જલ્સા કરોને જેંતીલાલ

વર્લ્ડ કપ ચાલી રહ્યો છે તો જાણો અનોખી વાત, આ 5 બોલરે ક્યારેય પોતાની કેરિયરમાં નો બોલ નથી નાખ્યો

ક્રિકેટમાં નો બોલને બોલીંગમાં ગુનો ગણવામાં આવે છે કારણ કે તે સામેવાળી બેટિંગ ટીમને માત્ર એક એક્સ્ટ્રા રન જ નથી આપો પણ સાથે સાથે એક એક્સ્ટ્રા બોલ પણ આપે છે.


અને આ પરિસ્થિતિને તેથી પણ વધારે ખરાબ કરવા હવે “ફ્રી-હિટ”નો ઉમેરો પણ કરવામા આવ્યો છે, જેમાં બેટ્સમેન આઉટ થઈ શકતો નથી સીવાય કે તે પોતે જ રન આઉટ થાય, હેન્ડલ્સ ધી બોલ (બેટ સીવાય બોલને અડવાનો પ્રયાસ કરે), બેવાર બોલને હીટ કરે અથવા ફીલ્ડીંગ અવરોધે (obstruct the field) ત્યારે જ તે આઉટ ગણાય.


ક્રિકેટના ઇતિહાસમાં એવી ઘણીબધી કડીવી ક્ષણો છે કે જ્યારે માત્ર એક નો-બોલના કારણે આખીને આખી મેચ ગુમાવવી પડી છે.

આજના જમાનામાં નો-બોલ નહીં નાખતો બોલર શોધતા તમારી આંખે તારા આવી જશે. પણ ક્રિકેટ ઇતિહારમાં એવા 5 બોલરો છે જેમણે પોતાની કેરિયરમાં ક્યારેય નો-બોલ નાખ્યો નથી.


વિડંબના તો જુઓ કે આ પાંચ બોલરોમાં માત્ર એક જ બોલર સ્પીનર છે બાકી બધા મિડિયમથી ફાસ્ટ બોલર છે. તો ચાલો જાણીએ આ લીજન્ડરી બોલરો વિષે.


5. લેન્સ ગિબ્સ

વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વક પ્લેયર ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ સ્પિન બોલરોમાંના એક છે. તે ઇંગ્લેન્ડના ફ્રેડ ટ્રુમેન પછી બીજા એવા બોલર છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લીધી છે અને તેમ કરનાર પ્રથમ સ્પિનર છે. આ ઓફ-સ્પિનરે 79 ટેસ્ટ અને ત્રણ ઓડીઆઈ રમી છે જેમાં તેમણે કુલ 311 વિકેટ લીધી છે.


પણ આ ક્રિકેટરે પોતાના બોલીંગ ઇતિહાસમાં ક્યારેય પણ એક સીંગલ નો-બોલ નાખ્યો નથી અને વિશ્વમાં એક માત્ર સ્પિનર છે જેમણે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.


4. ડેનીસ લીલી

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પેસરને દુનિયાનો મહાન ફાસ્ટ બોલર ગણવામાં આવે છે. લીલી ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પ્રથમ બેટ્સમેન છે. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ પોતાની કારકીર્દીની શરૂઆત 1971માં કરી હતી અને અગણિત ફ્રેક્ચર્સના કારણે 1984માં તેમની કારકીર્દીનો અંત આવી ગયો.


આ 13 વર્ષ દરમિયાન લીલી 70 ટેસ્ટ રમ્યા છે અને 23.92ની એવરેજ પર 355 વિકેટો લીધી છે. તેમના નામે ટેસ્ટમાં 23 ફાઇવ વિકેટ હોલ્સ અને 7 ટેન વિકેટ હોલ્સ છે.


તેમની અદ્વિતિય ડીસીપ્લીનના કારણે આ ઓસ્ટ્રેલિયન લિજન્ડે પોતાની કારકીર્દીમાં ક્યારેય નો બોલ આપ્યો નથી.


3. ઇઆન બોથમ

ઇન્ગલેન્ડના આ ભૂતપૂર્વક ક્રિકેટરને ક્રિકેટના ઇતિહાસમાં એક ઉત્તમોત્તમ ઓલ-રાઉન્ડર ગણવામાં આવે છે. બોથમે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ અને વન ડે ઇન્ટરનેશનલ બન્નેમાં બોલિંગ તેમજ બેટિંગમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે.


તેમની 15 વર્ષની ટેસ્ટ ક્રિકેટ કેરિયરમાં તેમણે 28.40ની એવરેજ સાથે 102 મેચીઝમાં 383 વિકેટ લીધી છે અને 33.54ની એવરેજથી 52,00 રન પમ કર્યા છે.


બોથમે 116 વન ડે ઇન્ટરનેશનલમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેમાં તેમણે 2113 રન કર્યા છે અને 28.54ની એવરેજ સાથે 145 વિકેટ લીધી છે. આ ઇંગ્લીશ ખેલાડીએ દુનિયાને પોતાની ડીસીપ્લીન્ડ બોલિંગ બતાવી છે. તેણે ક્યારેય એક ઓવરમાં 6થી વધારે બોલીંગ નથી કરી.


2. ઇમરાન ખાન

ઇમરાન ખાનના પાકિસ્તાન ક્રિકેટમાં પ્રવેશ્યા પહેલાં ટીમ વિક્ટરીની જગ્યાએ વ્યક્તિગત દેખાવ પર વધારે ધ્યાન આપવામાં આવતું હતું. પણ ઇમરાન ખાનના આવતા જ જાણે ક્રાંતિ સર્જાઈ. 1982માં ઇમરાન ખાને પાકિસ્તાન ક્રિકેટ ટીમનું કેપ્ટન પદ સંભાળી લીધું અને ભારતને ભારતમાં જ 1987માં પ્રથમવાર હરાવી બતાવ્યું.


તે એક માત્ર એવા કપ્તાન છે જેમણે 1992માં પાકિસ્તાનને વર્લ્ડ કપ અપાવ્યો. આ મેચને જીતવા ઇમરાને મોટો ફાળો આપ્યો હતો તેમણે 72 રન કર્યા હતા અને 1/43 વિકેટ પણ લીધી હતી.


આ પાકિસ્તાની ઓલરાઉન્ડરે 88 ટેસ્ટ રમી હતી જેમાં તેણે 3807 રન કર્યા હતા 362 વિકેટો લીધી હતી. તેમણે પાકિસ્તાન તરફથી રમેલી 175 વન ડે ઇન્ટરનેશનમાં પણ 3709 રન કર્યા હતા અને 182 વિકેટ લીધી હતી.

આ લિજેન્ડરી બોલેર પણ પોતાની કેરિયરમાં ક્યારેય નો બોલ નથી નાખ્યો.


1. કપિલ દેવ

કપિલ દેવ નિખંજ, જેને બધા હરિયાણા હરિકેનના નામે ઓળખે છે તે ભારતને મળેલો એક મહાન ઓલરાઉન્ડર છે.
કપિલ દેવની નિવૃત્તિ બાદ આજે પણ કપિલ દેવ જેવા ગુણ ધરાવતો ઓલરાઉન્ડર મળવો મુશ્કેલ છે.


કપિલ દેવે 1978માં ટેસ્ટ મેચ રમવાની શરૂ કરી હતી અને ત્યાર બાદ તેમની કેપ્ટનસી હેઠળ જ 1983માં ભારત વર્લ્ડ કપ જીતી શક્યું હતું. તેમણે ઝીમ્બાબ્વે સામેની એક ઓડીઆઈમાં 138 બોલમાં 175 રન કરી ભારતને એક અકલ્પનિય જીત અપાવી હતી. તેમણે 17/5 આવીને ઉભી રહેલી ભારતીય ટીમને 266/8 સુધી પહોંચાડી દીધી હતી. આ મેચને મહાન ઓડીઆઈ મેચોમાંની એક ગણવામાં આવે છે.


ત્યાર બાદ તેમને ભારતના કેપ્ટન બનાવામાં આવ્યા હતા અને વર્લ્ડ બેસ્ટ વેસ્ટ ઇન્ડિઝને ફાઇનલમાં હરાવી ભારતે પ્રથમવાર વર્લ્ડ કપ ઉંચક્યો હતો.

હરિયાણામાં જન્મેલા ક્રિકેટરે 131 ટેસ્ટ અને 225 ઓડીઆઈ રમી છે જેમાં તેમણે અનુક્રમે 5248 અને 3783 રન કર્યા છે અને 434 અને 253 વિકેટો લીધી છે.


તે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના એક માત્ર પ્લેયર છે જેમણે 5000થી વધારે રન કર્યા છે અને 400થી વધારે વિકેટો લીધી છે.
ઉપર દર્શાવેલા ચાર મહાન બોલરોની જેમ કપીલ દેવે પણ પોતાની ક્રીકેટ કેરિયરમાં ક્યારેય પણ નો બોલ આપ્યો નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version