જાણો આ મહાશિવરાત્રિ પર તમને લાભ થશે કે નહિં?

આ લોકો માટે અત્યંત ખાસ અને યાદગાર રહેશે મહાશિવરાત્રિ, મળશે આવા લાભ

પુરાણો અને હિંદૂ પંચાંગ અનુસાર મહાશિવરાત્રિ પર્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હિંદૂ કેલેન્ડર અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિ પર શિવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે. આ દિવસે શિવલિંગનો રુદ્રાભિષેક કરવાનું ખાસ મહત્વ હોય છે. આ વર્ષે શિવરાત્રિ પર્વ 21 ફેબ્રુઆરી અને શુક્રવારએ આવશે. આ વર્ષની શિવરાત્રિ ખૂબ જ ખાસ છે કારણ કે આ વર્ષે 117 વર્ષ પછી શનિ અને શુક્રનો દુર્લભ યોગ સર્જાવા જઈ રહ્યો છે.

image source

આ વર્ષે મહાશિવરાત્રિ એ લોકો માટે ખૂબ લાભકારી રહેશે જે લોકોના લગ્ન અત્યાર સુધી થયા નથી અને જે લોકો લવ મેરેજ કરવા ઈચ્છે છે તેમના માટે પણ આ પર્વ ખાસ હશે. આ ઉપરાંત જે દંપતિમાં વારંવાર ઝઘડા થતા હોય છે તેમના માટે પણ આ મહાશિવરાત્રી પર્વ ખાસ સાબિત થશે. આ પર્વથી જો તે ઈચ્છે તો તેમના ઝઘડા કાયમ માટે બંધ થઈ શકે છે.

આ વર્ષે શિવરાત્રિ પર્વ 21 ફેબ્રુઆરી અને શુક્રવારએ આવશે. આ દિવસે શ્રવણ નક્ષત્ર હશે. શ્રવણ નક્ષત્ર ચંદ્રનું નક્ષત્ર છે અને ચંદ્ર મકર રાશિમાં શનિ સાથે હશે. શનિ અને ચંદ્ર જ્યારે સાથે હોય છે ત્યારે વિષયોગ તોડવાના ઉપાયો કરવામાં આવે છે.

image source

આ ઉપરાંત શુક્ર પ્રેમનો કારક ગ્રહ છે. તેથી આ દિવસે શિવરાત્રિ પર જે લોકો વ્રત કરી વિધિ વિધાનથી શિવજીની સાથે માતા પાર્વતીની પૂજા કરશે તેમના વિવાહ ઝડપથી થશે. મહાશિવરાત્રિના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરી શિવજીની પૂજા કરવી. શિવજીને દૂધ, ચોખા, જળ અને બીલીપત્ર ચઢાવવા. શિવજીને તિલક હળદરથી કરવું.

જે લોકો લવ મેરજ કરવા ઈચ્છે છે અને કોઈ સંકટ તેમને નડે છે તેમણે શિવરાત્રિ પર સવારે વહેલા જાગી જવું અને પાણીમાં ગુલાબજળ ઉમેરી સ્નાન કરવું. કપાળ પર ચંદનનું તિલક કરવું અને ગુલાબી વસ્ત્ર ધારણ કરી ક્રિસ્ટલની માળાથી ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો.

image source

મહાશિવરાત્રિના દિવસે પૂજા-પાઠ કરી મનમાં પણ શિવજીનું જ ધ્યાન ધરવું. લવ મેરેજની ઈચ્છા રાખતાં યુગલએ શિવજીને પૂજામાં લાલ ગુલાબના પાન ચઢાવવા. જેમના લગ્નજીવનમાં સમસ્યાઓ ચાલતી હોય તેમણે દૂધ, જળ અને મધ એકસાથે ઉમેરી અને શિવજીનો અભિષેક કરવો. આ ઉપાયથી વૈવાહિક જીવનના ક્લેશ દૂર થશે.

મહાશિવરાત્રિનું વ્રત જે કરે તેણે વ્રતના પારણા બીજા દિવસે એટલે કે શનિવારએ કરવા. પારણા કર્યા બાદ પીપળાના ઝાડને જળ ચઢાવી અને પૂજા કરવી. આ દિવસે શનિ મંત્રનો જાપ કરવો. આ ઉપાયથી શનિ દોષ દૂર થશે અને જીવનના કષ્ટોનું પણ સમાધાન થશે.

image source

શનિવારના દિવસે શનિદેવ સમક્ષ તલના તેલનો દીવો કરો. આ ઉપાય શિવરાત્રિ પછીના શનિવારથી સતત 8 શનિવાર સુધી કરવો. આ ઉપાયથી પણ વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઈ જશે. આ મહાશિવરાત્રિ પર જેના વિવાહ નથી થયા તેમણે શિવજીની સાથે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની પણ આરાધના કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ