જલ્સા કરોને જેંતીલાલ

લંડનમાં ચકચાર મચાવી ચૂક્યું છે આ સલૂન, અહીં થાય છે અરીસા વગર જ હેર કટીંગ..

અરીસા વિનાનું સલૂન? ક્યારેય સાંભળ્યું છે? તો હા, દુનિયામાં હવે એવું પણ બન્યું છે. જાણો હેર કટિંગ સલૂનમાં એક પણ અરીસો ન રાખવા પાછળનું રસપ્રદ રહસ્ય…

હેરસ્ટાઈલિસ્ટ સામે અરીસો ન જ હોય તો? ક્યારેય લીધો છે આવો અનુભવ? જુઓ ક્યાં આવેલું છે આ રસપ્રદ હેર સલૂન જ્યાં નથી એક પણ અરીસો…

આ હેર કટિંગ સલૂન છે કંઈક ખાસ, અહીં એક પણ અરીસો નથી… તેમ છતાં અહીં કલાની કદર કરતાં લોકો આવી રહ્યાં છે હેર સ્ટાઈલિંગ કરવા… જાણો તેની અદભૂત હકીકત…
એક એવું સ્થળ જ્યાં મોર્ડન આર્ટ નિહાળતાં તમે કપાવી શકો તમારા વાળ, પરંતુ અહીં એક પણ અરીસો નથી… જાણો છો તે ક્યાં આવેલું છે?

દક્ષિણ લંડનના પેકહેમ વિસ્તારામાં એક યુનિક સ્ટાઈલનું હેરડ્રેસિંગ સલૂન ખુલ્યું મૂકવામાં આવ્યું છે, જેમાં હેરકટ કરાવવા આવેલા ગ્રાહકો જેમાં વધારે તો મહિલાઓનો જ સમાવેશ થાય છે. તેઓ પોતાના વાળને કેવા કપાય છે તે તેઓ જરાપણ જોઈ શકતાં નથી. હવે તમને એ વાતની કલ્પના પણ કરવાની ઇચ્છા ન થાય કે તમારા અરીસામાં જોયા વગર જ કાપી નાખે છે.

શું છે આ નવા પ્રકારના સલૂનની ખાસિયત?

આ સલૂન માત્ર એવું સલૂન નથી કે જ્યાં અરીસા સામે બેઠેલ વ્યક્તિ પોતાની બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવે. પરંતુ અહીં એવું નથી. આ એક એવી આર્ટ ગેલેરી બનાવી છે જ્યાં સામે બેઠેલાં ગ્રાહકો તેને નિશ્ચિંતતાથી બેસીને નિરાંતે નિરખી શકે. આ કોન્સેપ્ટ એક એવો આર્ટિસ્ટિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટેનો છે જેનાથી તેમને પ્રોત્સાહન મળે અને લોકો આવી આર્ટ ગેલેરીમાં હેર ડ્રેસિંગના બહાને જોવા આવે.

અરીસા વગરના સલૂનનો વિચારઃ

ડીકેયુકેના માલિક, ડેનિયલ કેલીનું કહેવું છે કે લોકો ઇચ્છે છે કે અહીં હેર સેટિંગ કરાવવાના આવવાના બહાને આધુનિક કલાની પ્રસંશા કરવા માટે લોકો સમયનો ઉપયોગ કરે. સલૂનમાં અનેક નવીન પ્રકારની કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ જગ્યાને વિકસાવવા માટે આર્ટ્સ કાઉન્સિલ ઇંગ્લેંડને ભંડોળ પૂરું પાડ્યું છે.

કોણ કરે છે અહીં હેર કટિંગ?

અહીં યુ.કે.ના પ્રોફેશન્લી ટ્રેઈન્ડ અને ફાઈન આર્ટ્સમાં અભ્યાસ કરેલા કલા રસિકો અહીં હેર સ્ટાઈલિશ તરીકે જોડાયા છે. તેઓ કસ્ટમરની પસંદ અને જરૂરિયાતને એ રીતે સમજીને મોર્ડન સ્ટાઈલથી હેર ટ્રીટમેન્ટ કરી આપે છે જેથી ગ્રાહકોને કોઈ ફરિયાદ ન રહે, કારણ કે તે સમયે કસ્ટમર સામે અરીસા નથી હોતા. તેમની સામે હોય છે વિવિધ પ્રકારની કલાકૃતિઓના નમૂનાઓ…

કસ્ટમરોના અનુભવોઃ

અહીં હેર કટિંગ કરવા આવેલા લોકો અહીં આવીને નિરાંતે બેસે છે. તેઓ હેર ડ્રેસર આર્ટિસ્ટ્સ સાથે વાત કરે છે. તેમની પસંદગી કહે છે અને બેસી જાય છે પેન્ટિંગ્સ અને મિનિયેચર સ્કલ્પચર્સ જોવા માટે. એ સમયે તેમની સામે જુદા જુદા નજારા હોય છે. તેઓ ભૂલી જ જતા હોય છે કે તેઓ વાળ કપાવવા બેઠા છે!

એક ગ્રાહકનું કહેવું છે કે હું ક્યારેય કોઈ આર્ટ પીસની સામે આટલો બધો સમય નિરાંતે બેઠી જ નથી. વિવિધ એન્ગ્લથી જોવાની મને આજે મજા આવી.

તો અન્ય ગ્રાહકે સ્વીકાર્યું કે આમ અરીસા સામે બેસીને વાળ હંમેશાં કપાવતી હોય છું પણ આ રીતે અરીસા વગર હેર કટ કરાવવા મને રીસ્કી લાગ્યું. પણ અહીંના આર્ટીસ્ટ ખૂબ સારું કામ કરે છે. આ કોન્સેપ્ટ મને ગમ્યો.

લોકો કોઈ આર્ટ ગેલેરીમાં એક તો જતાં નથી અને જાય તો પણ માત્ર થોડીવાર આંટો મારીને ત્યાંથી નીકળી જતાં હોય છે. તેઓ અહીં વધુ સમય પસાર કરે. કલાકૃતિઓને નિહાળે અને તેની રચનાઓને નિરાંતે બેસીને સમજે એવા હેતુથી આ અનોખા હેર કટિંગ સલૂનને બનાવવામાં આવ્યું છે.

આશા છે આ નવા સાહસને ખૂબ બધા કદરદાનો મળી રહે. જો કે ભારત જેવા દેશમાં જ્યાં દરેક જગ્યાએ પ્રાચિન અને આધૂનિક કળાઓ કૂટી કૂટીને ભરી પડી છે, ત્યાં આવો કોઈ કોન્સેપ્ટ શરૂ થાય તો તમે ત્યાં જવાનું પસંદ કરો કે કેમ? જરૂરથી વિચારજો…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version