જલ્સા કરોને જેંતીલાલ

આ મંદિરની દિવાલોએ લાગી છે કરોડો રૂપિયાની નોટો…! દર્શન કરવા આવેલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની આ અનોખી સજાવટ!..

મંદિરોની વિવિધ પ્રકારની સજાવટ વિશે તમે ઘણું સાંભળ્યું હશે. ભગવાનના જુદા જુદા સ્વરૂપોના હિંડોળાના દર્શનનો મહિમા હિન્દુ સંસ્કૃતિમાં હંમેશાથી ચાલ્યો આવે છે. આપણે રાજા મહારાજાઓના જમાનામાં હિરા ઝવેરાતથી સજાવેલ ભગવાનની મૂર્તિઓ વિશે ધાર્મિક ગ્રંથોમં સાંભળ્યું હોય છે પરંતુ આજના મોંઘવારીના જમાનામાં આવો નજારો જોવા મળે એ ખરેખર દુર્લભ છે. આજે અમે આપને એક એવા જ મંદિર વિશે આપને જણાવીએ છીએ.

કોયંબતુરમાં આવેલા માતા શ્રી મુથુમરિયમ્મન મંદિરમાં ૫ કરોડના ચલણી નાણાની સજાવટ જોવા મળી. એ સમયનું દર્શન એટલું તો ભવ્ય હતું કે ત્યાં દર્શન કરવા આવેલા ભક્તોમાં આ અનોખી સજાવટ આકર્ષણનું કેન્દ્ર બની રહી.

સિક્કા, ચોકલેટ કે ચલણી નાણાની નોટો સાથે મંદિરની કે મૂર્તિનો શણગાર તો અપણે સાંભળીએ છીએ તેની પાછળ થતો ખર્ચો પણ સામાન્ય રીતે લાખ બે લાખ જેટલો આવતો હોય છે પરંતુ આ મંદિરની વાત કંઈક જુદી છે. આ મંદિરમાં પાંચ કરોડની નોટોથી સજાવટ કરાઈ છે અને તે પણ માત્ર મૂર્તિ કે માતાના ગોખમાં જ નહીં આખા મંદિરની દિવાલો તેનાથી શણગારવામાં આવી હતી.

આ અવસર હતો તામિલ નૂતન વર્ષની ઉજવણીનો. દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં મંદિરોની સંમૃદ્ધિ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સજાવટમાં પણ કરોડોની નોટો સાથે હીરા – ઝવેરાતનું પણ સુશોભન કરાયું હતું. જેની ચર્ચા હાલમાં વિશ્વ પ્રસિદ્ધિ મેળવી રહી છે. આ શણગારમાં રૂ ૫૦૦ની અને બે હજારની નોટોને દિવાલો પર લગાવવામાં આવી હતી. માતાજીની મૂર્તિમાં પણ તેમના આભૂષણોમાં મૂગટ, હાર, કંગન અને કંદોરામાં ચલણી નોટોથી બનાવેલ હતાં જેમાં અસલી હીરા પણ ટંકાયા છે તેવા સમાચાર છે.

સોશિયલ મીડિયામાં આ મંદિરની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અને તેના ફોટો પણ ખૂબ શેર થઈને વાઈરલ થઈ રહ્યા છે. માતાજીના વાઘા અને પાછળનું તેજપૂંજ ગૂંબજ તેમજ પંખા પણ નોટોમાંથી જ બનાવાયેલું છે તે આપણે ફોટોમાં દેખાઈ રહ્યું છે. કહેવાય છે કે આ અનોખા સુશોભન પાછળ ૫ કરોડથી વધુ કર્ચો થયો છે.

કહેવાય છે કે દર વર્ષે ૧૪મી એપ્રિલે તમિલ સંસ્કૃતિનું નવું વર્ષ ઉજવાય છે. આ વર્ષે પણ તેની ઉજવણી વધુ ધામધૂમથી કરવાના હેતુ સાથે માતા શ્રી મુથુમરિયમ્મન મંદિરમાં આ ઉત્સવની તૈયારીઓ કરાઈ હતી.

આ તહેવારને તમિલમાં પૂંથાડુ તહેવાર કહેવાય છે. આ દિવસે સૌ કોઈ એકબીજાને ખૂબ જ પ્રેમથી પારંપરિક વેશમાં તૈયાર થઈને હળેમળે છે અને એકબીજાને ભેંટ આપે છે. અને મંદિરમાં દર્શન કરવા જાય છે. તેની ઉજવણીમાં શ્રી મુથુમરિયમ્મન મંદિરની સૌને આશ્વર્યચક્તિ કરી દેનારા શણગાર સાથે દર્શન ખુલ્લાં કર્યા હતાં.


માતા શ્રી મુથુમરિયમ્મન મંદિરમાં આ રીતે રૂપિયા અને ઝવેરાતથી વર્ષોવર્ષ શણગાર થાય છે. સૂત્રોથી મળેલ સમાચાર મુજબ ગત વર્ષે પણ નોટોથી શણગાર કરવામાં આવ્યો હતો. જેનો કુલ ખર્ચ આશરે ૪ કરોડ થયો હતો તેવી જાણકારી મળી છે. આ વર્ષની રકમ અને શણગાર બંને ગયા વર્ષ કરતાં પણ આકર્ષક અને અનોખાં છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version