જલ્સા કરોને જેંતીલાલ

આ પાવર બેંક આપશે તમને બારે મહિના ચોવિસે કલાક મફત વીજળી.

હાલના સંજોગોમાં માણસ માટે શ્વાસ બાદ જો કોઈ વસ્તુનું સૌથી વધારે મહત્ત્વ હોય તો તે છે તેનો મોબાઈલ. અને મોબાઈલના શ્વાસ એટલે તેની બેટરી. ઘણા લોકો મોબાઈલથી એક ક્ષણ પણ અલગ નથી રહી જતાં માટે જો તેની બેટરી ઓફ થઈ જાય તો તેના માટે પણ ટેક્નોલોજીએ ઉપાય શોધ્યો છે જે છે પાવર બેંક. જેને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. અને ઘણા બધા લોકો પોતાની સાથે મોબાઈલના ચાર્જરની સાથે સાથે પાવર બેંક લઈને પણ ફરતા હોય છે.

પણ તમે જે પાવર બેંક વીચારી રહ્યા છો તે તો માત્ર તમારા મોબાઈલને જ ચાર્જ કરશે બહુ બહુ તો બે વાર ચાર્જ થાય તેટલો તેનામાં પાવર હશે. પણ અહીં જે પાવર બેંકની વાત કરવામાં આવી રહી છે તે પાવર બેંક તમારા આખા ઘરની વીજળીની જરૂરિયાતને પુરી કરે છે.

હા, આ પાવર બેંક જેને કંપનીએ પાવર પેકના નામે લોંચ કરી છે તે તમારી ઘરના લાઈટ, પંખા, ટીવી, રેફ્રીજરેટર જેવી મોટી મોટી ઇલેક્ટ્રોનિક આઈટમ્સને વિજળી પુરી પાડશે. આ પાવર બેંક સિંગાપુરની કંપની PTE લિમિટેડ લોન્ચ કરી છે જેનું નામ રાખવામાં આવ્યું છે ‘HANS’. આ સાધનને કંપનીએ ‘ફ્રી ઇલેક્ટ્રીસીટી જનરેટર’નું નામ પણ આપ્યું છે. તેની ખાસ વાત એ છે કે તે સૂર્ય ઉર્જા અને ઇલેક્ટ્રીસીટી બન્નેથી ચાર્જ થઈ શકે છે.


કંપનીએ દાવો કર્યો છે કે આ બેટરી સતત 12 વર્ષ સુધી ચાલશે અને માટે જ કંપની તરફથી આ બેટરીની વોરન્ટી પણ 12 વર્ષની આપવામાં આવે છે. આ પાવર બેંકની ખાસ વાત એ છે કે તેને માત્ર એક જ વાર ચાર્જ કર્યા બાદ તે સતત 300 કલાક તમને વીજળી પુરી પાડે છે. ત્યાર બાદ તેને ફરી ચાર્જ કરીને વપરાશમાં લઈ શકાય છે.

આ બેટરીની બીજી ખાસ વાત એ છે કે આટલી બધી વીજળી પુરી પાડવા છતા આ પાવર બેંકનું કદ ઘણું નાનું છે. તેને તમે તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો. કંપનીએ આ બેટરીના બે મોડેલ બહાર પાડ્યા છે જે તેની ક્ષમતાના હીસાબે છે. એક છે Power pack 150 અને એક છે PowerPack 300. અને તે પ્રમાણે તેની કીંમતમાં પણ થોડો ફરક છે. ઓછી કેપીસીટી વાળા પાવર પેકની કીંમત 9990 રૂપિયા છે જ્યારે વધારે કેપેસીટી વાળા પાવર પેકની કીંમત છે 12500 રૂપિયા.


આ પાવર પેકને તમે કંપનીની સાઇટ પરથી પણ ખરીદી શકો છો આ ઉપરાંત અન્ય ઓનલાઈન સેલર જેમ કે એમેઝોન દ્વારા પણ તમે આ બેટરીનો ઓર્ડર આપી શકો છો.

આ બેટરીમાં બે આઉટપુટ સોકેટ આપવામાં આવે છે એક યુએસબી પોર્ટ અને બીજો યુએસબી મોબાઈલ ચાર્જર પોર્ટ. આ બેટરીમાં તમારે એક ઇલેક્ટ્રીક સ્વિચ બોર્ડ એટેચ કરવાનું રહેશે ત્યાર બાદ તમે તેના પરકોઈ પણ ઉપકરણ ચલાવી શકશો.

અને જો આ બેટરીને સૂર્ય પ્રકાશમાં એટલે કે સૌર ઉર્જાથી ચાર્જ કરવામાં આવશે તો એક રૂપિયો પણ વીજળી માટે ખર્ચવો નહીં પડે. આ બેટરીની સાથે સાથે કંપની એક સોલર પેનલ આપે છે જેના દ્વારા તમે સૂર્ય પ્રકાશથી માત્ર ચાર જ કલાકમાં બેટરીને ફુલ ચાર્જ કરી શકશો.


આવી પોર્ટેબલ પણ અત્યંત ક્ષમતા ધરાવતી બેટરીનો મુખ્ય ફાયદો એ છે કે તે દરેક પ્રકારના લોકો માટે ઉપયોગી છે. જો તમે ગામડામાં રહેતા હોવ તો પણ તેને ચાર્જ કરીને તમે તમારી રોજીંદી વિજળીની જરૂરિયાતને પૂરી કરી શકો છો. અને જો તમે શહેરમાં રહેતા હોવ, બાળકો ભણતા હોય અથવા તમે ઘરે કંપ્યુટર પર કામ કરતા હોવ તો તેવા સમયે પણ આ પાવર બેંકનો ઉપયોગ કરીને ખલેલ વગર તમારા કામને અવિરત ચાલુ રાખી શકો છો.

આ ઉપરાંત જો તમે બે –ત્રણ દીવસના પ્રવાસ પર ગયા હોવ અને ક્યાંક કેંમ્પિંગ કરવાના હોવ તો તેવા સંજોગોમાં તો આ પાવર પેક તમારા માટે આશિર્વાદરૂપ જ સાબિત થશે. જો તમે પણ અવારનવાર પાવર લોસની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા હોવ તો આ વિજળી ખરેખર એક ઉપયોગી ઉપકરણ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version