જલ્સા કરોને જેંતીલાલ

આ મહિલાએ ત્રણ વર્ષમાં એક જુની બસને લક્ઝરીયસ મોબાઈલ હોમમાં કન્વર્ટ કરી, જુઓ તેની અદ્ભુત તસ્વીરો

આ મોબાઈલ હોમ હવે એક એપાર્ટમેન્ટ કરતાં પણ ક્યાંય વધારે આકર્ષક લાગી રહ્યું છે.


પોતાના ઘરની શોધ કરવા કરતાં જેસી લિપસ્કીને તેને બનાવવાનું જ નક્કી કર્યું. ઇ બેમાં સ્ક્રોલિંગ કરતી વખતે જેસીને આ 1966ની GMC બસ ખુબ જ ગમી ગઈ (આવું જ એક મોડેલ ફિલ્મ સ્પિડમાં વાપરવામાં આવ્યું હતું જેના પર પોણા ભાગની ફિલ્મ આધારિત હતી.) અને તેણીએ તરત જ ખરીદી લીધી.


તેણીએ હવે પછીના કેટલાક વર્ષ તે વાહનને મોબાઈલ હોમ બનાવવા પાછળ ખર્ચી નાખ્યા, અને તેનું પરિણામ અદ્ભુત આવ્યું. તેણીએ જેટલી મહેનત અને લગન તેના આ પ્રોજેક્ટ પર કરી હતી તે બધી જ ફળી.


જેસી સમજાવે છે કે તેણીનું આ બિનપરંપરાગત ઘર તેણીની ઇકો-ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ અપનાવવાની પ્રેરણાનું પરિણામ છે.


તેણીને હંમેશા એક સંતુલિત જીવનશૈલી પ્રત્યે આકર્ષણ રહ્યું છે.


“RV (એટલે કે રીક્રીએશનલ વેહિકલ)માં મને જે સુંદરતાં જોઈતી હતી તે નથી હોતી, માટે મેં એક વિન્ટેજ બસને જ મોબાઈલ હોમમાં કન્વર્ટ કરવાનું નક્કી કર્યું જેને હું એક આરવી તરીકે નોંધાવી શકું અને તેનો વિમો પણ કરાવી શકું.”


જેસીને પોતાના આ પ્રોજેક્ટમાં જો કંઈ સૌધી વધારે મુશ્કેલ લાગ્યું તો તે હતું આ કામમાં તેને મદદ કરનારા લોકોને શોધવાનું કામ.

“મને DIY (Do It Yourself – તમારી જાતે કરો) ખુબ ગમે છે, મને પ્લમ્બીંગ, ઇલેક્ટ્રીકલ, સુથારીકામ કે જે બધું આ પ્રોજેક્ટ માટે આવશ્યક છે તે કશાનો અનુભવ નથી,” તેણીએ જણાવ્યું.


તેણી આગળ જણાવે છે, “સૌથી મોટો પડકાર એ હતો કે ઘરમાં કોઈ ફિક્સ જગ્યા પર આ બધું કામ કરવું અને એક વાહનમાં આ બધું કામ કરવું ખરેખર એક અલગ વાત હતી. મને આ પ્રોજેક્ટમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી, તેની ડિઝાઈન, તેનું લેઆઉટ અને તેનું વણાંકવાળુ લાકડાનું કામ. મારે સતત ખૂણાઓની ગણતરી કરવી પડતી હતી. અને તેના કારણે આ પ્રોજેક્ટને પૂર્ણ થતાં ઘણો બધો સમય લાગ્યો.”


આટલી બધી મુશ્કેલીઓ છતાં તેણીએ પોતાનો આ પ્રોજેક્ટ પડતો ન મુક્યો અને છેવટે તેણી પોતાની ઇચ્છા પ્રમાણે તેને કન્વર્ટ કરી શકે. તસ્વીરો જોઈ તમને પણ આ 70 K $ની RVમાં સફર કરવાનું મન થઈ જશે.


તો ચાલો તસ્વીરો દ્વારા જોઈએ આ બસની મોબાઈલ હોમ સુધીની સફર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version