તો આ કારણે ગંગાનાં પાણીને આટલું પવિત્ર માનવામાં આવે છે…

વૈજ્ઞાનિકોને અનુસાર આ કારણે જ ગંગા નદીનું પાણી આજ પણ આટલું પવિત્ર

ગંગા નદીને આપણા ગ્રંથોમાં પવિત્ર નદીનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણા ગ્રંથો મુજબ આ નદીનાં પાણીને કોઈપણ અશુદ્ધ ચીજ પર છાંટવાથી તે ચીજ શુધ્ધ થઈ જાય છે અને આ જ કારણ છે કે જ્યારે પણ આપણે પૂજા કરીએ છીએ, તો પોતાની આસપાસ ગંગાજળનો છંટકાવ જરૂર કરીએ છીએ. જેથી પૂજા દરમિયાન એક શુધ્ધ વાતાવરણ રહે.આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગાનાં પાણીમાં એક ડૂબકી લગાવવાથી મનુષ્ય એ જે પાપ પોતાના જીવનમાં કર્યા છે તે બધા પાપ માફ થઈ જાય છે. કારણ કે આ નદીનું પાણી એકદમ પવિત્ર છે અને આ પાણીમાં સ્નાન કરવાથી માણસ પણ પવિત્ર થઈ જાય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આખરે ગંગાનાં પાણીને શામાટે પવિત્ર માનવામાં આવ્યું છે?આપણા વેદો,પુરાણ,રામાયણ,મહાભારત સહિત બધા ગ્રંથોમાં ગંગા નદીનો ઉલ્લેખ જોવા મળે છે. આપણા દરેક ગ્રંથમાં આ નદીનાં પાણીને પવિત્ર જણાવવામાં આવ્યું છે. આપણા ગ્રંથોની સાથે જ વૈજ્ઞાનિકો એ પણ આ નદીને પાણીને પવિત્ર માન્યું છે અને પોતાની શોધમાં મેળવ્યું કે ગંગાનું પાણી ક્યારેય પણ ખરાબ નથી થતું.

આખરે શામાટે છે ગંગાનું પાણી પવિત્ર વૈજ્ઞાનિકોને અનુસાર ગંગાનાં પાણીમાં બેક્ટીરિયોફાઝ વાયરસ મળી આવે છે અને આ વાયરસ આ પાણીમાં રહેલા દરેક બેક્ટેરિયાને ખતમ કરી દે છે. જેવું જ ગંગા નદીનું પાણી ખરાબ થવા લાગે છે અને તેમાં બેક્ટેરિયા જન્મવા લાગે છે તો આ વાયરસ પાણીમાં સક્રિય થઈ જાય છે અને બેક્ટેરિયાને મારી નાખે છે. ત્યાં જ જેવા પાણીમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે આ વાયરસ આપમેળે છુપાઈ જાય છે. બેક્ટેરિયોફાઝ વાયરસ ગંગાનાં પાણીને હમેંશા પવિત્ર રાખે છે અને ક્યારેય પણ ગંગાનાં પાણીને ખરાબ નથી થવા દેતું.

ગંગા નદીનાં પાણી પર લગભગ સવાસો વર્ષ પહેલા બ્રિટિશ ડોક્ટર એમઈ હોકિને પણ એક શોધ કરી હતી. એમઈ હોકિને આ નદીનાં પાણી પર શોધ કરીને મેળવ્યું કે જો ગંગા નદીનાં પાણીમાં હેઝૈનાં બેક્ટેરિયા નાખવામાં આવે તો થોડા સમય બાદ જ આ બેક્ટેરિયા મરી જાય છે. એમઈ હોકિને પોતાની શોધમાં મેળવ્યું કે ગંગાનાં પાણીમાં બેક્ટેરિયા મારવાની ક્ષમતા રહેલી છે. વૈજ્ઞાનિકો એ ગંગાનાં પાણી પર ઘણી પ્રકારની શોધ કર્યા બાદ આ પાણીને પવિત્ર માન્યું છે. પરંતુ આપણા ગ્રંથમાં તો પહેલાથી જ ગંગાને પવિત્ર નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

હાલમાં પણ ગંગાનું પાણી છે પવિત્ર આજનાં સમયમાં ગંગા નદીમાં કચરો અને કેમિકલ નાખીને આ પાણીને પૂરી રીતથી પ્રદુષિત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ઘણા લોકો ગંગાના પાણીને પોતાની ચામડી માટે બરાબર નથી માનતા.


પરંતુ હાલમાં જ લખનઉનાં નેશનલ બોટેનિકલ રિસર્ચ ઈન્સટિટ્યૂટ (એનબીઆરઆઈ) એ ગંગાનાં પાણી પર એક શોધ કરી હતી અને શોધમાં સામે આવ્યું હતું કે હજુ પણ ગંગાનું પાણી એકદમ સાફ છે અને ગંગાનાં પાણીમાં બિમારી પેદા કરનાર બેક્ટેરિયાને મારવાની ક્ષમતા જળવાયેલી છે. એટલે કે ગંગા નદી હજુ પણ એટલી જ પવિત્ર છે જેટલી આ પહેલા હતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ