જો તમે આ મહિલાની જેમ ૫ વસ્તુ આખી રાત પલાળીને ખાશો તો ૫ રોગો દૂર રહેશે, આજે અમે તમને આવી જ ૫ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ. જેને આખી રાત પલાળીને ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને સાથે-સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

સ્વસ્થ રહેવા માટે મહિલાઓ દરરોજ વ્યાયામ કરવાનું પસંદ કરે છે. પરંતુ તેઓ ઘણીવાર અવગણે છે કે વ્યાયામની સાથે સાથે આહાર પર ધ્યાન આપવું પણ ખૂબ જ જરૂરી છે. હા, તમારા આહારમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તમે વધુ સ્વસ્થ અને સકિય રહી શકો છો. ખાસ કરીને રાત્રે પલાળીને સવારે આ ખોરાક ખાવાથી વધારે ફાયદો થાય છે.

કારણ કે આમ કરવાથી તેમના પોષક તત્વોમાં વધારો થાય છે અને તાસીર બદલવાને કારણે તેઓ સરળતાથી પચી જાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને આવી જ ૫ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ. જેઓ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને રોજ તેને ખાવાથી તમારું પેટ પણ સ્વસ્થ રહે છે અને સંધિવાની પીડા તો જાણે ગાયબ જ થઇ જાય છે.

તમે કદાચ માનશો નહી પરંતુ આવું થાય છે અને આ વાત મને મારા પડોશમાં રહેતી એક મહિલાએ કીધી હતી, જેમનું નામ મોનિકા છે અને તે દરરોજ આવી ૫ વસ્તુઓનો ઉપયોગ કરે છે અને તેની ૧ નહીં પરંતુ ૫ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું. આ વિષે જાણવા માટે અમે ACSM certified exercise physiologist નિશા વર્મા સાથે વાત કરી.
મેથી

રાત્રે મેથીના માત્ર ૫ દાણા પાણીમાં પલાળી અને સવારે તેને ખાઈ લ્યો અને પાણી પી લ્યો. આનાથી મહિલાઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. એનાથી માત્ર તેમનો સાંધાનો દૂખાવો જ દૂર થતો નથી. ,ઉલટાનું, તેમાં ફાઇબરની ભરપૂર માત્ર હોવાને કારણે, તે આંતરડા સાફ કરીને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ મેથી ખૂબ ફાયદાકારક છે અને તેમના સેવનથી મહિલાઓને માસિકસ્ત્રાવ દરમિયાન થતી પીડામાં પણ રાહત થાય છે.
અળસી

ઔષધીય ગુણધર્મોથી ભરપૂર અળસીના બીજની ૧ ચમચી આરોગ્ય માટે કોઈ વરદાન કરતાં ઓછી નથી. તમારે તેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવા જોઈએ. તે ઓમેગા -3, ફેટી એસિડ ઉપરાંત પુષ્કળ માત્રમાં ફાઇબર, એન્ટીઓકિસડન્ટ્સ, વિટામિન બી, લોહતત્વ અને પ્રોટીન પણ મળી આવે છે. વજન ઘટવાની સાથે, દરરોજ તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને કેન્સર તથા ડાયાબિટીસથી પણ બચાવે છે. જો તમે ઘરે બેસીને સારી ગુણવત્તાની અળસી મેળવવા માંગતા હો, તો તમે તેને અહીં 18૫ રૂપિયાના ડિસ્કાઉન્ટ દરે ખરીદી શકો છો.
સૂકી દ્રાક્ષ

સૂકી દ્રાક્ષ એ લોહતત્વ અને એન્ટીઓકિસડન્ટોથી ભરપુર હોય છે, પલાળેલી સૂકી દ્રાક્ષ નિયમિત રીતે ખાવાથી ત્વચા તંદુરસ્ત અને ચમકદાર બને છે, સાથે જ શરીરમાં લોહતત્વનો અભાવ પણ દૂર થાય છે. નિશા વર્મા કહે છે કે “જે મહિલાઓના શરીરમાં લોહતત્વનું પ્રમાણ ઓછું હોય છે, તેમના માટે તે અમૃત સમાન છે. તેને ખાવાથી, શરીરમાં માત્ર લોહતત્વની ઉણપ પૂરી થતી નથી, પરંતુ તમારા શરીરને તરત જ ઉર્જા મળે છે. આ માટે, રાત્રે થોડા પાણીમાં 10 સૂકી દ્રાક્ષ પલાળી રાખો. પછી સવારે તેને ચાવી-ચાવીને ખાઈ લ્યો.
અંજીર

આ માટે તમારે દરરોજ રાત્રે ૧ અંજીરને પાણીમાં પલાળીને સવારે ખાવાનું હોય છે. સુજેતા શેટ્ટી (Gympik’s Expert Nutritionist)ના કહેવા મુજબ અંજીરમાં વિટામિન એ, બી -1, બી -2, કેલ્શિયમ, લોહતત્વ, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ, ફાઈબર વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફિનોલ પણ હોય છે, જે એન્ટીઓકિસડન્ટો છે અને ફ્રી રેડિકલથી થતા નુકસાનને અટકાવે છે. જો તમે ઘરે બેઠા બેઠા સસ્તી કિંમતે સારી ગુણવત્તાના અંજીર મેળવવા માંગતા હો, તો તમે તેને અહીંથી ૫૫૫ રૂપિયામાં ડિસ્કાઉન્ટ દરે સરળતાથી ખરીદી શકો છો.
બદામ

દરરોજ ૫ પલાળેલી બદામ ખાવાથી મન તીક્ષ્ણ બને છે એ વાત તો તમે ઘણી વાર સાંભળી હશે. પરંતુ શું તમે જાણો છો કે તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે હાઈ બીપીના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે, ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત પલાળેલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. વળી, ભીની બદામ વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે.

જો તમે પણ મોનિકાની જેમ આ ૫ રોગોથી બચવા માંગો છો, તો પછી તમારા આહારમાં આ ભીની વસ્તુઓનો સમાવેશ કરો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ