તમારા વાળને વધારે સ્ટાઈલીશ બનાવો આ ઇનસ્ટન્ટ હેક્સ દ્વારા…

ઇનસ્ટન્ટ હેર હેક્સ અપનાવી તમારા વાળને આકર્ષક બનાવો

માથાના વાળ એ કોઈ પણ સ્ત્રી કે પુરુષના દેખાવની શોભા હોય છે. તેને તમે વિવિધ રીતે સ્ટાઈલ કરીને તમારા લૂકને પ્રસંગ પ્રમાણે બદલી શકો છો પાર્ટીમાં તમે તેનો લૂક બદલીને ટ્રેન્ડી દેખાઈ શકો છો તો વળી કોઈ ધાર્મિક કે સામાજિક પ્રસંગે તેનો લૂક બદલીને તમે ટ્રેડીશનલ પણ લાગી શકો છો. જો તમે તમારી એકનીએક હેયરસ્ટાઈલતી કંટાળી ગયા હોવ તો આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી જ સ્ટાઈલ તેમ વાળને આકર્ષક દેખાવામાં મદદરૂપ હેર હેક્સ વિષે જણાવીશું.

image source

આજે સ્ત્રીઓ દરેક પ્રસંગ પ્રમાણે વસ્ત્રો પહેરે છે. હવે તમને ભારતીય સ્ત્રી અને ખાસ કરીને શહેરોની સ્ત્રીઓ પંજાબી કે પછી સાડીઓમાં ઓછી જોવા મળશે પણ જીન્સ ટીશર્ટમાં વધારે જોવા મળશે. અને તેના વાળ હંમેશા કપાયેલા જ હોય છે. જોકે માત્ર વાળ કપાવાથી જ તેને સુંદર નથી બનાવી શકાતા કે પછી આકર્ષક નથી લાગી શકાતું. પણ તેને યોગ્ય રીતે સ્ટાઇલ કરવાથી તમે દરેક પ્રસંગને અનુરુપ લૂક અપનાવી શકો છો.

તમે વસ્ત્રો તો પ્રસંગ પ્રમણે બદલી નાખો છો પણ પોતાના વાળની સ્ટાઈલને નથી બદલી શકતા અથવા બની શકે કે તમારી પાસે તે બાબતે નવા આઈડીયાઝ નથી હોતા. અને સમયનો પણ અભાવ હોય છે. માટે આવી જ વ્યસ્ત ગૃહિણીઓ તેમજ વર્કીંગ વુમેન માટે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ સુંદર હેરસ્ટાઇલ્સ તેમજ હેર હેક્સ.

image source

વાળને ઇન્સ્ટન્ટ કર્લ કરી બનાવો તેને ઓર વધારે સ્ટાઇલીશ

થોડા સમય પહેલા મહિલાઓ પોતાના વાળને કર્લ કરતા ખચકાતી હતી કારણ કે હીટ આયર્નના કારણે લાંબા ગાળે તમારા વાળને નુકસાન થતું હોય છે પણ વાળને કર્લ કરવાથી તમારો લૂક એકદમ ડીફરન્ટ બની જાય છે. જો તમારે અચાનક કોઈ પાર્ટી વિગેરેમાં બહાર જવાનું થયું હોય અને તમે તમારા લૂકને હટકે બનાવવા માગતા હોવ તો તમારે હેર કર્લ કરવાની આ ટીપ ચોક્કસ અપનાવવી જોઈએ.

image source

તેના માટે તમારે સૌ પ્રથમ તમારા વાળની એક ઉંચી પોનીટેલ બાંધી લેવી. ત્યાર બાદ તે પોનીટેલ બાંધેલા વાળને તમારા ચહેરા તરફ આગળ લાવી દેવા અને તેને ત્રણ ભાગમાં વહેંચી લેવા. હવે તેને કર્લ કરી લેવા. હવે વાળને છોડી દેવા અને તેના પર હેરસ્પ્રે છાંટી દેવું. થઈ ગયા તૈયાર ઇન્સ્ટન્ટ કર્લ હેર.

image source

બાઉંસી પોનીટેલ

પોનીટલ એક એવરગ્રીન હેયર સ્ટાઇલ છે. પણ પાતળા વાળ અથવા તો ઓછો હેર ગ્રોથ ધરાવતી સ્ત્રીઓની પોની ટેલ એટલી બધી આકર્ષક નથી લાગતી. જો તમને પણ આ જ સમસ્યા નડતી હોય તો. તમારે તમારા વાળની માત્ર એક જ પોનીટેલ ન બનાવવી પણ બે બનાવવી તેનાથી તમારા વાળ ગ્રોથી લાગશે અને પોની ટેલ પણ બાઉન્સી બનશે.

image source

તેના માટે તમારે સૌપ્રથમ તમારા વાળનો અરધો ભાગ કરવો તેની એક પોની વાળવી ત્યાર બાદ તેની નીચેની બાજુના વાળ લઈ તેની બીજી પોની ટેલ બનાવવી. આમ ટુ લેયર પોનીટ ટેલ તમારા વાળને લાંબા તેમજ ભરાવદાર દેખાવામાં મદદ કરશે.

image source

શું તમારા વાળનો ગ્રોથ ઓછો છે ? તો આ રીતે તમારા વાળને વોલ્યુમ આપો

જો તમારા વાળનો ગ્રોથ ઓછો હોય અને તે સાવ જ આછા લાગતા હોય તો તેને આ સરળ રીતે વોલ્યુમ આપી આકર્ષક બનાવો. તેના માટે તમારે રાત્રે સુતી વખતે બધા જ વાળ આગળની તરફ લાવી તેની ચોટલી વાળી લેવી અને સુઈ જાઓ. સવારે ઉઠીને ચોટલી ખોલી દો. તમે જોશો કો તમારા વાળ ભરેલા ભરેલા લાગશે.

image source

બે મોઢાળા વાળને આ સરળ રીતે કરો દૂર

ઘણી સ્ત્રીઓને બે મોઢાળા વાળની સમસ્યા રહેતી હોય છે. જે તેમના વાળનો લૂક ખરાબ કરે છે. જો તમારે આ બે મોઢાળા વાળની સમસ્યાને તરત જ દૂર કરવી હોય તો તેને તમારે જાતે જ ટ્રીમ કરી લેવા એટલે કે નીચેથી થોડાં-થોડાં કટ કરી લેવા. જો કે તમારા માટે જાતે કરવુ તે સરળ નથી પણ આ સરળ રીતે તમે જાતે જ તમારા વાળને ટ્રીમ કરી શકો છો.

image source

તેના માટે તમારે વાળ ખુલ્લા રાખીને તમારા માથાને નમાવીને બધા જ વાળ આગળ તરફ લાવી દેવા. હવે આગળથી તે વાળને રબરબેન્ડની મદદથી બાંધી લો. ત્યાર બાદ બે-ત્રણ ઇંચના અંતરે બીજું એક રબર બેન્ડ લગાવો. ત્યાર બાદ તેવી જ રીતે બીજુ રબરબેન્ડ લગાવો. આવી રીતે જ્યારે છેક બે મોઢાવાળ વાળ આવે ત્યાં સુદી રબર બેન્ડ બાંધતા જાઓ. હવે જે બે મોઢાવાળા વાળ દેખાય તેને કાતરની મદદથી ટ્રીમ કરી લો. આમ કરવાથી તમારા વાળ પર્ફેક્ટ કપાશે.

image source

કર્લર વગર વાળને આ રીતે કરો કર્લ

કર્લર વગર વાળને તમે ઘણી રીતે કર્લ કરી શકો છો. પહેલી રીત પ્રમાણે તમારે તમારા તેલ વગરના કોરા વાળને નાના ભાગમાં વહેંચી લેવા અને તેની ચોટલીઓ ગુંથી લેવી. હવે તેના પર બ્લો ડ્રાયર ફેરવી દેવું. જો આવી જ રીતે ગુંથેલી ચોટલીઓને આખી રાત રાખવામાં આવશે તો તમારા વાળ કર્લ થઈ જશે અને તેને આયર્નથી જે નુકસાન થતું હોય તે પણ નહીં થાય.

image source

બીજી રીત પ્રમાણે જો તમારી પાસે હેર સ્ટ્રેઇટનર છે તો તેનો ઉપયોગ કરી વાળને વેવી લૂક આપો. અથવા તો સ્ટ્રેઇટનરની મદદથી જ તેને રોલ કરતા જાઓ. તેના માટે તમારે તમારા વાળના નાના નાના ભાગ કરીને તેમ કરવું. તેમ કરવાથી તમારા વાળ સુંદર રીતે કર્લ થશે.

ઝાંખા વાળને આ સરળ રીતે બનાવો સ્વસ્થ

એસ્પિરનની ગોળીના પાવડરનો સામાન્ય રીતે ઉપયોગ ચહેરા પરના ખીલને દૂર કરવામાં થતો હોય છે. પણ તે તમારા વાળ માટે પણ ઉપયોગી છે. બે અઠવાડિયે એકવાર જો એક એસ્પિરિન ગોળીના પાઉડરને તમારા શેમ્પુમાં મિક્સ કરીને તમે તેનાથી તમારા વાળ ધોશો તો તમારા વાળની ડલનેસ દૂર થશે અને થોડા ક જ દિવસોમાં તમને સ્વસ્થ શાઈની વાળ જોવા મળશે.

image source

ફ્રીઝી વાળથી દૂર રહેવા અજમાવો આ સરળ ટીપ

ફ્રીઝી હેર એટલે કે વાળ અસ્તવ્યસ્ત રહેવા. વાળ ઓળ્યાના દસ-પંદર મિનિટમાં જ જો તમારા વાળ ફ્રીઝી થઈ જતા હોય અને તમારી પાસે તેની સ્પેશિયલ પ્રોડક્ટ ન હોય તો ચિંતા ન કરો. તેના માટે તમારે તમારી આંગળીના ટેરવા પર હાથ પર લગાવવાનુ લોશન લેવું અને તેને તમારા વાળ પર એપ્લાય કરો.

આમ કરવાથી તમારી ફ્રીઝી હેરની સમસ્યા દૂર થઈ જશે. જો કે તેનો ઉપયોગ તમારે ઇમરજન્સીમાં જ કરવો કારણ કે આ ક્રીમમાંના કેટલાક ઇનગ્રેડીટન્ટ્સ તમારા વાળને નુકસાન પણ કરી શકે છે.

 

image source

કોકાકોલાના ઉપયોગથી તમારા વાળને વધારાનું વોલ્યુમ અને ટેક્સ્ચર આપો

આ એક અત્યંત વિચિત્ર હેરસ્ટાઇલ હેક છે પણ તમને માન્યામાં નહીં આવે કે આ ખરેખર કામ કરે છે. તેના માટે તમારે કોકાકેલાનો ઉપયોગ કરવાનો છે. કોકાકોલની આ ટ્રીક તમારા વાળને વોલ્યુમ આપશે અને સાથે સાથે એક ટેક્સ્ચર પણ આપશે. તમારે તમારા વાળને કોકાકોલાથી પલાળવાના છે.

તેનો ઉપયોગ તમે તમારા વાળની લેન્થ અને ગ્રોથ પ્રમાણે કરી શકો છો. હવે કોકોકોલાથી વાળ ભીના કર્યા બાદ તમારે તેને ટુવાલમાં લપેટી લેવા અને સુકાવા દેવા. સુકાયાબાદ તમારા વાળ કોઈ મોડેલ જેવા ભરાવદાર થઈ જશે.

image source

ઇન્સ્ટન્ટ શાઈની હેર કેવી રીતે કરવા

નાળિયેરનું તેલ તમારા વાળ માટે ઉત્તમ છે જે એક ભારતિય તરીકે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. જો કે તેના યોગ્ય ઉપયોગથી આજે પણ ઘણી બધી સ્ત્રીઓ અજાણ છે. તેના માટે તમારે તમારા વાળ છુટ્ટા કરી લેવા તેમાંથી બધી ગુંચ કાઢી લેવી અને શેમ્પુથી વાળ ધોઈ લેવા. ત્યાર બાદ વાળને ટુવાલથી કોરા કરી તેમાંથી બને તેટલું પાણી દૂર કરી લેવું.

image source

હવે બે ચમચી તેલ લેવુ અને તેનાથી તમારા ભીના વાળ પર ધીમે ધીમે મસાજ કરવું. તમારા બધા જ વાળ નાળિયેર તેલથી કોટ થઈ જાય તેનું ધ્યાન રાખવું અને ખાસ કરીને તમારા વાળના મૂળિયા પર વધારે ધ્યાન આપવું. હવે તમે જે કન્ડીશનર યુઝ કરતા હોવ તેનો ઉપયોગ કરવો અને તેને વાળ પર લગાવી લેવું.

ત્યાર બાદ પાંચ મીનીટ માટે તેને તેમજ રાખી મુકવું. હવે પાંચ મીનીટ બાદ વાળને ધોઈ લેવા. આમ તો શેમ્પુ વગર જ ધોવા પણ તમને ઓઈલી હેયરની બીક લાગતી હોય તો શેમ્પુને પાણીમાં ડાઇલ્યુટ કરીને વાળ ધોઈ લેવા. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો. ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે તમારા વાળએક દમ સ્મુધ શાઈની બની ગયા હશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ