ભારતના આ શહેરનો આ વિસ્તાર છે સૌથી મોંઘો ! એક સ્વેરફૂટ માટે અધધ કીંમત ચૂકવવી પડે છે.

આજે દરેક વ્યક્તિ એક નહીંને બીજા બહાને વધતી મોંઘવારીની વાતો કરતો હોય છે. જેમાં કશું જ ખોટું નથી પણ આ સ્થિતિ ક્યારેય સુધરવાની નથી. મોંઘવારી હંમેશા વધતી જ જશે. આપણે મોંઘવારીને હંમેશા સમય સાથે સરખાવીએ છીએ, જેમ કે અમે નાના હતાં ત્યારે ફલાણી વસ્તુ આટલામાં આવતી હતી અને હવે આ વસ્તુ આટલામા આવે છે પણ હવે તમારે જો મોંઘવારીને સરખાવવી જ હોય તો આજના જ સમયના બીજા શહેરો સાથે તેને સરખાવો.

દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં ભલે ભારતના કોઈ શહેરનું નામ ન આવે પણ દેશના એક શહેરના એક વિસ્તારની એટલી કીંમત છે કે તમારે ત્યાં ઘર લેવા માટે કોઈ માલેતુજાર જ હોવું જોઈશે. જો કે તમને જણાવી દઈએ કે આ વર્ષે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં ટોચ પર કોઈ એક શહેર નહીં પણ ત્રણ શહેરો છે. અને તે છે પેરિસ, સિંગાપોર અને હોંગકોંગ.

અને જો વસવાટ માટે ભારતનું જો કોઈ સૌથી મોંઘુ શહેર હોય તો તે છે મુંબઈ અને મુંબઈના તારદેવ વિસ્તારમાં જો તમારે મકાન લેવું હોય તો તેની કીંમત સાંભળીને તો ભલભલાનો પરસેવો છૂટી જાય. અહીંના ઘરોની સરેરાશ કિંમત 56 હજાર રૂપિયા દર વર્ગફૂટના છે.

મળેલા અહેવાલ પ્રમાણે, તારદેવ મુંબઈનો અને દેશનો સૌથી મોંઘો વિસ્તાર છે અને ત્યાર બાદ નંબર આવે છે મુંબઈના જ વર્લી અને મહાલક્ષ્મી વિસ્તારોનું જ્યાં એક વર્ગ ફુટની કીંમત છે. અનુક્રમે 41,500 અને 40000 રૂપિયા. આ અહેવાલમાં દેશના દસ સૌથી મોંઘા રહેણાક વિસ્તારોની યાદી બનાવી છે.

આ અહેવાલ પ્રમાણે મુંબઈના દક્ષિણ વિસ્તારમાં આવેલા તારદેવ વિસ્તારતમાં એક સ્ક્વેર ફૂટ માટે ચુકવવા પડે છે 56,200 રૂપિયા. અને આ અધધ કીંમત સાથે તારદેવ વિસ્તાર દેશનો સૌથી મોંઘો વિસ્તાર છે. આ લીસ્ટમાં ટોપ થ્રી પર મુંબઈના જ વિસ્તારો છે.

જ્યારે ચોથા નંબર પર ચેન્નઈનો નુંગમબક્કમ વિસ્તાર છે જ્યાં પ્રતિ વર્ગ ફુટની 18000 રૂપિયા કિંમત છે જ્યારે પાંચમા નંબરે છે ચેન્નઈનો જ એગમોર વિસ્તાર જેની દર વર્ગ ફુટની કીંમત છે 15,100 રૂપિયા અને છઠ્ઠા નંબર પર છે દિલ્લીનો કરોલબાગ વિસ્તાર ત્યાં રહેવા માટે તમારે એક વર્ગ ફુટ માટે રૂપિયા 13500 ચુકવવા પડે છે. અને સાતમાં નંબર પર છે ચેન્નાઈનું અન્ના નગર છે જ્યાં દર વર્ગ ફુટે ચૂકવવા પડે છે રૂપિયા 13000.

જ્યારે આઠમાં નંબર પર છે દિલ્લીને સટોસટ એવો જ ગુરુગ્રામ વિસ્તારનો ગોલ્ફ કોર્સ રોડ અહીં રહેવા માટે રહેવાસીને ચુકકવા પડે છે દર વર્ગ ફુટે રૂપિયા 12500. તો વળી નવમાં અને દસમા નંબર પર છે પુણેનો કોરેગાંવ તેમજ કોલકાતાનો અલીપુર જેની અનુક્રમે પ્રતિ વર્ગ ફૂટ કીંમત છે રૂપિયા 12500 અને 11800.

જો તમને મુંબઈના આ ભાવ જાણીને આંચકો લાગ્યો હોય તો જરા વિશ્વના આ સૌથી મોંઘા શહેર એવા ફ્રાન્સના પેરિસમાં રહેણાક વિસ્તારનો ભાવ જાણી લો. અહીં એક સ્ક્વેર મિટર ખરીદવા માટે તમારી પાસે 9,445 યુરો ( રૂપિયા 7,45,359) હોવા જોઈએ. જોકે હાલ આ કીંમત દસ હજાર યુરો કરતાં પણ ઉપર જતી રહી છે. આપણા માટે એ સારી વાત છે કે મુંબઈ શહેરનો દુનિયાના સૌથી મોંઘા 100 શહેરોની યાદીમાં સમાવેશ નથી થતો. તો ગુજરાતના કોઈ શહેરની તો ક્યાં વાત જ આવે છે. માટે હવે આ મોંઘા શહેરોની મોંઘવારીમાંથી આશ્વાસન લઈને પોતાના સસ્તા શહેરમાં શાંતિથી જીવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ