આ વરસાદની સીઝનમાં એકવાર અચૂક મુલાકાત લો ભારતના આ અદભૂત ધોધની

ચામાસાની સીઝન શરૂ થઈ ગઈ છે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. જે લોકોને વરસાદ બહુ પસંદ છે તે લોકો મોનસુન ટ્રીપની તૈયારીઓ શરૂ કરવા લાગ્યા છે. મોનસૂનમાં સૌથી વધારે મજા લેવી હોય તો એવા સ્થળે જવું જ્યાં ચારેય બાજું લીલોતરી હોય અને ધોધ હોય જોઈને એવું લાગે કે જાણે સ્વર્ગમાં આવી ગયા. આજે અમે તમને જણાવીશું કેટલાંક એવા ધોધ વિશે જે જોઈને એવું લાગશે કે તમે વિદેશમાં આવી ગયા છો.

જોગ ફૉલ્સ, કર્ણાટક

ચોમાસામાં લગભગ 3.5 મિલિયન કરતા પણ વધારે ટન પાણી કર્ણાટકના આ ધોધમાંથી પડે છે જે વિશ્વભરમાં તેના અદ્ભુત દ્રશ્યો માટે જાણીતું છે. મધ્ય કર્ણાટક સ્થિત, જોગ ધોધ, જેને જોગા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કુદરતી અજાયબી છે. પ્રવાસીઓ આ ધોધ સિવાય અહી મુરુદેશ્વરમાં આવેલી ભગવાન શિવની પ્રભાવશાળી અને ખુબ જ ઊંચી પ્રતિમા પણ નિહાળી શકે છે.

સિસૂ ધોધ, હિમાચલ પ્રદેશ

ખગલિંગ / સિસુના નાના શહેરમાં આવેલો આ ધોધ એ શહેરના નામે જ ઓળખાય છે અને અહીની સુંદરતા પ્રવાસીઓનું મન મોહી લે છે. 3051 મીટરના ઊંચાઇ પરથી પડતો આ ધોધ પહાડોમાંથી રસ્તો બનાવી નીચે પડે છે તેમજ પહોડોમાં જંગલ હોવાથી ચોમાસામાં તો આ ધોધ જોવાની મજા જ કંઈક અલગ છે. મનાલીથી લેહ જતા રસ્તામાં આ ધોધ આવે છે જે પ્રવાસીઓને જોવા માટે આકર્ષિત કરે છે.

થોસઘર ફૉલ્સ, મહારાષ્ટ્ર

પશ્ચિમી ઘાટ અને કોંકણ બેલ્ટ, ચોમાસા દરમિયાન એક મોનસુન હોટસ્પોટ્સ બની જાય છે જ્યાં પ્રવાસીઓની સંખ્યા વધતી જ જાય છે. અહીના ઘાટ માંથી પસાર થતી વખતે અસંખ્ય ઝરણાં જોવા મળે છે, જેમાંથી અમુકના કુદરતી દ્રશ્યો આપણી વિચારશક્તિથી ખુબ જ સુંદર છે. થોસઘર સતારા શહેરમાં આવેલું છે. મુંબઇ અને પુણે જેવા શહેરોથી થોડાક જ અંતરમાં આ રમણીય જગ્યા આવે છે.

એથિરાપીપિલી ધોધ, કેરાલા

ભારતના નાયગ્રા ધોધના નામે ઓળખાતા એથિરાપીપિલી ધોધ એ પ્રવાસીઓ માટે આકર્ષનનું કેન્દ્ર છે . વરસાદમાં ચારેય તરફ હરિયાળી જોવા મળે છે. એથિરાપીપિલીની સિવાય ત્યાંના પ્રખ્યાત ધોધ વાઝહાચાલ ધોધ અને ચાર્પા ધોધ પણ જોવાલાયક છે. આ જગ્યા કેરાલાના થ્રિસુર જીલ્લામાં આવેલી છે, અને અહીં ફરવા માટે ચોમાસાની સીઝન એકદમ બેસ્ટ છે. ગાઢ જંગલોમાંથી પસાર થતો એ રમણીય રસ્તો આ ધોધ સુધી લઈ જાય છે. બેંગલુરુ, હૈદરાબાદ, મૈસૂર, મણિપાલ, કોઈમ્બતુર, ચેન્નઇ અને તિરુવનંતપુરમના ટ્રેકર ગ્રુપ ત્યાના ટ્રેકર્સને એથિરાપીપિલીની મુલાકાત કરાવે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી