આ રીતે સોપારી ચાવવાથી થાય છે અઢળક અને અદ્ભૂત ફાયદાઓ…

સોપારી છે ગુણોનો ભંડારઃ માત્ર પાન અને પૂજામાં જ વપરાય છે એવું નથી તે સ્વાસ્થ્ય માટે પણ છે ખૂબ જ લાભદાયી…

image source

આપણે આપણાં વડીલોને સોપારીના કટકા ખાતાં જોયા હશે. અમુક વડીલો તો સૂડી વડે સોપારીનો બારીક ચૂરો કરવા માટે એટલા બધા ફેમસ હોય કે આપણે એમના ઘરે જઈએ ત્યારે એવું જ વિચારીએ કે પેલા દાદા સોપારીનો ચૂરો કરી આપશે ને? આગળના જમાનાના વડીલોમાં સોપારી ખાવાનું ખૂબ જ ચલણ હતું. જે આજે પણ અમુક પરિવારમાં જમીને સોપારી ખાવાની રીત હજુય ચાલે છે.

image source

પરંતુ સોપારી વિશે અમુક માન્યતાઓ એવી પણ પ્રચલિત રહેતી હોય છે કે સોપારી ખાવાથી દાંતનો દુખાવો થાય છે કે દાંત ખરાબ થઈ જાય છે અથવા તો લોહી પાતળું થઈ જાય છે વગેરે… પરંતુ તમને આજે અમે સોપારીના અનેક એવા ગુણ જણાવીશું જેનો આજની નવી પેઢીને ભાગ્યે જ ખ્યાલ હશે. અને જેમને સોપારીમાં રહેલા ગુણો વિશે નહોતી ખબર તેઓ આ વાંચીને જરૂર સોપારી ખાવાનું શરૂ કરી જ દેશે….

સોપારી વપરાય છે પાન અને પૂજામાં…

image source

અત્યાર સુધી આપણે સોપારીના બે જ મહત્વના ઉપયોગો જોયા છે. એક તો તે પીપળના પાન કે નાગરવેલના પાન સાથે પૂજામાં શાંતિ પાઠ, હવન કે કળશ સ્થાપન કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે કે પછી ખાવાના પાનમાં તેનો ચૂરો કરીને વપરાય છે. વધુમાં તેનો તૂરો અને પાચક રસ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે તેથી તે જમ્યા બાદ મુખવાસ તરીકે ખવાય છે એ આપણે જાણીએ છીએ તેથી તેને એમને એમ જ એકાદ કટકો મોંમાં મૂકીએ છીએ અથવા તો તેને વરિયાળીના મુખવાસમાં પણ ઉમેરીએ છીએ.

image source

દિવાળીના દિવસોમાં જાતજાતના મુખવાસ બનાવવામાં આવે છે. અથવા તો બજારેથી લાવવામાં આવે છે. આમાં પણ સૌથી મુખ્ય પદાર્થ તરીકે પણ લગભગ બધા જ મુખવાસમાં સોપારી જ ઉમેરાય છે. ત્યાર બાદ અન્ય વસ્તુઓ મીક્સ કરીને બનાવાતા હોય છે. એની સાથે સોપારીમાં એટલા બધા ગુણ હોય છે કે તે આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે.

સોપારીમાં ભરેલા છે એટલા બધા ગુણ કે તમને જાણીને નવાઈ લાગશે…

image source

તેને મોંમાં મૂકવાથી તે થોડો મોળો અને તૂરો રસ મોંમાં ભળે છે. જે પાચન માટે ખૂબ જ સારું છે. સોપારી ખાવાનું ડાયાબિટિઝના દર્દીઓને ખૂબ જ ગમતું હોય છે. આમાં જેમને મોં ચિકણું થઈ જતું હોય કે મોંનો સ્વાદ કોરો પડી જતો હોય છે. એ સમયે મોંમાં સોપારીનો ટૂકડો રાખવામાં આવે તો તેમાં જીભમાંથી લાળ ભળે છે. જે અમીરસ કહેવાય છે. આ પાચન માટે ખૂબ જ સારું છે અને જેમને વારેવારે મોળ ચડવી કે ઉબકા આવવાની તકલીફ હોય એમને માટે સોપારી ખૂબ જ ફાયદેમંદ છે. સોપારીમાં એન્ટિબેક્ટેરિયલ તત્વો હોય છે.

image source

જેમાં સોપારીના ફળને થોડું અગ્નીમાં બાળી દઈને તેની રાખ બનાવવાની હોય છે. આનો બનેલો પાવડર એક ડબ્બીમાં ભરી લેવાનો હોય છે. જેનો ઉપયોગ દંતમંજન તરીકે વાપરવામાં આવે છે. જેમને કોઈ વસ્તુ વાગી હોય અને લોહી નીકળતું હોય તો સોપારીના ભૂકાને પાણીમાં ઉકાળીને તેનો કાવો બનાવવાથી આ કાવાને ઘાવ પર લગાડીને સાફ કરવાથી તે જલ્દી રૂઝાઈ જાય છે. જેમને દાંતની તકલીફ હોય તેમણે પણ આ કાવાથી કોગળા કરવા જોઈએ. જેથી દાંતમાં સડો નથી થતો.

image source

એક રિસર્ચ મુજબ જેમને સોપારી ખાવાની ટેવ હોય તો તેમને તણાવ ઓછો રહે છે. આ એક એન્ટિ ડિપ્રેશન ટોનિક જેવું સાબિત થાય છે. સોપારી એવી વસ્તુ છે જે લગભગ દરેક દેશમાં મળે છે. જેમને પાન, માવો કે તમાકુ / ગુટખા ખાવાની ટેવ હોય તે શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

image source

તેની ખરાબ આદતને છોડાવવા માટે પણ સોપારી ખાવું જોઈએ. કહેવાય છે કે સોપારી લોહી પાતળું કરે છે પરંતુ જેમને કોલેસ્ટેરોલની તકલીફ હોય તેમણે થોડા પ્રમાણમાં સોપારી ચૂસવાની ટેવ પાડવી જોઈએ. જેથી તેમના રક્તનું પરિભ્રમણ સરળતાથી થઈ શકે અને તેમને હાઈ કે લો બ્લડ પ્રેશરમાં તકલીફ ન પડે.

image source

સોપારી એન્ટિઓક્સીડન્ટ પણ છે. જેથી તેનું થોડા પણ નિયમિત પ્રમાણમાં સેવન કરવાથી શરીરના કોષોને રીન્યુ કરવામાં પણ ઉપયોગી છે તેથી શરીર તંદુરસ્ત રાખવામાં તે ખૂબ જ મદદરૂપ થાય છે. લોહી શુદ્ધીકરણ કરવામાં અને પાચનતંત્ર તેમજ ચેતાતંત્રને ઉત્તેજિત કરવામાં તે ઉપયોગી છે. જેથી સોપારીએ તંદુરસ્તી જાળવવા માટે અક્સીર ઉપાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ