ટ્રેન્ડ એવો તે તૂટ્યો કે ત્યારબાદ કોઈ પણ અભિનેત્રી વગર સંકોચે તવાયફના પાત્રને ભજવવા થઇ ગઇ તૈયાર

ક્યારેક ફિલ્મોમાં તવાયફનો રોલ કરતા ખચકાતી હતી અભિનેત્રીઓ અને તે સમયે આ અભિનેત્રીઓએ બેધડક કર્યા તવાયફના રોલ

સામાન્ય રીતે અભિનેતાઓ અભિનેત્રીઓ જે પણ પાત્ર ભજવવાનો મોકો મળે તે તેમના માટે પડકારરૂપ હોય છે, પણ કેટલાક પાત્રો એવા હોય છે જે અભિનેત્રીઓ ભાગ્યે જ કરવા માગતી હોય. અને આવું જ એક પાત્ર છે તવાયફનું. એક જમાનામાં અભિનેત્રીઓ તવાયફનું પાત્ર નિભાવતા ખચકાતી હતી. પણ ધીમે ધીમે બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ આ ભ્રમ તોડી નાખ્યો અને બેધડક તવાયફનું પાત્ર ભજવીને દર્શકોના દીલ જીતી લીધા.

અને આ ટ્રેન્ડ એવો તે તૂટ્યો કે ત્યાર બાદ કોઈ પણ અભિનેત્રી વગર સંકોચે તવાયફના પાત્રને ભજવવા તૈયાર થઈ જાય છે. અને કેટલીક તો તેને એક પડકારની જેમ સ્વિકારે છે અને કેટલીકને આ અવસર તેમની કેરીયરનો ટર્નિંગ પોઈન્ટ લાગે છે. પછી તે રેખા હોય કે ઐશ્વર્યા રાય હોય કે કરીના કપૂર હોય તેમણે પોતાના ફાળે આવેલા તવાયફના રોલને દીલ રેડીને ભજવ્યો છે.

વહીદા રહેમાન

image source

બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાને એ સમયે તવાયફનું પાત્ર ભજવ્યું હતું જ્યારે બીજી બધી અભિનેત્રીઓ આવા પાત્રોની ઓફરોથી પોતાની જાતને દૂર રાખતી હતી. તે વખતે અભિનેત્રીઓને એવું લાગી રહ્યું હતું કે આ પ્રકારના પાત્રો નિભાવવા જતાં તેમની ઇમેજ પર અસર થતી હતી. પણ આ ભ્રમને વહીદા રહેમાને ફિલ્મ ‘પ્યાસા’થી તોડી નાખ્યો. 1957માં આવેલી આ ફિલ્માં વહીદા રહેમાન સાથે ગુરુદત્ત મુખ્ય ભૂમિકામાં હતા. ગુરુદત્તે આ ફિલ્મને ડીરેક્ટ પણ કરી હતી.

રેખા

image source

બોલીવૂડની અત્યંત સુંદર ભિનેત્રી રેખા પણ તવાયફનું અદ્ભુત પાત્ર નિભાવતા પોતાની જાતને નહોતી રોકી શકી. રેખાએ 1981માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનમાં તવાયફનું પાત્ર નિભાવ્યું હતું. જો કે તે પહેલાં તેણી 1978માં આવેલી ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’માં જોહરબાઈના પાત્રથી જાણીતી બની ગઈ હતી. લોકો રાખીને જોવા જતાં હતા અને થિયેટરમાંથી બહાર આવતા લોકો રેખાના વખાણ કરતાં બહાર આવતા હતા. આ ફિલ્મના લગભગ બધા જ ગીતો સુપહીટ રહ્યા હતા, જેમાં સલામે ઇશ્ક મેરી જાનનો સમાવેશ થાય છે. અને ઉમરાવજાનનુ સંગીત તો આજે પણ લોકોને અત્યંત પ્રિય છે.

તબ્બૂ

image source

2001માં તબ્બુએ મધુર ભંડારકરની ફિલ્મ ચાંદની બારમાં કામ કર્યું હતું અને તબ્બૂએ નેશનલ અવોર્ડ જીતી લીધો હતો. આ ફિલ્મ અંડરવર્લ્ડ પર આધારીત હતી પણ તબ્બુએ તેમાં તવાયફની પીડા અદ્ભુત રીતે દર્શાવી હતી. જેના માટે તેણીને નેશનલ અવોર્ડ ઉપરાંત ઘણા બધા અવોર્ડ્સ મળ્યા હતા.

કરીના કપૂર

image source

2004માં આવેલી ફિલ્મ ચમેલીમાં કરીના કપૂર ખાને તવાયફની મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેના માટે કરીનાને ફિલ્મ ફેયરનો બેસ્ટ એક્ટ્રેસનો જ્યુરી અવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમા કરીના કપૂર સામે અભિનેતા રાહુલ બોઝ પણ હતો. આ સિવાય 2012માં આવેલી મર્ડર મિસ્ટ્રી તલાશમમાં કરીના કપૂરે કોલ ગર્લની ભૂમિકા નિભાવી હતી. જેમાં તેણીના માસૂમ લૂકે લોકોના દીલ જીતી લીધા હતા.

માધુરી દીક્ષિત

image source

સંજય લીલા ભણસાળી દ્વારા દીગ્દર્શીત, 2005માં પ્રદર્શિત થયેલી ફિલ્મ દેવદાસમાં માધુરી દિક્ષીતે તવાયફનું પાત્ર ભજવ્યું હતું. જેમાં માધુરી દિક્ષીતના પાત્ર તેમજ અભિનયને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. તેણીએ ફિલ્મમાં ચંદ્રમુખીનું પાત્ર નિભાવ્યું હતું. માધુરીના ફેન્સ માને છે કે આ પાત્ર માધુરી દિક્ષિત જેવું કોઈ જ ન ભજવી શકે.

ઐશ્વર્યા રાય

image source

ઐશ્વર્યા રાયે 1981માં આવેલી રેખા અભિનિત ફિલ્મ ઉમરાવ જાનની રીમેકમાં કામ કર્યું હતું જે 2006માં પ્રદર્શિત થઈ હતી. જો કે આ ફિલ્મને ધારી સફળતા નહોતી મળી શકી. પણ ઐશ્વર્યા આ પાત્રમાં અદ્ભૂત લાગી રહી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે તેના પતિ અભિષેકે પણ અભિનય કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ