યું છે અને તે હાલ એક કોલસેન્ટર પણ ધરાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version