જલ્સા કરોને જેંતીલાલ

શું તમે વિદેશગમની ઇચ્છા ધરાવો છો પણ કોઈ અણધારી અડચણ નડે છે? તો કરો આ ઉપાય…

આસો નવરાત આવી રહ્યાં છે ત્યારે આ નવરાત્રિને શારદીય નવરાત પણ કહેવાય છે. ૧૦ ઓક્ટોબર ૨૦૧૮ના રોજથી શરૂ થતાં આ નોરતાં દરમિયાન દેવીની વિવિધ મંત્રોચ્ચારો દ્વારા આરાધના કરીને ઇચ્છીત મનોકામના સિદ્ધ કરવા માટે ભક્તો અનુષ્ઠાન કરે છે. જેના દ્વારા મા પ્રસન્ન થાય છે અને એમની કૃપાદ્રષ્ટિથી સકારાત્મક ઊર્જાનો સંચાર આપણાંમાં થતો અનુભવાય છે.

માતાજીના નવલાં નવ સ્વરૂપોમાં મા લક્ષ્મીનું સ્વરૂપ અને એની ઉપાસના સૌથી વધુ થતી હોય છે.

દરેક વ્યક્તિને એમના જીવનમાં કંઈને કંઈ સફળતા મેળવવી જ હોય છે. દરેકને પોતાના અનેક સ્વપ્નો હોય છે. કેટલી ય એવી ઇચ્છાઓ હોય છે જે ક્યારેક હકીકતમાં પરિણમે છે તો ક્યારેક કોઈ સપનાંઓ સાચાં નથી પણ પડતાં. આવા સપનાઓમાં એક છે વિદેશ ફરવા જવું અથવા વિદેશ રહી જઈને સ્થાઈ થવું. કોઈને ઉચ્ચ અભ્યાસ હેતુ વિદેશાગમની ઇચ્છા હોય તો કોઈને વિશ્વની સુંદર છબીનો પ્રવાસ ખેડવાનો શોખ હોય છે. જે યેનકેન પ્રકારે પૂરો નથી થઈ શકતો. વળી, ભારતીય નાગરીકોને વિદેશની સુખ – સગવડો અને સ્વચ્છતા સભર રહેણીકરણી ત્યાં જવાનું મુખ્ય આકર્ષણ વધારે છે. પરિવારમાંથી કે મિત્રોમાં કોઈ વિદેશ જઈને રહ્યું હોય ત્યારે તેઓ દેશમાં રહેતાં લોકોને ફરવા કે સ્થાઈ થવા નિમંત્રી શકે છે. એવીય કેટલીય કાયદાકીય જોગવાઈઓ હોય છે. પરંતુ એ દરેક બાબતોની તપાસ કર્યા પછી પણ કે અનેક પરિક્ષાઓ આપ્યા પછી પણ વિદેશ જવાનો યોગ ન સાંપડ્યો હોય ત્યારે આપણે ઈશ્વર ઇચ્છા માનીને મન મનાવી લઈએ છીએ.

આ બાબતે જ્યોતિષીઓને પણ પૂછવામાં આવ્યું છે. એમનું માનવું છે કે વિદેશગમન એ કુંડળીના યોગમાં લખાયેલ બાબત છે. લખાયેલ ગ્રહોની પરિસ્થિતિને અનુલક્ષીને જ્યોતિષ શાસ્ત્રીઓ એમની ગણતરી કરીને નિદાન કરતા હોય છે. એમના કહેવા મુજબ દેવીય અનુષ્ઠન અને જપ તપ કરવાથી ગ્રહોની સ્થિતિ સુધરી શકે છે. કુદરતી રીતે આશીર્વાદરૂપે વિદેશ જવાના યોગ વિધાતામાં લખાઈ જાય છે.

કુંડળીના યોગને અનુલક્ષીને મા લક્ષ્મીની આરાધના કરવા માટે અખંડ લક્ષ્મીની સાધના કરવી જોઈએ. જેથી તમારી વિદેશ જવાના યોગ ઊભા કરવા અથવા ન જવાની ઇચ્છા હોય તો એવી પરિસ્થિતિ ટાળવા એ બંને તકને સાચવવા જપ માળા કરવી એ ઉચિત ઉપાય છે. જેના દ્વારા સુખ, શાંતિ, સમૃદ્ધિથી ભાગ્યોદય ઉજાગર કરવાની ક્ષમતા અને શક્યતાઓ વધે છે. સુખરૂપ અને સરળ વિદેશયાત્રા માટે આ મંત્ર જાપનું અનુષ્ઠાન અક્સીર છે.

અખંડ લક્ષ્મીની સાધના કરવા માટે કોઈ પણ એક બુધવારથી શરૂ કરવામાં આવે છે. જે ત્રણ દિવસ સુધી કરાય છે. દિવસની શરૂઆત કરીને સ્નાન ઇત્યાદિ નિત્યક્રમો આટોપીને પૂજાસ્થાને પૂર્વ દિશામાં બેસવું. એક સ્વચ્છ પાત્રમાં અખંડ લક્ષ્મી યંત્રની પધરામણી કરવી. પાત્રમાં રાખ્યા બાદ યંત્રને કાચા દૂધથી સ્નાન કરાવવું અને શુદ્ધ કપડાંથી કોરું કરી કેસરનું તિલક કરવું. સ્ફટીકની માળા આ ઉપાસના માટે શ્રેષ્ટ સંસાધન રહેશે. એક બેઠકે દરરોજ સતત ત્રણ દિવસ સુધી આ મંત્ર જાપનું અનુષ્ઠાન કરવું જરૂરી છે.

મા લક્ષ્મીને પ્રસંન્ન કરવા અખંદ લક્ષ્મીની કૃપા સિદ્ધ કરવા આ મંત્રનો જાપ કરો ॐ હીં અષ્ટલક્ષ્મ્યૈ નમ:

લેખન.સંકલન : કુંજલ પ્રદીપ છાયા 

Exit mobile version