જલ્સા કરોને જેંતીલાલ

આ સુપ્રસિદ્ધ અને પ્રાચિન મંદિરોમાં ભક્તો શ્રદ્ધાથી કરે છે દર્શન, જ્યાં આદિકાળથી અનેક રહસ્યો અકબંધ છે…

પ્રાચિનકાળમાં જ્યારે મંદિર બનાવવામાં આવતાં ત્યારે વાસ્તુશાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાન એમ બંને બાબતોને ધ્યાનમાં રાખીને તેનું બાંધકામ કરાતું. ભારતની આદિકાળથી ચાલી આવતી મંદિર સંસ્કૃતિ દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિઓમાંથી એક છે. જેની એક એક પરંપરાપ અને રિવાજો પાછળ ધાર્મિક અને માર્મિક કારણો રહેલાં છે. દુનિયાભરમાંથી જો સનાતન હિન્દુ સંસ્કૃતિના સદીઓ જૂના મંદિરો અને તેના સ્થાપત્યોનો અભ્યાસ કરવામાં આવે તો એ સમયની ત્યાંની રહેણીકરણી, રાજા – મહારાજાઓના વહીવટો, એ સમયના લોકોની વિચારસરણી, તેમની બુદ્ધિમતા અને પહેરવેશ પણ જાણી શકાય છે.

આજે અમે તમારા માટે એવા ૯ મંદિરોની રસપ્રદ માહિતી લઈને આવ્યાં છીએ જે ખરેખર તો પ્રાચિન સંસ્કૃતિની ધરોહર છે અને જેનો વારસો આજે સદીઓ સુધી જળવાઈ રહ્યો છે. વળી, એમાંથી કેટલાંક મંદિરો કુદરતી રીતે સ્વયંભૂ સ્થાપિત થયા છે તો એમાંથી અમુક મંદિરો એ સમયના રાજાઓ અને સાશકો પણ મંદિરોની સ્થાપના કરાવતા હતા. એ સમયમાં મંદિરો પ્રજા અને રાજાના સમન્વયનું મુખ્ય સ્થાન ગણાતું હતું. કહેવાય છે કે પ્રજા તરફથી મળતું મંદિરનું દાન એ સેવાકાર્યો અને પ્રજાના લાભાર્થે જ ઉપયોગમાં લેવાતું અને રાજા પોતાનું ભંડોળ સુરક્ષિત રાખવા માટે પણ મંદિરોનું બાંધકામ કરાવતા.

યુદ્ધ જેવા સંકટના સમયે મંદિરોના ભૂગર્ભમાં એવા રહસ્યમય દરવાજાઓ અને રસ્તાઓ બનાવવાતા જેથી રાજકીય પરિવાર તેમાંથી પસાર થઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી જઈ શકતા. વળી, આજના સાંપ્રત સમયની જેમ જે રીતે નાણાકિય વહિવટના નિર્ણયો રિઝર્વ બેન્ક દ્વારા થાય છે એ રીતે પ્રાચિન સમયમાં મંદિરના મહંતો અને રાજાના દિવાનો રાજકીય ખજાનાનો વહીવટ સંભાળતા અને તેને મંદિરના જ ભૂગર્ભના રસ્તે ગૂપ્ત રાખતા. જે રીતે આજના સમયમાં આપણે આપણી સંપત્તિ અન્ડરગ્રાઉન્ડ લોકરમાં રાખીએ છીએ તેમ જ એ ખજાનો ત્યાં સચવાય છે.

આવો, એવા ૯ પ્રાચિન મંદિરોની મહત્તા જાણીએ, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે એ પ્રાચિન મંદિરોના દર્શન કરવા જવાની જરૂર ઇચ્છા થઈ જશે. ભારત દેશમાં પૌરાણીક મંદિરોમાં આજે પણ કેટલાંક રહસ્યો આજે પણ અકબંધ છે. જેને આજ સુધી કોઈ જાણી નથી શક્યું. આવો, એ પ્રસિદ્ધ ભારતીય રહસ્યમયી મંદિરો ક્યાં આવેલાં છે અને કયાં – કયાં છે જાણીએ.

૧ કરણી માતાનું મંદિર

આ મંદિર બિકાનેર રાજસ્થાનમાં સ્થિત છે. કરણી માતાના મંદિરમાં રહે છે હજારો કાળા ઉંદરડા. કહેવાય છે કે ઓછામાં ઓછા ૨૦,૦૦૦થી વધુ ઉંદરો છે ત્યાં. તમારે આ મંદિરના દર્શન કરતી વખતે ધ્યાન રાખવાનું રહેશે કે તમારો પગ એક પણ ઉંદર પર પડવો ન જોઈએ. એથી ઊંધું જો કોઈ ઉંદર દર્શન કરતી વખતે તમારા પગ પરથી પસાર થઈ ગયો તો સમજવું ખૂબ સારા શકન થયા અને કોઈ મનોકામના ચોક્કસ પૂરી થશે. વધુમાં કાળા ઉંદરોની ભીડમાં જો તમને કોઈ સફેદ ઉંદર દેખાઈ ગયો તો તેને ચમત્કાર જ ગણવો અને કોઈ અણધાર્યો લાભ જરૂર થશે એવું માનવામાં આવે છે. અહીં ઉંદરોને ભોજન અને દૂધ અપાય છે અને તેમની દેખરેખ પણ રાખવામાં આવે છે. આ મંદિરને ઉંદરોવાળું મંદિર પણ કહે છે.

૨ કન્યાકુમારી દેવી મંદિર

કન્યાકુમારી સ્થળને ભારતનું અંતિમ અને સૌથી નીચે આવે સ્થળ મનાય છે. અહીં અરબ સાગરના સમુદ્ર તટ્ટ પર જ કુમારી દેવીનું મંદિર છે. આ મંદિરની પહેલી ખાસિયત અને રિવાજ એ છે કે અહીં દર્શન કરવા આવતા પુરુષોએ કમરથી ઉપરના વસ્ત્રો કાઢીને દર્શન કરવાના રહે છે. પૌરાણીક કથા અનુસાર અહીં સમુદ્ર તટ્ટ પર આવેલા આ મંદિરના દેવીના વિવાહ સંપન્ન ન થવાને લીધે વધેલાં દાળ અને ભાત કાંકરા – પત્થર થઈ ગયાં. આશ્વર્યની વાત એ છે કે આ સમુદ્રને કિનારેથી નીકળતાં કાંકરા – પત્થરો દાળ – ચોખા જેવાં જ દેખાવમાં લાગે છે.

૩ મેરુ – કૈલાશ પર્વત

હિમાલય પર્વત પર આવેલ સૌથી ઉચ્ચત્તમ શૃંખલામાં કૈલાશ પર્વતનું નામ આવે છે. કૈલાશ પર્વતની હિન્દુ સંસ્કૃતિની સૌથી પૂરાતન સંસ્કૃતિમાંથી એક છે. અને તેના વિશે અનેક દંતકથાઓ અને મહિમા વેદો અસને પૂરાણોમાંથી મળી આવે છે. પૌરાણીક માન્યતા અનુસાર દુનિયાનું સૌથી ઉંચી પર્વતની ટોચ મેરુ પર્વત એ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. જેની પાસે માનસરોવર પણ આવેલ છે. આ સંપૂર્ણ ક્ષેત્રને શિવધામ અને દેવલોક કહેવાયું છે. આ સ્થળનું સુંદરતા અને પ્રાકૃતિક વાતાવરણ સ્વર્ગીય આનંદ અપાવે તેવું છે.

આ સ્થળ ધાર્મિક માન્યતાઓ સાથે અહીંનો પ્રવાસ અને યાત્રા રહસ્યો અને ચમત્કારોથી પરિપૂર્ણ છે.

૪ શનિ શિગણાપૂર

શનિમહાદેવનું આ મંદિર દેશના બધા શનિમંદિર કરતાં અતિ મહત્વનું ગણાય છે. આ મંદિરની ખાસિયત છે કે અહીં દર્શન કરવા મામા – ભાણેજની જોડીએ એક સાથે પૂજા કરવા અવાય છે. ખુલ્લા આકાશ નીચે આ મંદિરમાં છત કે ગુંબજ બનાવ્યા વિના જ સૂર્યપૂત્ર શનિમહાદેવની કાળી સંગેમરમરની મૂર્તિ બિરાજેલી છે. કહેવાય છે કે એક સ્થળે મામા ભાણેજ ખેતરમાં ખોદકામ કરતા હતા અને શનિમહાદેવની આ મૂર્તિ મળી આવી છે. એ ગામમાં શનિદેવના પ્રતાપથી આખું ગામ ડરે છે. તેથી માન્યતા છે કે અહીં ગામમાં એક પણ ઘરમાં તાળાં મારવામાં નથી આવતાં. અહીંના ઘરોમાં દરવાજા અને બારીઓ પણ પડદા જરૂર લગાવેલા છે પરંતુ કડી અને તાળાં નથી હોતાં. માન્યતા અનુસાર જે કોઈ ચોરી કરે છે એમને શનિદેવ સ્વયં કોપાયમાન થઈને સજા કરે છે.

૫ સોમનાથ મંદિર

દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીને એક સૌથી મહત્વનું આ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લામાં આવેલું છે. કહેવાય છે કે સ્વયંભૂ ૨૪ શિવલિંગ હતાં જેમાંથી બાર પ્રખર છે. આ શિવલિંગ આકાશમાં સ્થિત કર્કવૃતમાં આવેલ રેખા નીચેથી પસાર થાય છે. આ મંદિર પર સદીઓથી અનેક વખત ભારત દેશના દુશ્મનો દ્વારા તે સમયના રાજા પર ચડાઈ કરાવાઈ છે મંદિરને તોડી પડાયું હતું અને તેનો ફરીથી જીર્ણોદ્ધાર કરાયેલો છે. સમુદ્ર કિનારે આવેલ આ મંદિરનો ઉલ્લેખ વેદો અને પૂરાણોમાં પણ છે. અહીં સોમ એટલે કે ચંદ્રદેવ. દંતકથા અનુસાર અહીં ચંદ્રને શિવે સંરક્ષણ આપ્યું હતું. જેથી તેનું નામ સોમનાથ પડ્યું છે.

૬ કામાખ્યા મંદિર

આ મંદિરને તાંત્રિકોનું ગઢ કહે છે. અહીં માતાજીના ઉપાસકો તેમની વિદ્યા સિદ્ધ કરવા તપ કરે છે. મા ભગવતીના ૫૧ શક્તિપીઠમાંથી એક મહત્વનું મંદિર છે. આ મંદિર આસામના ગુવાહાટીથી ૮ કિલોમીટર દ્દૂર પહાડની ગૂફામાં આવેલ છે. આ મંદિર ગૂફાની અંદરથી જઈને પણ ૨૦ ફિટ ઉંચાઈએ આવેલું છે. અહીંની માન્યતા છે કે વર્ષમાં એકવાર મા ભગવતી રજસ્વલા અવસ્થામાં આવે છે. નિરંતર ૩ દિવસ સુધી જળપ્રવાહના સ્થાનેથી ગર્ભગ્રહસ્થ મહામુદ્રામાંથી રક્ત વહે છે. આ એક એવું માત્ર મંદિર છે જ્યાં માતાજીની યોનીની પૂજા થાય છે.

કહેવાય છે કે મા ભગવતી શંકર ભગવાનના પત્ની સતી થયાં ત્યારે એમના અંગોને લઈને સમસ્ત સૃષ્ટિમાં ફર્યા અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેમના અંગોના ભાગ કરી મૂક્યા. જે વિવિધ સ્થળોએ જઈને પડ્યા અને એ દરેક સ્થળ શક્તિપીઠ કહેવાય. અહીં માતાજીની યોની પડી હતી. જેની અનોખી રીતે આજે પણ પૂજા થાય છે.

૭ અજંતા – ઇલોરા

અજંતા – ઇલોરા મંદિરની ગુફાઓ છે. જે મહારાષ્ટ્રના ઓરંગાબાદ શહેર પાસે આવેલ ગુફાઓમાં દેવી – દેવતાઓની મૂર્તિઓ કંડારીને બનાવાયેલ છે. આ ગુફાઓમાં બનેલ મૂર્તિઓ મોટા – મોટા પહાડી પત્થરોને કોતરીને બનાવાઈ છે. આ ગુફાઓને વિશ્વના ઇતિહાસમાં પૌરાણીક ધરોહર તરીકેની માન્યતા પ્રાપ્ત થયેલી છે. ૨૯ ગુફાઓ અજંતાની છે અને ૩૪ ગુફાઓ ઇલોરાની છે. આ ગુફાઓ પાછળ અનેક રહસ્યો હોઈ શકે એવું અભ્યાસુ લોકો કહે છે અને તેની પર આજે પણ દુનિયાભરમાંથી લોકો રિસર્ચ કરવા આવે છે. કહેવાય છે કે આદિકાળના ૠષિ મુનિઓ અહીં ઘહન તપસ્યા કરવા આવતા હતા.

૮ ઉજ્જૈનનું કાળ ભૈરવ મંદિર :

આ મંદિરની મહત્વની વાત જગજાહેર છે. અહીં ભગવાન કાળ ભૈરવની મૂર્તિ મદિરા પાન કરે છે. અહીં પ્રસાદ તરીકે પણ મદિરા ચડાવાય છે અને લોકોને એજ પ્રસાદ તરીકે આપવામાં પણ આવે છે. અહીંની આસપાસની દરેક મદિરાની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહે છે.

૯ જ્વાલા દેવી મંદિર :


હિમાચલ પ્રદેશમાં આવેલ આ જ્વાલા માતા મંદિરમાં નવ અલગ અલગ અખંડ જ્યોતિ છે. જે સ્વયં પ્રગટ થયેલી છે. આ મંદિર પણ માતાજીના ૫૧ શક્તિપીઠ પૈકીનું એક છે. પૂરાણોમાં આવેલી દંતકથા અનુસાર અહીં માતા સતીની જીભ પડી હતી. અહીંના મંદિરમાં વધુ એક વાત છે જે ભાવકોને માટે આશ્વર્યનું કેન્દ્ર બની રહે છે. અહીં તાંબાનો એક પાઈપ છે જેમાંથી આટલી ઠંડીમાં પણ કુદરતી રીતે ગેસ બહાર નીકળે છે. આ મંદિરના દર્શન અને તેનો મહિમા અનોખો છે તથા તેની અખંડ જ્યોતનું રહસ્ય આજ સુધી કોઈ પામ્યું નથી.

Exit mobile version