૧૬ વર્ષની વયમાં નોબલ પીસ પુરસ્કાર માટે નોમીનેટ કરવામાં આવેલી આ છોકરી વિશે તમે જાણો છો?

૧૬ વર્ષીય સ્વીડિશ ક્લાઈમેટ એ ક્ટિવિસ્ટ ગ્રટા થુનબર્ગને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે.ગ્રેટા થુનબર્ગ એ બધા લોકિ માટે જવાબ છે ,જે કહે છે કે દુનિયા બદલવા માટે અનુભવ હોવો જરૂરી છે.રિપોર્ટ અનુસાર,ગયા વર્ષે ગ્રટા જળવાયુ પરિવર્તન(ગ્લોબલ વોર્મિંગ) રોકવા માટેની દિશામાં પગલા ભર્યા છે’સ્કુલ સ્ટ્રાઈક’ કરી સ્વીડિશ સંસદ ભવન સામે ધરણા પર બેસી ગઈ હતી.આ કામમાં ગ્રેટાને અન્ય છાત્ર-છાત્રાઅોનો પણ સહયોગ મળ્યો અને બધા એ સારી રીતે અભિયાનનું સમર્થન કર્યું.આટલુ જ નહિ, અભિયાનને સફળ બનાવવા માટે ૧૬ વર્ષની આ છોકરીએ સ્કુલ પણ જવાનું બંધ કરી દીધું હતું અને આખરે ગ્રેટાની મહેનત રંગ લાવી, જેના પછી આ અભિયાનએ ન ફક્ત યૂરોપ,પણ દુનિયાભરમાં ખૂબ સુર્ખિયો મેળવી.
તે સિવાય ગ્રેટાએ ડિસેમ્બર ૨૦૧૮માં પોલેંડમાં થયેલ UN ક્લાઈમેટ ચેંજ કોન્ફરન્સમાં પણ જળવાયુ પરિવર્તનને લઈને જબરજસ્ત ભાષણ આ પ્યુ હતુ અને આ જ રીતે તે દુનિયાની નજરમાં એ ક સ્ટાર બનીને ઉભરી.ગ્રેટાની ઉમર જોતા ભલે તેનૈ હજી દુનિયાની તમામ ચીજોનો અનુભવ ન હોય પણ ગ્લોબલ વોર્મિંગને લઈને તેની વિચારસરણી તેની બીજાથી ખૂબ મોટી છે.નોબલ માટે નામાંકિત થયેલી ગ્રેટાનું કહેવું છે કે આપણે સૌને ધરતીની નીચે રહેલા તેલ અને ખનીજ ભંડારને સુરક્ષીત રાખવાની જરૂર છે.તેની સાથે જ આપણે દુનિયામાં સમાનતા લાવવા તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને જો આપણે સિસ્ટમની અંદર રહીને સમાધાન નથી શોધી શકતા,તો પછી આપણે આખી સિસ્ટમને બદલી દેવી જોઇએ .ગ્રેટાએ નાની ઉમરમાં પોતાના ભાષણ દ્વારા દુનિયાની તમામ મોટી હસ્તીઅોને હેરાન કરી દીધી હતી.આટલું જ નહિ,ગ્લોબલ વોર્મિંગને લઈને તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ સખ્ત પગલા લેવાની માંગ કરી હતી.
સ્વીડનની રહેવાસી ગ્રેટાનું નામ નોબલ માટે ત્રણ Norwegiam Lawmarkers દ્વારા આગળ લાવવામાં આવ્યુ છે.