આ ગુજરાતી યુવતી જ્યારે નવરાત્રીમાં ડ્રમ વગાડે છે ત્યારે ખેલૈયા મન મૂકીને નાચવા લાગે છે..

આ નવરાત્રિમાં ખેલૈયાઓ ગુજરાતી લેડી ડ્રમરના તાલે મન મૂકીને નાચ્યા. જો તમે પણ વિડિયો જોશો તો તમે પણ જૂમી ઉઠશો

image source

સામાન્ય રીતે આપણે કોઈ સ્ત્રી વાદ્યકલાકારની કલ્પના કરીએ તો આપણને તેણીના હાથમાં સિતાર દેખાય, સંતુર દેખાય, તબલા દેખાય અને બહુ બહુ તો આપણને તેણીના હાથમાં ગીટાર દેખાય પણ તેને તમે ક્યારેય ડ્રમની પાછળ હાથમાં ડ્રમ સ્ટીક લઈને ઉભી તો ના જ કલ્પી શકો. જો કે તેમાં મારો-તમારો કોઈનો વાંક નથી આ આપણું સામાજિક બીબુ છે જે અમુક હદથી બહાર વિચારી નથી શકતું. પણ આપણે અને સમાજે તેમાંથી બહાર નીકળવું જોઈએ.

image source

પણ જ્યારે આપણે તે બીબાને નહીં છોડવાની જીદ પકડી રાખીએ છીઁએ ત્યારે લીઝા પટેલ જેવી યુવતિઓ તે કામ પોતાના હાથમા લે છે અને સમાજને તે બીબામાંથી બહાર નીકળવા માટે મજબુર કરે છે કે સ્ત્રીઓ માટે તમે કોઈ જ સિમા નક્કી ન કરી શકો. પછી તે તેની વસ્ત્રોની પસંદગી હોય કે પછી તેના અભ્યાસની પસંદગી હોય કે પછી લીઝાની જેમ ડ્રમ જેવું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની પસંદગી હોય. આપણે હંમેશા આપણને જેમાંથી આનંદ મળતો હોય તે જ કાર્ય કરવું જોઈએ અને બીજાને પણ તે માટે પ્રેરવા જોઈએ. આપણા પર શું શોભશે તેની ચિંતા પછી આવે છે.

image source

આ નવરાત્રીમાં લિઝા ઠક્કરે પોતાની ડ્રમ સ્ટીક્સથી ખેલૈયાઓ પર જાદૂ પાથરી દીધો છે. લિઝા છેલ્લા પાંચ વર્ષથી ડ્રમીંગ કરે છે. તેણીને ખાસ કરીને નવરાત્રી જેવા ઓકેઝન્સ પર ડ્રમીંગ કરવું ખુબ ગમે છે. તેણીએ જ્યારે ડ્રમીંગ શરૂં કર્યું ત્યારે ઘણા લોકોએ તેણીને જાતજાતની સલાહો આપી હતી કે છોકરીઓના કાંડા ડ્રમીંગ માટે નથી બન્યા હોતા તેમણે કોઈ હળવું વાદ્ય પસંદ કરવું જોઈએ. પણ લીઝા પોતાના દીલની વાત પર વધારે ભરોસો રાખે છે માટે જ તેણીએ કોઈની પણ સલાહ માન્યા વગર પોતાની ડ્રમીંગ કેરિયર પર જ ફોકસ કર્યું.

image source

સામાન્ય રીતે ડ્રમ વગાડતા આપણે છોકરાઓને જ જોતા હોઈએ છીએ. અને પુરુષ કેન્દ્રીત સમાજમાં તમે જ્યારે કોઈ અલગ ચીલો ચાતરવા માગતા હોવ ત્યારે તમારે ઘણા બધા પડકારો તેમજ અવરોધોનો સામનો કરવો પડે છે. અને તેના માટે લિઝા પહેલેથી જ તૈયાર હતા. લીઝા જ્યાં ક્યાંય પણ પહેલું પરફોર્મન્સ આપતી ત્યારે લોકોને એમ લાગતું કે તેણી વધારે નહીં વગાડી શકે પણ જ્યારે શો પુરો થાય ત્યારે લોકો તેની ટેલેન્ટ જોઈ કન્વીન્સ થઈ જતાં.

લીઝાને ડ્રમ વગાડવું તો ખુબ ગમે જ છે માટે તેણીને તેને વગાડવામાં તો કોઈ જ તકલીફ નથી પડતી અને તેણી પોતાના આ કામને પણ ખુબ એન્જોય કરી રહી છે. પણ તેના માટે ચેલેંજીંગ ડ્રમ કીટનું વજન હતું. કારણ કે સામાન્ય વાદ્યો જેવા કે કેસિયો, ગિટાર, હારમોનિયમ ડ્રમની સરખામણીએ ઘણા બધા હળવા હોય છે તેને લાવવા લઈ જવા ઘણા સરળ રહે છે. પણ ડ્રમ કીટનું વજન જ 60 કી.ગ્રામ ઉપર હોય છે. માટે એક વ્યક્તિ માટે તેને લાવવું લઈ જવું સરળ નથી. પણ તેણીએ આ સમસ્યાને પણ પોતાના ડ્રમીંગના શોખને પુરો કરવા માટે બાધારૂપ ન રહેવા દીધી. તેણીના મનમાં પહેલેથી જ નક્કી હતું કે તે ડ્રમીંગ માટે કંઈ પણ કરી છૂટશે.

લીઝા મૂળે ધોરાજીના છે અને હાલ અમદાવાદમાં પોતાના પતિ સાથે સ્થાયી છે. તેણીને બાળપણથી જ ડ્રમ વગાડવાનો શોખ હતો. જો કે ડ્રમર શીખવા માટે એક છોકરી માટે ટ્યુટર શોધવો અઘરો હતો. આ ઉપરાંત તે વખતે લોકોની માનસિકતા પણ થોડી નડી હતી માટે તેણીને આ ફિલ્ડમાં પ્રવેશતાં થોડો વધારે સમય લાગ્યો. તેણીએ પોતાનુ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યાર બાદ ડીઝાઈનીંગનો કોર્સ કર્યો અને ત્યાર બાદ તેણી જ્યારે અભ્યાસમાંથી ફ્રી થઈ ત્યારે તેણીએ ડ્રમીંગ શીખવાનું શરૂ કર્યું. પણ તેણીનો આ શોખ લગ્ન બાદ વધારે ડેવલપ થયો અને તેમાં તેણીના પતિ વિશાલ ઠક્કરે તેમજ તેમના કુટુંબીજનોએ તેમને ખુબ જ સાથ સહકાર આપ્યો.

આજે લીઝા એક પ્રોફેશનલ ડ્રમર બની ગઈ છે. તેણી ગુજરાતના જાણિતા સિંગર્સ અરવિંદ વેગડા, દેવાંગ પટેલ અને જશરાજ શાસ્ત્રી સાથે ડ્રમ પર્ફોમન્સ આપી ચુકી છે. નવરાત્રિમાં તેણી સતત 4થી 5 કલાક સુધી ડ્રમીંગ કરે છે. અને નવરાત્રી દરમિયાન તેણીએ સતત 12 કલાક સુધી ઇવેન્ટના સ્થળ પર હાજર રહેવું પડે છે. જેમાં તેણીને અત્યંત એનર્જીની જરૂર પડે છે પણ તેણી યોગ્ય ડાયેટ દ્વારા તેની એનર્જી જાળવી રાખે છે. જોકે આજે પણ લોકો લિઝાને ટોન્ટ મારતા રહેતા હોય છે પણ તેમી ક્યારેય તેના પર ધ્યાન નથી આપતી. અને તેણી સતત આગળ વધતી રહે છે તેણીને ડ્રમીંગમાંજ આગળ વધવું હતું તેટલું તેણીએ નક્કી કરી લીધું હતું.

લિઝા રેગ્યુલર ડ્રમીંગ પણ કરે છે પણ તેણીને ગરબામાં ડ્રમીંગ કરવું વધારે ગમે છે. તેમાં તેણી ડ્રમ વગાડતા વગાડતા નાચી પણ શકે છે અને તેણી ગરબાના ડ્રમીંગને ખુબ જ એન્જોય કરે છે. જો કે તેણી ડીજેઇંગ પણ કરે છે તેણી પોતાના આ કામને પણ એન્જોય કરે છે. લિઝા ગુજરાત, ગુજરાત બહાર અને વિદેશમાં પણ ડીજેઈંગ કરે છે.

લિઝાને જ્યારે સ્ટેજ પર લોકો ડ્રમીંગ કરતી જુએ છે ત્યારે તેને જોતા જ રહી જાય છે અને ત્યાં હાજર દરેક વ્યક્તિની એકવાર તો નજર તેણી પર ઠરી જ જાય છે. જો કે એવું નથી કે લિઝાને લોકો દ્વારા ટોકવામાં જ આવી છે પણ તેની સાથે સાથે લોકોએ તેણીના ડ્રમીંગને એપ્રિશિયેટ પણ કર્યું છે. ગરબાનો પ્રોગ્રામ જ્યારે પુર્ણ થાય છે ત્યારે ત્યાં હાજર ખેલૈયાઓ લિઝાનું નામ લઈ લઈને તેણીના ડ્રમીંગને બિરદાવે છે ત્યારે લિઝાને પોતાની જાત પર ખુબ ગર્વ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ