આ માહિતી વાંચીને જોઇ લો અરીસામાં, અને જાણી લો તમને ડાયાબિટીસ થઇ શકે છે કે નહિં..

કેવા લોકો ને થઇ શકે છે ડાયાબિટીઝ? એકવાર તમારા ચેહરાને પણ અરીસામાં જોઈ લો!

image source

ડાયાબિટીઝના દર્દીઓની શંખમાં સતત વધારો થઇ રહ્યો છે. આ બીમારી હવે સમગ્ર વિશ્વ માટે એક પડકારરૂપ બની ગઈ છે જેમાં દરરોજ નવી નવી શોધ થતી રહે છે. હાલમાં જ થયેલી એક શોધના અનુસાર નાના કાળ વાળા વ્યક્તિઓને ડાયાબિટીઝનો ખતરો વધારો હોય છે.ડાયાબિટીઝ એક એવી બીમારી છે જેમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. આ નવી શોધ પ્રમાણે લાંબા કદ વાળા પરુષોમાં ૪૧% અને મહિલાઓમાં ૩૩% ડાયાબિટીઝ થવાની શક્યતા ઓછી હોય છે.

આવો આ બાબતમાં હજુ વિસ્તારથી જાણીએ…

image source

ડાયાબિટીઝનું જોખમ તમારા કદ અને વજન પ્રમાણે વધતું-ઘટતું હોય છે. એક શોધ પ્રમાણે નાના કદના લોકોમાં લીવર ફેટની માત્રા સૌથી વધારે હોય છે જેન કારણે ટાઈપ ૨ ડાયાબિટીઝનું જોખમ વધી જાય છે. તે સિવાય શોધમાં એમ પણ સામે આવ્યું છે કે લાંબા કદના લોકોમાં ઈન્સુલિન સેન્સિટિવિટી અને હોર્મોનનો સ્ત્રાવ કરવાવાળી સ્વાદુપિંડની કોશિકા વધારે સારી રીતે કામ કરતી હોય છે.

image source

આ શોધ “ડાયબિટોલોજીયા” નામની જર્નલમાં પ્રકાશિત થઇ હતી. આ શોધમાં ૪૦ થી ૬૫ વર્ષ સુધીની ૧૬,૬૦૦ મહિલાઓ અને ૧૧,૦૦૦ પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા. શોધ પ્રમાણે જે પુરુષો અને મહિલાઓના પગ તેમના ધડ કરતા લાંબા હોય છે તેમનામાં ડાયાબિટીઝનું જોખમ એટલું જ હોય છે.

શું હોય ટાઈપ ૨ ડાયાબિટીઝ?

image source

ડાયાબિટીજની બીમારીના ૨ પ્રકાર છે. એક છે ટાઈપ ૧ ડાયાબિટીઝ અને બીજું છે ટાઈપ ૨ ડાયાબિટીઝ. ટાઈપ ૨ ડાયાબિટીઝ થી પીડાતા દર્દીઓના ના લોહીમાં સુગરનું પ્રમાણ ખુબ જ વધી જતું હોય છે જેને નિયઁત્રણમાં રાખવું મુશ્કેલ હોય છે. આ બીમારીથી પીડિત વ્યક્તિને તરસ પણ વધારે લગતી હોય છે. આ સિવાય વારે-ઘડીયે પેશાબ જવું અને ભૂખ લાગવા જેવી સમસ્યાઓ પણ થતી હોય છે. ટાઈપ ૨ ડાયાબિટીઝમાં શરીર ઈન્સુલિનનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતું.

ટાઈપ ૧ ડાયાબિટીઝથી શું થાય છે?

image source

ટાઈપ ૧ ડાયાબિટીજની બીમારી કોઈ પણ ઉંમર ના વ્યક્તિને થઇ શકે છે. પરંતુ સામાન્ય રીતે ૬ થી ૧૮ વર્ષ વચ્ચેના બાળકોમાં આ બીમારી વધુ જોવા મળતી હોય છે. આ પ્રકારની બીમારીમાં સ્વાદુપિંડની બીટા કોશિકાઓ સંપૂર્ણપણે નષ્ટ થઇ જતી હોય છે અને તેને કારણે શરીરમાં યોગ્ય સંતુલન બની રહેતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ