આ નદી આખી થઇ ગઇ લોહી-લોહી, જાણો આવુ થવા પાછળ શું છે કારણ…

દક્ષિણ કોરિયાની આ નદીના પાણીનો રંગ લાલ કેમ થઈ ગયો? ચાલો જાણીએ આજે કે કેમ એક નદી સાથે આવુ થયું…

image source

દક્ષિણ કોરિયાની ઇમજીન નદી સુવરના લોહીથી લાલ થઈ ગઈ હતી. દક્ષિણ કોરિયામાં આફ્રિકન સ્વાઈન ફીવર સુવરોમાં થતી બીમારી છે. એકવાર આ બીમારી સુવરને થઈ જાય ત્યારબાદ કોઈ સંજોગોમાં મટી શકે એમ ના હોવાથી દક્ષિણ કોરિયન સરકારે ૪૭ હજાર સુવરોને મારી નાખવાનો આદેશ આપવો પડ્યો.

image source

દક્ષિણ કોરિયામાં આ ફીવર ના ફેલાઈ તે માટે થઈને પ્રસાશને પહેલા સૈન્યને સીમા પરના ગેરકાયદેસર વિસ્તારમાં કોઈપણ સંદિગ્ધ પ્રાણી દેખાય તો તેને મારી નાખવાની છૂટ પણ આપી હતી. તેમ છતાં પાંચ મહિના પછી આ આફ્રિકન સ્વાઈન ફિવરનો પ્રથમ કેસ નોંધાયો હતો. દક્ષિણ કોરિયામાં આફ્રિકન સ્વાઈન ફીવર અન્ય સુવરોમાં ના ફેલાઈ તે માટે જેટલા પણ સુવરોને આ ફીવર થયો હતો તે બધાને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

image source

જ્યારે આ બીમારીથી બીમાર થયેલા સુવરોને મારી નાખ્યા પછી સરહદના ડંપિંગ યાર્ડમાં રાખવામાં આવ્યા હતા. સુવરોને દફનાવવા માટે જે પ્લાસ્ટિક કન્ટેનર બનાવવામાં આવ્યા હતા તેને બનાવતા ખૂબ વાર લાગી હોવાથી આ સુવરોનું લોહી વરસાદના પાણી સાથે વહીને ઇમજીન નદીમાં ભળી ગયું હોવાથી ઇમજીન નદીનું પાણી લાલ થઈ ગયું હતું.

આફ્રિકન સ્વાઈન ફિવરની સારી બાબત:

image source

આફ્રિકન સ્વાઈન ફિવરની સારી બાબત એ છે કે આ બીમારી અન્ય કોઈ પ્રાણીઓને કે પક્ષીઓને સંક્રમિત કરી શકતી નથી. આ બીમારીનો ચેપ મનુષ્યને પણ લાગતો નથી. આ બીમારી ફક્ત સુવરોમાં જ ચેપી હોવાથી ખૂબ જલ્દીથી ફેલાતી હોવાથી તેને અટકાવવી ખૂબ જરૂરી બની જાય છે.

image source

આફ્રિકન સ્વાઈન ફીવરએ સુવરમાં ચેપથી ફેલાતો રોગ હોવાથી આ રોગ અન્ય દેશમાં જેવાકે, ચીન, વિયેતનામ અને ફિલિપાઈન્સ સહિત એશિયાના અનેક દેશો પ્રભાવિત થયા છે. આ બીમારીના લીધે ફક્ત ચીનમાં જ બાર લાખ સુવરોને મારી નાખવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ