જલ્સા કરોને જેંતીલાલ

આ મંદિર બનેલું હતું 52 કિલો લોહચુંબકથી! જાણો ક્યાં આવેલ છે આ મંદિર…

ઓરિસ્સાના પુરી જિલ્લાના પુરી શહેર પાસે જ આવેલું છે આ અનોખું સૂર્ય મંદિર જે સદીઓ જૂનું છે અને તેને ૧૯૮૪માં વર્લ્ડ હેરિટેજ તરીકે પણ સ્વીકૃતિ મળી છે. આ કોર્ણાકનું સૂર્ય મંદિર ભગવાન સૂર્યના રથના આકારનું બનાવાયું હતું. જેની ઉત્કૃષ્ઠ શિલ્પ અને બાંધકામની કારીગરી આજે પણ એટલી જ દૂર્લભ છે.

મંદિરનું મહત્વ

કોર્ણાકનું સૂર્ય મંદિર એ સમયના ગંગ વંજના રાજા નૃસિહ દેવે પોતાના સાશનની પ્રતિષ્ઠા વધારવાના હેતુથી બનાવરાવ્યું હતું. તેમાં એ સમયના શ્રેષ્ઠ વસ્તુ જાણકારો અને શિલ્પ કારીગરોની અનેક ટૂકડીઓએ સતત બાર વર્ષો સુધી બાંધકામ કરીને તેને અનોખું સ્વરૂપ આપ્યું હતું. આ મંદિરની પહેલી વિશેષતા એ છે કે તેમાં ભગવાન સૂર્યનારાયણની ૩ પ્રકારની પ્રતિમાઓ છે જેમાં, બાલ્યાવસ્થા – ઉદિત સૂર્ય – ૮ ફીટ ઊંચી છે, યુવાવસ્થા – મધ્યાહ્ન સૂર્ય – ૯.૫ ફીટ ઊંચી છે અને પ્રૌઢાવસ્થા – અસ્ત સૂર્ય – ૩.૫ ફીટ જેટલી ઊંચી છે.

આ મંદિરની રચના પાછળની કલ્પના સૂર્ય જેવી કરાયેલ છે. આ રથમાં વિશાળકાય પૈડાંની બાર જોડી છે અને તેની સાથે સાત શક્તિશાળી ઘોડા તીવ્ર ગતિથી ખેંચી રહ્યાં હોય તે રીતે જોડાયેલા છે. આ ઘોડાઓ એક સપ્તાહના સાત દિવસનું પ્રતીક છે. બાર પૈડાની જોડી એ એક દિવસના ચોવીસ કલાકનું નિર્દેશ કરે છે, અને તેમાં લગાવવામાં આવેલ ૮ સ્તંભો દિવસના આઠ પ્રહરનું પ્રતીક સ્વરૂપ છે.

આ મંદિર તેના બાંધકામના ૮૦૦ વર્ષ સુધીમાં ધીમે ધીમે પડી ભાંગ્યું અને આજે તે પુરાત્તત્વીય ખાતાની દેખરેખમાં સચવાયેલું છે. તેના ત્રણ મંડપ પૈકી બે પડી ભાંગ્યા છે અને એકમાં જ્યાં મૂર્તિઓ હતી તે પણ ખૂબ જ ખંડિત સ્થિતિમાં છે. માનવામાં આવે છે કે આ મંદિરની ચારે તફરની એ ૧૦૦૦મી સદીથી ૧૫૦૦મી સદીના સમયની ઉત્તમ નમૂના રૂપ કલાકૃતિઓ અને શિલ્પ કંડારાયેલ છે.

ચુંબકનું રહસ્ય

આ મંદિરના બાંધકામમાં વાસ્તુ શાસ્ત્રીઓ અને કુશળ કારિગરોએ કામ કર્યું હોવાની વાત સાંભળવામાં આવી છે. અહીંના મંદિરની મૂર્તિઓ ગર્ભગૃહમાંથી સભામંડપમાં જોઈ શકાય એવી કોઈ રચના કરવાના હેતુથી શિખર ઉપર એક ખાસ પ્રકારના કોર્ણાક પત્થરની સ્થાપના કરાઈ હતી. તે શિખર પરનો ચુંબકીય પત્થર ૫૨ કિલોનો હતો. આ એટલો શક્તિશાળી હતો કે સમુદ્રકિનારે આવેલ જહાજને આકર્ષિને પોતાના તરફ ખેંચી લેતો.

એ સમયે આ ચુંબકીય આકર્ષણને લીધે જહાજોને પડતી તકલીફો એક મોટો પ્રશ્ન બની રહ્યો હતો. એ સમયના નાવિકો આ ચુંબકીય પ્રભાવને લીધે સાચી દિશા શોધવામાં અને જહાજને વિરુદ્ધ દિશામાં આગળ ધપાવવામાં ખૂબ તકલીફ પડતી. એ સમયના મુઘલ સાશકોએ શિખર પરનું આ ચુંકત્વ હટાવવા મંદિરના શિખને તોડાવ્યું. પરિણામે મંદિરના ત્રણેય મંડપોનું સંતુલન પણ પડી ભાંગ્યું.

પૂજા થઈ બંધ

મંદિરના મંડપો અને તેની ઇમારતને નુક્સાન થતાં તે સમયના રાજાઓએ અગમચેતી દાખવતા પુરીના જગન્નાથ મંદિરમાં મંદિરની મુખ્ય મૂર્તિઓ મોકલાવી દીધી હતી. સમય જતાં અહીં પૂજા બંધ થઈ અને અંગ્રેજ સાશકોને આ શિલ્પ સ્થાપત્યની સુરક્ષા કરવું યોગ્ય લાગ્યું તેથી આઝાદી પૂર્વે ત્રીજા ઓછા ખંડિત મંડપને પણ રેતી ને પત્થરોથી ઢાંકી દઈ બંધ કરી દેવાયું હતું. એ પછી તે નિર્જીવ જંગલમાં ફેરવાઈ ગયું અને દિવસના ભાગમાં પણ એ સ્થળ પાસેથી પસાર થવામાં ભય લાગવા માંડ્યો હતો. કારણ કે મંદિરનું ખંડર થઈ જતાં ત્યાંથી પસાર થતા જહાજ ચાલકો અને લૂંટારાઓને છૂપાવવાનું એ સ્થળ બની ગયું હતું.

પૌરાણિક મહત્વ


પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણના એક પુત્ર સામ્બને કોઈ શ્રાપને લીધે કૃષ્ઠ રોગ થયો હતો. એ સમયે એમણે મિત્રવનમાં કોર્ણાકના ચંદ્રભાગા નદીના સાગર સંગમ તટ પાસે, બાર વર્ષ સુધી સૂર્યદેવને પ્રસન્ન કરવા તપસ્યા કરી. સૂર્યદેવને સૃષ્ટિના સર્વ રોગ નિવારક મનાય છે. તેમણે આ રોગ પણ મટાડ્યો. ત્યારે સામ્બે સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવા આ મંદિરનું નિર્માણ કરાયું. કહેવાય છે કે સામ્બને ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતી વખતે સૂર્યનારાયણની મૂર્તિ મળી હતી. ત્યાર બાદ આ સ્થાનને પવિત્ર માનીને ત્યાં આ અદભૂત મંદિર બંધાયું. આ મંદિરને સ્થાનીય લોકો બિરંચિ-નારાયણ પણ કહે છે.

Exit mobile version