જલ્સા કરોને જેંતીલાલ

આ નાનકડી યુ-ટ્યુબરે 55 કરોડનું ઘર ખરીદી લોકોને ચોંકાવી દીધા, જો કે કમાણીમાં તો અમેરિકાનો આ 7 વર્ષનો યુ-ટ્યુબર ટાબરિયો સૌથી આગળ છે

દુનિયાનું જો કોઈ સૌથી મહત્ત્વનું અને અઘરુ કામ હોય તો તે છે પૈસો કમાવા. પૈસો કામાવો એ કંઈ ખાવાના ખેલ નથી. લોકો દીવસ રાત મહેનત કરીને માંડ બે ટંકનું ખાવાનું મેળવતા હોય છે. વધતા ઓછા પ્રમાણમાં દરેક વ્યક્તિ માટે આ કામ અઘરુ છે, નિરંતર છે, આવશ્યક છે, ફરજિયાત છે.


પણ સાઉથ કોરીયાની આ 6 વર્ષની નાનકડી ઢીંગલી માટે પૈસો કમાવો તો જાણે ઢીંગલા-ઢીંગલીની રમત જ છે. આ નાનકડી છોકરી પોતાની યુ-ટ્યુબ ચેનલ ધરાવે છે જેના પર તેના લાખો ફોલોઅર્સ છે. અને તેની આ ચેનલથી તેણીને મહીનાની કરોડોની કમાણી થાય છે.


તાજેતરમાં તેણીની આ ઉપલબ્ધી વિશ્વ સામે એ કારણસર આવી કારણ કે તેણીએ કરોડો રૂપિયાનું એક ઘર ખરીદ્યું છે. સાઉથ કોરિયાની રાજધાની સિઓલના ધમધમતા માર્કેટ વચ્ચે આવેલી આ વિશાળ બિલ્ડિંગ તેણીએ 55 કરોડ રૂપિયામાં ખરીદી છે.


છોકરીનું નામ છે બોરમ. તેણી યુ ટ્યુબ પર કોરિયાની બે ખુબ જ લોકપ્રિય ચેનલ્સ ધરાવે છે. અને તેના પર તે ત્રણ કરોડ ફોલોઅર્સ ધરાવે છે. એક ચેનલ પર તેણી 1.36 કરોડ સબ્સક્રાઇબર ધરાવે છે જ્યારે બીજા પર 1.76 કરોડ સબસ્ક્રાઇબર ધરાવે છે. આ યુ-ટ્યૂબ ચેનલ પર તેણી પોતાની પોતાના કુટુંબ સાથેની રોજિંદી લાઇફ શેયર કરે છે.


આજે નોર્થ કોરિયાની આ બન્ને યુ-ટ્યુબ ચેનલ ત્યાંની સૌથી વધારે કમાણી કરતી ચેનલ છે. તેણીની એક વિડિયો તો લગભગ 37.6 કરોડ કરતાં પણ વધારે વાર જોવામાં આવી છે. આ વિડિયો બાળકોને ખુબ જ મનોરંજન પુરુ પાડે છે. તેના આ વિડિયોમાં તેણી પ્લાસ્ટિકના વાસણમાં નૂડલ્સ બનાવતી બતાવવામાં આવી રહી છે.


એક વિડિયોમાં તો તેણીએ પોતાના પિતાના પર્સમાંથી તેણી કેવી રીતે પૈસા ચોરે છે તે પણ બતાવ્યું હતું. જો કે તેનો કેટલાક સામાજિક સંગઠનોએ પણ વિરોધ કર્યો છે.


બોરમ અવારનવાર વિવાદમાં સંપડાયા કરે છે અને તેની સાથે સાથે તેના માતા-પિતા પણ અવારનવાર મુશ્કેલીમાં મુકાય છે. થોડા સમય પહેલા તેણીએ એક વિડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણીને કાર ચલાવવાનો પ્રયાસ કરતી બતાવવામાં આવી છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે નાના બાળકો દ્વારા કાર ચલાવવી એક ગુનો છે.


જો કે તેણીને કે તેના માતાપિતાને તેના માટે કોઈ સજા નહોતી સંભળાવવામાં આવી હતી. પણ આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટ દ્વારા તેણીના માતાપિતાને ઠપકો પણ આપવામા આવ્યો હતો અને તેણીને કાઉન્સેલિંગ કરાવવાનો પણ આદેશ આપ્યો હતો.


બોરમની મહિનાની કમાણી જાણી તમારી આંખો પહોળી થઈ જશે

એક સર્વે પ્રમાણે એવી જાણકારી છે કે બોરમને આ બન્ને યુ-ટ્યુબ ચેનલ પરથી 3.1 મિલિયન ડૉલરની કમાણી થાય છે. તેને જો રૂપિયામાં ફેરવવામા આવે તો બોરમ મહિનાના 21 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ તો માત્ર તેણીની યુ-ટ્યુબ ચેનલ દ્વારા થતી કમાણીનો આંકડો છે. પણ તેણી એક સ્ટાર હોવાથી તેણીને મળતા એન્ડોર્સમેન્ટ વિગેરેની પણ અઢળક કમાણી તેણી ધરાવે છે.


બોરમની વિડિયો ચેનલ્સમાં શું હોય છે

બોરમ ઉપર જણાવ્યું તે પ્રમાણે બે યુ-ટ્યુબ ચેનલ ધરાવે છે જેમાંથી એક પર તેણી પોતાની રોજિંદી લાઈફની વિડિયો શેયર કરે છે અને બીજી પર તેણી માર્કેટમાં નવા આવેલા રમકડાઓ વિષે રિવ્યુ આપતી પણ જોવા મળે છે. જેમાં તેણીને તે રમકડાઓ સાથે રમતી બતાવવામા આવે છે. આ ઉપરાંત કેટલાક વિડિયો તેનો પરિચય પણ આપે છે.


એક નાના બાળક તરીકે આ જીવન સ્વર્ગ સમાન જ માની શકાય. તમે નાના બાળકોને પુછો કે તારે શું જોઈએ છે તો તે હંમેશા કોઈ રમકડાંની જ ડીમાન્ડ કરશે. અહીં બોરમ પાસે અવિરત ચાલતો રમકડાનો પ્રવાહ છે અને સાથે સાથે તેની આ યુ-ટ્યુબ ચેનલના કારણે તેમી પાસે પૈસાનો અવિરત પ્રવાહ પણ ચાલુ થઈ ગયો છે.


બોરમથી પણ વધારે કમાણી કરે છે આ 7 વર્ષનો અમેરિકન ટાબરિયો

જો તમને બોરમની કમાણી જાણી આશ્ચર્ય થતું હોય તો આ બીજા યુ-ટ્યુબરની કમાણી જાણીને તો તમારા હોશ જ ઉડી જશે. ફોર્બ્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં રિયાન કાજી નામનો 7 વર્ષિય યુ-ટ્યુબર પોતાની ચેનલ દ્વારા અઢળક કમાણી કરે છે અને બાળકોમાં તે સૌથી વધારે કમાતો યુ-ટ્યુબર છે.


અત્યાર સુધીમાં રિયાને પોતાની યુ-ટ્યુબ ચેનલ દ્વારા લગભઘ 152 કરોડથી પણ વધારે રૂપિયાની કમાણી કરી છે. અને અહીં માત્ર બાળકો જ નહીં પણ ભલભલા યુવાન યુ-ટ્યુબર પણ રિયાન કરતાં પાછળ રહી ગયા.


રિયાનની ચેનલને 2.08 કરોડ વ્યુઅર્સે સબસ્ક્રાઈબ કરી છે જ્યારે તેના ફોલોઅર્સ 7 કરોડ કરતા પણ વધારે છે. રિયાન યુ-ટ્યુબ પર રમકડાઓના રીવ્યું કરે છે. 2018માં રીચેસ્ટ યુ-ટ્યુબરના લીસ્ટમાં તે આંઠમાં ક્રમે હતો. તે વર્ષે તેણે યુ-ટ્યુબર મેકઅપ આર્ટિસ્ટ જેફ્રી સ્ટાર અને સ્વિડિશ ગેમર ફેલિક્સ કેજેલબર્ગ કરતાં પણ વધારે પૈસા રિયાને કમાયા હતા.


આજે લોકો માટે આવકના સ્ત્રોતો ઘણા બધા વધી ગયા છે અને તેટલી જ અમીર અને ગરીબ લોકો વચ્ચેની ખીણ પણ ઉંડી થઈ ગઈ છે. આર્થિક અસમાનતા તેની ચરમસીમા પર છે. અને ભવિષ્યમાં તેમાં કોઈ ઘટાડો થાય તેવા કોઈ આસાર નથી. પૈસો તમને ઘણી બધી સગવડો, સુખ, સાહ્યબી આપે છે પણ પૈસો બધું જ આપે છે તેવો ભ્રમ ક્યારેય ઉત્પન્ન ન થવા દેવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version