ભારતની આ જગ્યા પક્ષીઓ માટે છે એકદમ ફેમસ, કારણકે ત્યાં થાય છે કંઇક એવુ કે….

ભારતનું આ સ્થાન એકદમ રહસ્યમય છે, જ્યાં આશ્વર્યજનક રીતે પક્ષીઓ કરે છે, આપઘાત…

image source

આપણો દેશ વિવિધ પ્રકારની અનેક અજાયબીઓથી ભરેલો છે. અહીં અનેક મંદિરો, દેવસ્થાનો અને ગઢ – કિલ્લાઓ, પર્વતો – ટેકરીઓ, વાવ – તલાવડીઓ સાથેની લોકવાયકાઓ અને માન્યતાઓ પ્રવર્તે છે. ભારત દેશનો ઇતિહાસ પણ પૌરાણિક છે જેની પણ અનેક દંતકથાઓ અને પરંપરાઓ રહેલી છે. દરેક જગ્યાઓ સાથે કોઈને કોઈ વાત જોડાયેલી હોય છે. અનેક સ્થળોએ ફરવા જઈએ ત્યારે તે સ્થાનનું મહત્વ અને તેને બનવા પાછળની કોઈ ઘટના કે કથા વિશે આપણને ખ્યાલ આવે છે.

image source

ત્યારે આપણે તેને ખૂબ જ રસપૂર્વક સંભળીએ છીએ કેમ કે તે યા તો ત્યાંના સ્થાનિકો જણાવતાં હોય છે અથવા તો તે પરંપરાગત રીતે લોકો દ્વારા દૂર દૂરથી કહેવાઈને આપણાં સુધી પહોંચેલી હોય છે. આવો જાણીએ આપણાં દેશના એક ગામ વિશે જ્યાં કંઈક એવું કૌતૂક થાય છે, જે આજે પણ લોકો માટે રહસ્યની બાબત છે. આ ગામમાં ઠેરઠેરથી પક્ષીઓ આવે છે અને આપઘાત કરે છે…

અહીં પક્ષીઓ આવીને આપઘાત કરે છે…

image source

જી હા, જેઓ ઊંચે ગગનમાં ઊડી શકે છે, તો પણ આપઘાત કરી શકે છે, એ જાણીને જ સૌથી પહેલાં તો આપણને આશ્ચર્ય થતું હોય છે. પરંતુ એ હકીકત છે. આવો જાણીએ આ ગામ ક્યાં આવેલું છે અને અને એવું તે શું છે, અહીં કે જે પ્રાણીઓ માટે જીવલેણ સાબીત થાય છે અને તેમને આપઘાત કરવા માટે પ્રેરે છે.

આ ગામ પક્ષીઓ માટે છે, ઘાતક

image source

જટિંગા ગામમાં, દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે અને આત્મહત્યા કરે છે. એક માન્યતા એવી પણ છે કે કૃષ્ણ પક્ષની રાત્રિએ, જટિંગા ગામની ખીણમાં આ વિચિત્ર અકસ્માતો ખૂબ જ વધી જાય છે. આવા બનાવો આ ગામને વધુ રહસ્યમયી બનાવે છે.

અહીંનું વાતાવરણ બદલી જાય છે…

image source

શિયાળાની શરૂઆત પહેલાં જ શારદીય સમયમાં અહીંનું વાતાવરણ બદલી જતું હોય છે. દૂર દૂરથી આવતાં પક્ષીઓ માટે આ વાતાવરણ આકર્ષણ બને છે. આ દિવસો દરમિયાન, અહીં સાંજના સમયે એક ઠંડક વધી જાય છે, ધુમ્મસ અને ઝાકળ પણ હોય છે અને જોરદાર પવન પણ ફૂંકાતો હોય છે.

એવી ઘટના ક્યારે બને છે જ્યારે પક્ષીઓ કરે છે આત્મહત્યા…

image source

પક્ષીઓ દ્વારા આપઘાતની આ ઘટનાઓ મોટાભાગે હંમેશા સાંજના ૬ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યાની વચ્ચે બને છે. આ સમયે અહીંનું વાતાવરણ ખૂબ જ ગેબી બની જતું હોય છે.

દેશી – વિદેશી પક્ષીઓ કરે છે અહીં, આપઘાત…

image source

અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ અહીં આવીને સાંજના સમયે આત્મહત્યા કરનારા પક્ષીઓ માત્ર ભારતીય પ્રજાતિના જ નથી હોતાં. તેઓમાં પ્રવાસી પક્ષીઓ પણ હોય છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ પક્ષીઓમાં આશરે ૪૦ જેટલી જાતિના સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓનો સમાવેશ થાય છે.

શું છે, કારણ આ રહસ્યમયી ઘટનાઓ પાછળ?

image source

પક્ષીઓની આત્મહત્યાના રહસ્ય અંગે આ વિસ્તારમાં અનેક પ્રકારની વાતો થઈ રહી છે. અહીંના સ્થાનિક જનજાતિઓ અને આદિવાસીઓનું માનવું છે કે આ ભૂત – પ્રેત અને અદ્રશ્ય શક્તિઓનું કાર્ય હોઈ શકે છે. જ્યારે વૈજ્ઞાનિક તારણો કાઢીએ તો એવી માન્યતા એ છે કે અહીં પક્ષીઓ ઉડતી વખતે સંતુલનમાં જોરદાર પવનથી ખલેલ પહોંચે છે અને નજીકના ઝાડથી ટક્કરાઈ જતાં તેઓ ઘાયલ થઈ જાય છે અને મૃત્યુ પામે છે.

image source

આ ઘટનાઓ પાછળ ભલે ગમે તે કારણ હોય, પરંતુ પક્ષોની આત્મહત્યાને કારણે આ સ્થાન વિશ્વભરમાં રહસ્ય બની રહ્યું છે અને તે ચર્ચામાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ