જો તમે આજથી જ પીશો આ પાણી, તો માત્ર 14 દિવસમાં ઘટી જશે તમારુ વજન…

આ સ્પેશિયલ પાણી માત્ર બે જ અઠવાડિયામાં ઘટાડી દેશે તમારું વજન

તમે જ્યારે જ્યારે વજન ઘટાડા માટે કોઈ ડોક્ટર કે પછી ડાયેટીશીયન પાસે જશો ત્યારે તે સૌ પ્રથમ તમને એ જ સલાહ આપશે કે તમારે બને તેટલું વધારે પાણી પીવું. અને આ વાતમાં કોઈ જ બે મત નથી. શરીરમાં વધારે પ્રમણમાં પાણી રહેવાથી તમારું મેટાબોલિઝમ સંતુલિત રહે છે. પણ આ સાથે સાથે જ ડાયેટિશિયન તમારો ડાયેટ પણ પ્લાન કરે છે તમને કેટલોક વ્યાયામ કરવાની સલાહ આપે છે આમ માત્ર પાણીથી જ તમે વજન નથી ઘટાડી શકતાં તેની સાથે તમારે બીજી બધી બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે.

image source

પણ આજે અમે તમને એવા સ્પેશિયલ પાણી વિષે જણાવીશું જે માત્ર બે જ અઠવાડિયામાં તમારા વજનને રીતસરનું ઓગાળી જ નાખશે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા માગતા હોવ તો આ પાણીનો ઉપયોગ તમારે ચોક્કસ કરવો જોઈએ. આ પાણીમાં તમારે ઇલાઇચીનો ભરપુર ઉપયોગ કરવાનો છે અને તેમાં રહેલા ગુણો જ તમારું વજન ઘટાડવામાં મદદ કરશે.

આ રીતે બનાવો ઇલાઈચીનું વજન ઘટાડતું પાણી

image source

તેના માટે તમારે રાત્રે પાંચથી છ ઇલાઇચીના છોતાર કાઢી તેના દાણાને પાણીમા પલાળી દેવા. તેને તેમજ આખી રાત રહેવા દેવું. ત્યાર બાદ સવારે તમારે તે પાણીને ઉકગાળી લેવું. અને તે પાણી જ્યારે હુંફાળુ થઈ જાય એટલે કે પીવા લાયક થાય એટલે તેને પી જવું.

કેટલા પ્રમાણમાં ઇલાઇચીના પાણીનું સેવન કરવું ?

image source

જો તમે દિવસ દરમિયાન એક લીટર સુધી આવું ઇલાઇચીવાળુ પાણી પીશો તો તમારું વજન ઝડપથી ઘટવા લાગશે. આ જ પ્રયોગ તમારે સતત બે અઠવાડિયા સુધી કરવાનો છે તો જ તમારા વજનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. અને તમને પોતાને પણ તમે હળવા લાગશો. તમારે સૌ પ્રથમ સવારે ઉઠતાં જ આ પાણી પી લેવું. તે તમારી ભુખને અંકુશમાં રાખશે.

ઇલાઇચીનું આ પાણી તમને વજન ઘટાડવામાં આ રીતે મદદ કરે છે

જો તમે ઉપર જણાવ્યું તે પ્રમાણે સતત બે અઠવાડિયા સુધી ઇલાઇચીના પાણીનું સેવન કરશો તો તમને આખા દિવસ દરમિયાન જે આડુ અવળુ ખાવાની લાલચ થાય છે તે નહીં થાય. અને માટે જ તમારો આડો અવળો નુકસાનકારક ખોરાક પણ ઘટી જશે. ઇસાઇચીનું આ પાણી માત્ર તમારું વજન જ નહીં ઘટાડે પણ તમારી ત્વચા પણ સુદંર બનાવશે.

ઇલાઇચી કેવી રીતે વજન ઘટાડવામાં તેમજ અન્ય રીતે મદદરૂપ થાય છે ?

image source

સૌ પ્રથમ તો તમારે એ જાણી લેવું કે ઇલાઇચીમાં ભરપુર પ્રમાણમાં પોષકતત્ત્વો હાજર છે, જે તમારું વજન ઘટાડવામાં તમને મદદ કરે છે. ઇલાઇચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વિગેરે ખનીજતત્ત્વો રહેલા છે. તે તમારા શરીરમાં વહેતા લોહીને સ્વચ્છ કરે છો. જો તમારું બ્લડ પ્રેશર સતત ઉંચું-નીચું રહેતું હોય તો ઇલાઇચીનું સેવન તેને અંકુશમાં રાખી શકે છે તેને બેલેન્સ કરી શકે છે. આ ઉપરાંત જો તમને સતત શરદી, કફ, ગેસ, પેશાબમાં બળતરા વિગેરેની તકલીફ રહેતી હોય તો તેમાં પણ ઇલાઇચી તમને લાભ પહોંચાડી શકે છે. આ સિવાય ઇલાઇચીથી કોલેસ્ટ્રોલ સ્તર પણ ઓછું થાય છે તેમજ પાચનશક્તિ પણ નિયમિત બને છે

આ ઉપરાંત તે તમારા શરીરમાં જામી ગયેલી ચરબીને પણ બાળે છે. જેનાથી તમારું વજન અંદરથી ઓછું થાય છે અને શરીર પણ અંદરથી સ્વસ્થ બને છે. ઇચાઈચીને માત્ર ચાવવાથી પણ તમે તમારા શરીરની ચરબી ઘટાડી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ