આ ગામમા દરેક ઘરમાં છે સેનાના ‘જવાન’, ઘણા યુદ્ધમાં પણ દેશ માટે આપી ચૂક્યા છે જાન!!

ઉત્તરપ્રદેશનાં બુલંદ શહેર જિલ્લામાં એક ગામ છે જ્યાંના લોકોની રગોમાં દેશભક્તિ વહે છે. જ્યાંની માટીમાં વીર જન્મે છે,અહીના દરેક ઘરમાંથી સૈનિક નિકળે છે.

દિલ્હીથી લગભગ દોઢસો કિલોમીટર દૂર વસેલા આ ગામને સૈનિકોવાળું ગામ કહેવામાં આવે છે.

બુલંદશહેરના કોઈપણ ખૂણામાં તમે આ ગામ વિશે પૂછવાનું શરૂ કરશો તો લોકો રસ્તો બતાવી દેશે,અચ્છા તે સેનાવાળુ ગામ…અચ્છા એ ગામ જ્યાંના દરેક ઘરમાં સૈનિક છે.કંઈક આવી છે ઓળખાણ સૈદપુરની.અને હોય પણ કેમ નહિ લગભગ ૨૦,૦૦૦ વસ્તી વાળા સૈદપુર ગ્રામ પંચાયતનો નાતો આઝાદહિંફ ફોજથી લઇને દેશની ત્રણેય સેનાઓ દિલ્હી ,યુપીની પોલીસ અને ઘણા સુરક્ષા દળોથી છે.

સૈદપુરનાં દેશનાં હજારો જવાનથી લઈને મેજર જનરલ સુધી આપ્યા છે. પહેલા વિશ્વયુદ્ધથી લઈને કારગિલ સુધી ઘણા યુધ્ધોમાં સૈદપુરે શહાદત આપી છે.ગામમાં બે શહિદ સ્તંભ છે.એક જ્યાં પહેલા વિશ્વયુદ્ધમાં શહિદ થયેલા સૈનિકોના નામ વાળો શિલાલેખ છે તો બીજો ગામનાં બીજા છેડા પર ઈંટર કોલેજ મેદાનની નજીક સ્થિત છે.

અહિ કારગિલમાં શહિદ થયેલા નાયબ સુરેન્દ્ર અહલાવતની મૂર્તિ લાગેલી છે. આ ગામનાં યુવા અને વડીલ માટે બેઠકનો મોટો અડ્ડો પણ છે.બાંગ્લાદેશની આઝાદીમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાવાળી ઈન્ડિયન નેવીની તરફ મુક્તિવાહિની સેનામાં શામેલ રહેલા દેવિંદર સિંહ સિરોહી ૭ ભાઈઓ હતા,જેમાથી પાંચ સેનાઓ માં હતા.દેવિંદર જણાવે છે કે,”હું નેવીમાં હતો બાકી ૪ ભાઈ આ ર્મીમાં હતા.અમારા પિતા,બાબા પણ સેનામાં હતા,મારા બાળકો પણ સેનામાં છે.અમારે ત્યાં લોકોની રગોમાં સેનાનું જનૂન વહે છે.

મારા પરિવાર જ નહિ મારા ગામમાં જ સેનાનું જનૂન માથે ચડીને બોલે છે”.ગામની ઈંટર કોલેજમાં બનેલ શહિદ સ્તંભ,અહી કારગિલમાં શહિદ થયેલા નાયબ અહલાવતની મૂર્તિ લાગેલી છે.આ ગામનાં યુવાન અને વડિલોનાં માટે બેઠકનો મોટો અડ્ડો પણ છે.

સેના અને યુધ્ધનું નામ લેતા દેવિંદર સિરોહીની આંખોમાં ચમક વધી જાય છે.તે જણાવે છે,કેવી રીતે ઈંડિયન નેવીએ પાકિસ્તાનને ૧૯૭૧ના યુધ્ધમાં છકાવ્યા હતા..કેવી રીતે કરાંચીનુ બંદર બરબાદ કર્યુ હતુ.દેવિંદર જણાવે છે કે નૌસેનાની પહેલી લડાઈ હતી અને તેમા નેવીએ શાનદાર કામ પણ કર્યુ હતુ.

દેવિંદર પાકિસ્તાનનું નામ લેતા જ ભડકી જાય છે.”જ્યારે પણ પાકિસ્તાન સેના કે પછી કોઈ આતંકી તરફથી કોઈ ઘટના બને છે અમારુ લોહી ઉકળવા લાગે છે.મન કરે છે કે હથિયાર ઉઠાવી અને સરહદ પર પહોચી જાય.અમે સૈદપુરનાં લોકો ઈચ્છીએ છીએ અને જો સેના અને સરકાર અમને અનુમતી આપે તો અમારા ગામનાં સેંકડો માણસ સરહદ પર લડવા તૈયાર છે.

અમારા માટે દેશની ઈજ્જતથી વધારે કશુ નથી.”આ ગામ માટે દેશભક્તિનું શુ મહત્વ છે એ લોકો તો જણાવે જ છે અહીનાં ઘરોની દિવાલ પણ તેની જુબાની આપે છે. ઘણા ઘરોમાં તિરંગો બનેલો છે. ઘણા ઘરમાં પેઈન્ટીંગ પણ તિરંગાનાં રંગ વાળા છે. સૈદપુરનાં પ્રધાન ધીરજ સરોહી જણાવે છે,આ શહિદોવાળું સૈદપુર છે.

અમારી માટીમાં જ કંઈક એવું છે કે દરેક ઘરમાથી જવાન નિકળે છે. અમારે અહી વિભિન્ન સેનાઓથી રિટાયર્ડ જવાનો(પેન્શનર્સ)ની સંખ્યા લગભગ ૩૫૦૦ છે, જ્યારે કે ૧૫૦૦ લોકો અત્યારે સેના,એરફોર્સ,નેવી અને બીજા સુરક્ષાબળોમાં તૈનાત છે. અમારા ગામની એક દિકરી પાયલોટ પણ છે. ગામએ મેજર જનરલ પણ આપ્યા છે.

‘ દેશને લઈને લોકોની ભાવના પૂછવા પર ધીરજ જણાવે છે,”પુલવામા હુમલા બાદ ઘણા પૂર્વ સૈનિકોએ પોતાનું પેન્શન પ્રધાનમંત્રી કોષમાં મોકલી આપ્યુ.અને સાથે એ પણ લખ્યુ કે અમને ભલે પેન્શન ન આપો,અમારા પાસેથી વધુ પૈસા લો,અને તેનાથી હથિયાર ખરીદો પરંતુ પાકિસ્તાનને પાઠ ભણાવો.

“ગામના સરકારી ઈંટર કોલેજ પાસે રમતનું કાચુ મેદાન છે.જ્યાં સવારથી લઈ સાંજ સુધી ગામના બાળકો અને યુવાન દોડ લગાવે છે.ગામનાં યુવાન મોનૂ (૧૮ વર્ષ) જણાવે છે કે, તે બે વાર ભર્તી દોડમાં શામેલ થઈ ચૂક્યા છે,પરંતુ ચયન નથી થયુ.”મારુ સપનું છે શરીર પર સેનાની વર્ધી પહેરવી. જ્યાં સુધી શરીરમાં તાકાત છે અને સર્ટિફિકેટમાં ઉમર છે ભર્તીઓમાં શામેલ થતો રહીશ. આશા છે કે આગલા એક બે વર્ષમાં ચયન થઇ જશે”.

સૈનિકોના ગામમાં સેનાનાં પૂર્વ જવાનનાં ઘરે બેઠી ગામ કનેક્શનની ટીમ સેનામાં જવાનું સપનુ ફક્ત યુવા કે કિશોર નથી જોતા. અહી પ્રાઇમરીમાં અભ્યાસ કરનાર બાળકો પણ સેના અને પોલીસમાં જવાનું સપનુ લઈને મોટા થાય છે. નિતી શર્મા છઠામાં અભ્યાસ કરે છે.પરંતુ અત્યારથી જ વાયુસેનામાં જવાની તૈયારી શરૂ કરી છે.

પોતાના સ્કુલમાં ભણતી મિલી નિતી જણાવે છૈ કે,મારા દાદા,પિતા સેનામાં છે બે કાકા પોલીસમાં છે આગળ મારે પણ સેનામાં જવું છે.” સ્કુલનાં ૭૫ ટકાથી વધારે બાળકો નોકરી અને કારકિર્દીનાં નામ પર સેના અને સુરક્ષાબળોનું નામ કે છે.પૂર્વ માધ્યમિક વિધાલય સૈદપુરનાં શિક્ષક રોબિન સિરોહી તેનું કારણ કંઈક આમ જણાવે છે,”કોઈના પિતા,કોઈના કાકા,કોઇના ભાઈ સેનામાં છે.

ગામમાં અમુક અમુક ઘર તો એવા છે કે આખો પરિવાર સેનાની સેવા કરી રહ્યો છે.બાળકો જે જુવે છે તેવા જ બનવા ઈચ્છતા હોય છે.
તે પોતાના પિતા અને ભાઈને જોઈને પ્રેરિત થઈ રહ્યા છે.હવૈ તો ગામની દિકરીઓ પણ સેનામાં પહોચી રહી છે”.

Members of the Indian military pass by on motorcycles. (Official White House Photo by Pete Souza)

સેનાથી પરત આવ્યા બાદ વધારેભાગનાં લોકો બીજી નોકરીઓ માં ચાલ્યા જતા હોય છે તો વડિલ લોકો ગામ પરત આવી જાય છે.થોડા વર્ષો પહેલા સુધી સેનામાંથકિ નિવૃત થયા બાદ બધા ગામ આવતા હતા.અહી આવીને ખેતી કરવી એ મનો શોખ હતો.ગામમાં મોટા ઘર.

દરવાજા પર ટ્રેક્ટર અને દરેક ઘરમાં ગાય-ભેંસ સૈદપુરને મૂળથી જોડી પણ રાખે છે.ગામનાં દરેક ઘરમાંથી સૈનિક નિકળવા પાછળ અહીનાં મહિલાઓની ભૂમિકા મહત્વની છે.જ્યારે પતિ અને દિકરા ઘર બહાર હોય છે તે ઘર સંભાળે છે,ખેતર જુએ છે અને બાળકોને ઉછેરે છે.ગામની કમલેશ સિરોહીનાં સસરા અને જેઠ સેનામાં હતા.તેના દિકરા પણ સેના માટે તૈયાર છે.

USARIEM

તે જણાવે છે,”અમે પોતાનાઓ ને દેશની સેવા માટે તૈયાર કરીએ છીએ .તેમને ખૂબ દૂધ દહી ખવડાવીએ છીએ .અમારા માટે પણ ગર્વની વાત હોય છે કે અમારા બાળકો દેશના કામ આવે છે”.

શહાદતની વાત આવતા કમલેશ થોડું રોકાઈને બોલે છે,”અમારા ગામનાં ઘણા લોકો શહિદ થયા છે.દુખ કોને નથી થતું પરંતુ તેનાથી અમારા લોકોનાં જનૂન પર કોઇ ફરક નથી પડતો.પછી બાળકો પોતાની તૈયારીમાં જોડાય જાય છે માતા ફરી એ મજ તેમની તૈયારીમાં જોડાય જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ