આ ટેકનીકના ઉપયોગથી ડેરી ઉત્પાદકો દૂધને ખરાબ થતા બચાવે છે…એકવાર જરૂર વાંચજો…

ભલે આપણે દૂધની થેલી લાવીએ કે, પછી સીધું જ તબેલામાંથી દૂધ લઈ આવીએ, પરંતુ તેને ઘરમાં ઉકાળવું તો પડે જ છે. અથવા તેને ખરાબ થતું બચાવવા માટે ફ્રિજમાં રાખવું પડે છે. પરંતુ શું તમને ખબર છે કે, તમે દૂધને ફ્રીજમાં રાખ્યા વગર અને ઉકાળ્યા વગર સાચવી શકો છો. તો જાણી લો આ રીત.હકીકતમાં, વીજળીનો ઉપયોગ કર્યા વગર દૂધને તાજું રાખવું સરળ નથી, પંરતુ ઈઝરાયેલના રિસચર્સે નવી શોધ કરીને તેને સાબિત કરી બતાવ્યું છે. આ શોધમાં શોર્ટ પલ્સ ઈલેક્ટ્રિક ફીલ્ડનો ઉપયોગ દૂધને ખરાબ કરનારા બેક્ટેરીયાનું મારણ કરવામાં કરી શકાય છે. તેનાથી દૂધને ફ્રીજની બહાર તાજા રાખવું સંભવ છે.આ ઈલેક્ટ્રોપોરેશન પ્રોસેસ દ્વારા બેક્ટેરીયાની કોષિકાઓની પત આરામથી ડેમેજ થઈ જાય છે. રિસર્ચ ટીમના ચીફ ડો.એલેક્ઝાંડર ગોલબર્ગ તેલ અવીવ યુનિવર્સિટીના પોર્ટર સ્કૂલ ઓફ એન્વાર્યમેન્ટલ સ્ટડીઝ સાથે જોડાયેલ છે. તેમના મુજબ, આ પ્રોસેસ ધરમાં સામાનય્ તાપમાનમાં રાખેલ દૂધમાં બેક્ટેરીયાથી ફેલાતા રોકે છે.તેના માટે ઉપયોગમાં લેવાતી એનર્જિ કોઈ પારંપરિક સ્ત્રોત કે સૂર્ય દ્વારા મેળવી શકાય છે. આ ટેકનોલોજી દૂધને ઉકાળવામાં લાગતી ઉર્જાથી ત્રણ ગણી વધુ કાર્યરત છે અને રેફ્રિજરેશનમાં લાગતી ઈર્જાથી બે ગણી વધુ પાવરફુલ છે. એટલે કે આ ટેકનોલોજીમાં દૂધને સુરક્ષિત કરવાની અન્ય રીતની તુલનામાં ઓછી ઉર્જા લાગે છે.

પલ્સ ઈલેક્ટ્રિક ફીલ્ડ પિર્ઝર્વેશન ટેકનોલોજીમાં વીજળીની સતત સપ્લાય જરૂર નથી. તેના માટે વીજળીની સપ્લાય એક દિવસમાં અંદાજે 5.5 કલાક નાના અને ફેમિલી સ્કેલના સોલાર પેનલ્સના ઉપયોગથી પૂરી કરી શકાય છે.આ ટેકનોલોજી એક બેસ્ટ, સામાન્ય અને ઉર્જા કુશળ મિલ્ક પ્રિઝર્વેશન સિસ્ટમ ઉપબલ્ધ કરાવે છે, જે દૂધને ખરાબ હોવાની સંભાવનાને ઓછી કરશે, એટલે કે તેનાથી વિકાસશીલ દેશોના નાના દૂધ ઉત્પાદકોની આવક વધશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી અને જાણવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી