આ દેશનો કાયદો છે જોરદાર, ઘરમાં સ્મોકિંગ કરવાથી પણ થાય છે અધધધ…વર્ષની જેલ

ધુમ્રપાન નિષેધ વિસ્તાર, અહીં ધુમ્રપાન કરવું ગુનો બને છે, ધુમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે રેલવે, એસટી બસ, પોલીસ સ્ટેશન, કોર્ટ, સ્કૂલ વગેરે જેવી જગ્યાઓએ આ પ્રકારના સૂત્રો વાંચ્યા જ હશે. બીડી – સિગરેટનું ધુમ્રપાન કરવું એ બે ઘડીનાં આનંદ જેવું છે અંતે પરિણામ તો નુકશાનકારક જ રહે છે. સરકાર પણ સમાજમાંથી આ દુષણ દૂર કરવા સમયાંતરે યોગ્ય પગલાં ભરી રહી છે. પરંતુ એ પગલાંઓ કડક નથી હોતા.

image source

આપણે ત્યાં સાર્વજનિક સ્થળો પર સ્મોકિંગ કરવું એટલે કે બીડી સિગરેટનું ધુમ્રપાન કરવું પ્રતિબંધિત ઠેરવવામાં આવ્યું છે પણ વિશ્વમાં એક દેશ એવો પણ છે જ્યાં લોકો માટે જાહેર સ્થળો તો ઠીક પણ પોતાના ઘરમાં પણ સ્મોકિંગ કરવું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

image source

જી હા, આ વાત નવીન જરૂર છે પણ વાસ્તવિક છે. થાઈલેન્ડમાં તાજેતરમાં જ અમલમાં મુકવામાં આવેલા નવા કાયદા અનુસાર કોઈ પણ નાગરિક પોતાના ઘરમાં પણ સ્મોકિંગ કરતો પકડાય તો તેને છ વર્ષની સજા થઇ શકશે. એ સાથે એને મોટી રકમનો દંડ પણ ભરવો પડી શકે.

image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે સ્મોકિંગની લતને કારણે 6 લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે જેમાંથી 60 ટકા સંખ્યા બાળકોની હોય છે. જેઓ નાની ઉંમરે બીડી સિગરેટ પીવાની આદતને કારણે પોતાનું જીવન નર્ક બનાવી અંતે મોતને ભેટે છે. મોટાભાગના બાળકોને આ આદત પોતાના ઘરમાં સ્મોકિંગ કરતા મોટાઓને જોઈને જ આવે છે. આ કારણથી જ થાઈલેન્ડ સરકારે ખાસ કરીને બાળકોમાં સ્મોકિંગની આદત ન આવે તે માટે આ નવો કાયદો અમલી બનાવ્યો છે.

image source

આ માટે બેંગકોકમાં ટોબેકો એન્ડ લંગ હેલ્થ કોન્ફ્રન્સ પણ યોજાઈ હતી જેમાં વુમન્સ અફેયર્સ એન્ડ ફેમિલી ડેવલપમેન્ટના મહિલા ચીફ લેર્ટપાન્યા બુરાનાબંડીત પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ફેમિલી પ્રોટેક્શન એન્ડ ડેવલપમેન્ટ પ્રમોશન એક્ટ ભંગ કરનારા સામે ક્રિમિનલ કોર્ટ અને સેન્ટ્રલ જુવેનાઇલ એન્ડ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.

image source

વિશષજ્ઞોના તારણ પ્રમાણે ધુમ્રપાનની લત ઈમોશનલ અને ફિઝિકલ વાયોલન્સનું કારણ પણ બની શકે છે. એક સર્વે અનુસાર 49 લાખ ઘરોમાં કોઈ એક વ્યક્તિ સિગરેટ પીવાના બંધાણી હોવાના કારણે એ જ પરિવારોના લગભગ 10.3 લાખ લોકોને સિગરેટ પીવાની લત લાગી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ