ઇન્ડોનેશિયાની શાળામાં બાળકો દ્વારા માતાના પગ ધોવડાવી બાળકોને માતાનું સમ્માન કરતાં શીખવવામાં આવે છે

હમેશા કેહવામા આવ્યું છે કે માતાપિતાના ચરણોમાં જ સંતાનનું સ્વર્ગ સમાયેલું હોય છે. અને આપણી હીન્દુ પરંપરા પ્રમાણે આપણે રોજ સવારે માતાપિતાના ચરણોનો સ્પર્શ કરીને જ ઘરની બહાર જવાનું હોય છે. હાલ આ પરંપરા ક્યાંય ખોવાઈ ગઈ છે અને હવે માત્ર તહેવારોમાં પોતાના બર્થડેના દીવસે અથવા તો મધર્સડે-ફાધર્સડે પુરતા જ હવે સંતાનો પોતાના માતાપિતાના પગે લાગે છે. અથવા તો કોઈ લગ્ન પ્રસંગ હોય તો.

ભારતમાં દીવસે દીવસે વૃદ્ધાશ્રમો વધતા જઈ રહ્યા છે અને સાથે સાથે ન્યુક્લિયર ફેમિલિની સંખ્યા પણ. આજે સામાન્ય રીતે તમે ક્યાંય જશો તો ભાગ્યે જ તમને ક્યાંક સંયુક્ત કુટુંબ જોવા મળશે. નહીં તો માત્ર અમે બે અને અમારા બે અને હવે તો લોકો બે બાળકોને પણ નહીં માત્ર એક જ બાળક હોવાનું વધારે પસંદ કરે છે.

પણ આ શાળામાં બાળકોને માતા પ્રત્યેના માન તેમજ તેના મહત્ત્વની સમજ આપવા માટે એક અનોખી વિધિનું આયોજન કરવામાં આવે છે. જો તમે તમારા દ્રશ્ય પલટ પર જો ભારતની કોઈ શાળાની કલ્પના કરતાં હોવ તો થંભી જજો આ શાળા ભારતમાં નહીં પણ ઇન્ડોનેશિયામાં આવેલી છે. હા, ઇન્ડોનેશિયામાં.

ઇન્ડોનેશિયાની આ શાળામાં બાળકો દ્વારા માતાઓના ચરણ ધોવાની વિધિનું આયોજન કરવામાં આવે છે. અહી શાળામાં ભણતા બધા જ બાળકોની માતાઓને આમંત્રણ આપવામાં આવે છે. તેમને દરેકને ખુરશી પર બેસાડવામાં આવે છે અને બાળકોને તેમની નજીક ચરણો આગળ પાણીની બોટલ અને નેપ્કીન સાથે બેસાડવામાં આવે છે. અને બાળકો પાસે પાણી વડે માતાઓના ચરણ ધોવડાવવામાં તેમજ લૂછાવવામાં આવે છે.

અહીં શાળાનો ઉદ્દેશ બાળકોને પોતાની માતાઓ પ્રત્યે કેવો આદર ભાવ રાખવો જોઈએ તેમજ માતાનું તેમના જીવનમાં કેટલું ઉંચુ સ્થાન છે તે સમજાવવા માટેનો હતો. તેમને એ શીખવવાનો હતો કે તમારી માતાના ચરણોમાં જ સ્વર્ગ સમાયેલું છે. અને આજીવન તેમણે માતાપિતાનું ધ્યાન રાખવું તેમનો આદર કરવો તે શીખવવાનો છે.

આજના જમાનામાં બાળકોને એ સમજાવવું કે તેમના માતાપિતા કેટલી તકલીફો વેઠીને કેટલા ભોગ આપીને તેમને સુખી જીવન આપી રહ્યા છે તે અઘરુ થઈ રહ્યું છે. અને તેવા સંજોગોમાં શાળા દ્વારા લેવામાં આવેલું આ પગલું ખરેખર વખાણવા યોગ્ય છે.

ઇન્ડોનેશિયા દેશનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. ઇસ્લામમાં સ્ત્રીઓ માટે ભલે કેટલાક કડક કાયદાઓ સમાયેલા હોય પણ તેમાં પણ સ્ત્રીઓ અને માતાઓ પ્રત્યે સમ્માન અને નમ્રતા રાખવાનું કહેવામાં આવ્યું છે. જોકે કુરાનમાં પણ માતાના મહત્ત્વને ખુબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. જોકે સોશિયલ મિડિયા દ્વારા શાળાના આ પ્રયાસને કેટલીક નકારાત્મકતાનો પણ સામનો કરવો પડ્યો હતો.

અહીં ઇન્ડોનેશિયામાં માતાપિતાના પગ ધોવડાવવા કે પછી તેમને પગે લાગવાનો કોઈ નિયમ નથી પણ બાળકોમાં પોતાના માતાપિતા માટે સમ્માન જાગે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કવરામાં આવ્યું હતું. અને અવારનવાર કરવામાં આવે છે. કદાચ શાળામાં આપવામાં આવતા આવા મૂલ્યવાન શીક્ષણના કારણે જ ઇન્ડોનેશિયામાં આજે એકપણ વૃદ્ધાશ્રમ નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ