આ ટેક્ષી ડ્રાઇવરના સંકલ્પે બદલી દીધી દુકાળ ગ્રસ્ત ગામની દશા અને દિશા…

‘જળ એ જ જીવન છે’ આ વાત આપણે ઘણી વાર સાંભળી છે. પરંતુ શું આ વાત ફક્ત વાત સુધી જ સીમિત છે કે આનો સાચો મતલબ પણ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો છે? આ સવાલ સાંભળીને કદાચ આપણે બધા મૌન થઈ જશું કારણકે આપણી પાસે આનો કોઈ જવાબ નથી. પણ કોઈ છે જે આ સવાલનો જવાબ જાણે છે તેને પાણીની કિંમત ખબર છે તેમનું નામ છે સુભાષ કદમ. એક બાજુ જ્યાં આપણે શહેરોની ચમક ધમકને સુખી જીવન જીવવા ના સપના જોઈએ છીએ પરંતુ કેટલાક લોકો એવા સપનાને સાચું કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરે છે. એમાંથી જ એક છે કદમ જેણે જળસંરક્ષણ ની દિશામાં નોંધનીય કામ કરી રહ્યા છે.


વર્ષ ૧૯૭૨ થી ૨૦૧૫ની વચ્ચેના ૪૩ વર્ષોમાં ફક્ત બેજ વર્ષ સારો વરસાદ થયો છે. પેહલા જે ગામની માટી, જુવાર અને શેરડી જેવા પાક માટે આદર્શ માનવામાં આવતી હતી પરંતુ સારી માટી હોવાછતાં પણ જયગામની સૌથી મોટી સમસ્યા હતી કે ત્યાં પાણીનો અભાવ હતો. જયગાવના રહેવાસીઓ મુખ્ય રૂપથી એક વર્ષના આઠ મહિના સુધી પાણીના ટેન્કર પર નિર્ભર કરતું હતું.ગામમાં લગભગ ૩.૫લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે જયગાવને દુકાળપ્રુફ ગામમાં બદલવાનો શ્રેય સુભાષ કદમ જેમને નાથજી પણ કહેવામાં આવે છે જેમના પ્રયાસોથી શક્ય બન્યું છે. કદમ ફક્ત ચાર વર્ષના હતા જ્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. નાનપણથી જ પોતાના પરિવારની ખૂબ નજીક હતા અને પોતાના ગામને દુકાળમાં સંઘર્ષ કરતા તેમણે પોતાની આંખે જોયા છે.


સમયની સાથે કદમના બધા સાથીઓ ગામ છોડીને રોજગાર માટે મુંબઈ તરફ ચાલવા લાગ્યા તેમાં તેઓ પણ સામેલ હતા કેમકે પુરા પરિવારની જવાબદારી હવે ૧૮ વર્ષીય કદમના ખભા પર હતી. સપનાનું શહેર મુંબઈમાં જઈને કદમે ટ્રાવેલ એજન્સીમાં, કારમાં, બસો વગેરેમાં ડ્રાઈવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેનાથી થનારી આવક માંથી તેણે પોતાની બેનના લગ્ન માટે પર્યાપ્ત નાણાં ની બચત કરવા લાગ્યા. આ દરમિયાન જ વર્ષ ૨૦૦૭ માં કદમને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા ‘ ખુશી કાર્યક્રમ’માં ભાગ લેવાનો અવસર મળ્યો. જેણે કદમના જીવનને બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એ કાર્યશાળા પછી કદમનું જીવન નવો વળાંક લઈ ચૂક્યું હતું. હવે તે ફક્ત પોતાના માટે જ નહીં બધા માટે વિચારવા લાગ્યા હતા.

કદમ જણાવે છે કે, “મને એવું લાગ્યું કે આજકાલ યુવાનો મોટા શહેરોમાં પ્રવાસ કરવા જાય છે તો તેમના ગામની સ્થિતિ શુ થતી હશે અને વધારે અસંતુલન આવી જતું હશે. એવાં માં મેં સંકલ્પ કર્યો કે આ સ્થિતિને સમય રહેતા સુધારવી છે કેમકે હવે નહિ તો ક્યારેય નહીં.” આ વાતને સમજ્યા પછી તેમણે શહેર છોડીને ફરીથી પોતાના ગામ જયગાવમાં પરત ફર્યા ગામને સારું બનાવવા માટે. ગામમાં આવીને કદમે સૌ પેહલા ગામમાં ખુલ્લા માં શૌચ મુક્ત કરવાનું બીડું ઝડપ્યું અને શૌચાલયના નિર્માણની માંગની સાથે જ તેમણે જળસંરક્ષણના વિકલ્પ શોધવાની પણ શરૂઆત કરી. ગામમાં ઘણી સમસ્યાઓ હતી અને તેને કોઈની મદદ વગર સમાધાન ખૂબ મુશ્કેલ હતું. એટલે કદમે નિર્ણય કર્યો કે પોતાના વિચાર ને સાકારરૂપ આપવા માટે તેમણે સરપંચની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો અને ગામના રહેવાસીઓએ તેમનો સાથ આપ્યો અને તે ૩૨ વર્ષની ઉંમરમાં જયગાવના સરપંચ બની ગયા. ત્યારપછી તેમણે ગામની પાણીની સમસ્યાનું સમાધાન કરવા માટે પોતાના પ્રયાસો શરૂ કરી દીધા.

તેમણે આર્ટ ઓફ લિવિંગની નદી કાયાકલ્પ પરિયોજનાના સહયોગથી પાણીની અછતના મુદ્દાનું સમાધાન કર્યું. સાથે જ ગામના લોકોને પાણીનું મહત્વ સમજાવવા દરેક વ્યક્તિનો સંપર્ક પણ કર્યો. આજે કદમ પોતાના ગામમાં જે હવે આર્ટ ઓફ લિવિંગના ટીચર રૂપે કાર્ય કરે છે. ગામના લોકો વચ્ચે આધ્યાત્મિક સશક્તિકરણના માધ્યમથી સેવા અને સ્વામીત્વની ભાવનાને ફરીથી ઉતેજિત કરવા માટે સામુદાયિક ભવન કાર્યશાળાઓનું પણ આયોજન કરે છે. કદમે પોતાના ગામમાં સ્ટોપ ધ વોટર સેવ ધ વોટરના નામથી એક અભિયાન પણ શરૂ કર્યું છે. જ્યાં ગ્રામીણો ને ‘લિફ્ટ સિંચાઈ’ જેવી તકનીકો શીખવી અને બોલ્ડર બાંધો અને અન્ય સંરચનાઓના નિર્માણથી તેમને પાણી બચાવવામાં મદદ મળી શકે છે અને પાણીને અન્ય સ્રોતથી સીધુ ચેનલમાં લાવવા માટે પણ મદદ મળી શકે છે. કદમના પ્રયાસો, ગ્રામીણ અને સ્વયંસેવકોની મેહનત હવે દેખાય રહી છે. જયગાવના નદી કાયાકલ્પ માટે કરવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ પ્રયાસના ફળસ્વરૂપે વર્ષ ૨૦૧૭માં સત્યમેવ જયતે વોટર કપમાં પહેલું પુરસ્કાર આપવામાં આવ્યું છે.

હવે કદમનું સપનું છે કે જયગાવને એક આદર્શ ગામમાં બદલવાનું અને પોતાના લક્ષ્યની પૂર્તિ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. કદમે પ્રણ લીધું છે કે ” જ્યાં સુધી તેમનું ગામ પુરી રીતે સશક્ત અને આત્મનિર્ભર નહિ બને ત્યાં સુધી તે વાળ અને દાઢી કપાવશે નહિ.” કદમની મેહનત અને પ્રયત્નો બહુ જલ્દી રંગ લાવશે કેમકે તેમનું પૂરું ધ્યાન પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત છે.