ક્લિક કરીને જોઇ લો આ પુરુષની તસવીર, નહિં દેખાય ઉંમરની અસર…

યુવાન દેખાવું કોને ન ગમે ? સ્ત્રી હોય કે પુરુષ બધા પોતાની સાચી ઉંમર છુપાયેલી રહે તેવું જ ઇચ્છતા હોય છે. ભલે મેકઅપ કરાવવો પડે, ભલે આઈબ્રો કરાવવો પડે, ભલે સફેદ વાળ પર કાલા રંગની ડાયનો પિછડો મારવો પડે પણ દેખવું તો યુવાન જ.

image source

ખાસ કરીને મહિલામાં. ક્યારેક પ્રસંગમાં કોઈ મહિલાને કોઈ નિર્દોષ બાળક આંટી બોલી દે. પછી તો બસ તેનું તો આવી જ બન્યું. ટૂંકમાં માણસને ગમે તે રસ્તો કરી પોતાને યુવાન દેખાવવું ગમે છે. પરંતુ એક વ્યક્તિ પણ છે જે પોતાના યુવાન દેખાવને કારણે પરેશાન છે. એટલું જ નહિ તેના વધુ પદડતાં યુવાન દેખાવાને કારણે તેના લગ્ન પણ નથી થઈ શક્યા.

વાંચીને નવાઈ લાગી ને ? યુવાન હોય તો વળી લગ્ન કેવી રીતે ન થાય ? પરંતુ આ હકીકત છે. ચાલો એ વિષે જરા વિસ્તારથી જાણીએ.

image source

ચીનના વુહાન શહેર ખાતે રહેતા ઝૂ શેંગકાઈ નામક આ વ્યક્તિની સાચી ઉમર તો 34 વર્ષની છે પણ તેનો ચેહરો જોઈ કોઈ ન કહે કે તેની ઉંમર આટલી હશે. તેના ચેહરા પર દાઢી કે મૂછ પણ નથી અને ચેહરો પણ નાનકડો જાણે 13 – 14 વર્ષનો બાળક કેમ ન હોય ? આ ઉપરાંત ઝૂ શેંગકાઈનો અવાજ પણ બિલુકલ બાળક જેવો જ છે. અજાણ્યા માણસ તેને હજુ પણ બાળક જ સમજી બેસે છે. ઝૂ શેંગકાઈના લગભગ તમામ મિત્રોના લગ્ન થઇ ગયા છે પણ બિચારા ઝૂ શેંગકાઈની આવી હાલતને કારણે તેના લગ્ન હજુ સુધી નથી થઇ શક્યા.

image source

તમને થશે કે ઝૂ શેંગકાઈને એવી તે કઈ બીમારી છે જેના કારણે તેનો સંપૂર્ણ વિકાસ નથી થઇ શક્યો ? તો તેની હકીકત એવી છે કે ઝૂ શેંગકાઈ જયારે 6 વર્ષનો હતો ત્યારે તેના માથા પર અકસ્માતે ઘા લાગ્યો. તેના માતાપિતા એને ડોક્ટર પાસે લઇ ગયા. ડોક્ટરોએ તાપસ કરતા માલુમ પડ્યું કે તેના માથા પર લોહીની ગાંઠ જામી ગઈ છે. જો કે બાદમાં ડોક્ટરોએ સર્જરી કરી તેની આ ગાંઠ કાઢી પણ નાખી હતી. અને સૌને લાગ્યું કે હવે ઝૂ શેંગકાઈ ઠીકઠાક છે.

image source

પણ જયારે ઝૂ શેંગકાઈ 9 વર્ષનો થયો ત્યારે તેના માતાપિતાને ધ્યાને આવ્યું કે ઉંમર પ્રમાણે તેનો શારીરિક વિકાસ નથી થઇ રહ્યો. જયારે તેને ફરીવાર ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેના મગજની પીયુશીકા ગ્રંથિને નુકશાન થયું છે એટલે તેનો વિકાસ નથી થઇ રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ