જલ્સા કરોને જેંતીલાલ

અહીં વસવાટ કરવા માટે આમંત્રણ આપી રહી છે આ દેશની સરકાર, સામેથી મળશે 8 લાખ રૂપિયા અને નોકરી પણ

આપણે અવારનવાર આપણી પ્રગતિ માટે અથવા તો જીવનમાં આર્થિક રીતે સદ્ધર થવા માટે દેશ છોડીને વિદેશ જવાની ઇચ્છા દર્શાવતા હોઈએ છીએ અને તે માટે પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. જેમાં કેટલાકને સફળતા મળે છે તો કેટલાકને નિષ્ફળતા મળે છે.


પણ જો તમે હજુ પણ વિદેશ જઈને વસવાની ઇચ્છા ધરાવતા હોવ તો તમારા માટે એક નવો જ માર્ગ ખુલ્લો થયો છે. એક દેશ પોતાને ત્યાં લોકોને વસાવવા માટે ઓફર કરી રહ્યો છે 8 લાખ રૂપિયા અને સાથે નોકરી પણ. થઈ ગઈને આંખો પહોળી હા, અને આ કોઈ જેવો તેવો દેશ નહીં પણ યુરોપનો અત્યંત સુંદર દેશ ઇટાલી છે.


તેમની આ ઓફર ખાસ કરીને યુવાન કુટુંબો માટે છે. તેઓ ઇચ્છે છે કે યુવાન લોકો આવે અને તેમના સમાજનો ભાગ બને. કેટલું સરસ આમંત્રણ છે ! હા, તેના માટે તમારી પાસે જગ્યા પસંદગીનો કોઈ વિકલ્પ નથી જે ગામડું બોલાવે ત્યાં જઈને વસવાની વાત અહીં થઈ રહી છે. જો કે ઇટાલીની વાત આવે એટલે ત્યાં સુંદરતાની સાથે સાતે ઐતિહાસિક ભૂગોળ પણ હોય તે સ્વાભાવિક છે.


આ જગ્યા આવેલી છે ઇટાલીના પિડમોન્ટ રાજ્યના લોકોના જીલ્લાની. જ્યાં કેટલાએ ગામડાઓ વસ્તી વગર સુના પડી ગયા છે. ત્યાં સાવ જ નહીંવત વસ્તી થઈ ગઈ છે. અને જે પણ વસ્તી છે તે મોટેભાગે વૃદ્ધ વસ્તી છે. આ ઓફર ઘણા વખતથી કરવામાં આવી છે પણ શરૂઆતના સમયમા આ ઓફર માત્ર ઇટાલિયન નાગરીકો માટે જ ઉપલબ્ધ હતી.


પણ હવે આ ઓફર દુનિયામાં વસતા યુવાનો માટે પણ ખુલ્લી છે. પણ અહીં વસવાની એક શરત છે જે કોઈ અહીં વસવા આવે તેમને ઓછામાં ઓછું એક બાળક તો હોવું જ જોઈએ. આ જિલ્લાના ગામડાઓ કે જેના માટે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે તેને 1185માં વસાવવામાં આવ્યા હતા. આ ગામડાઓમાં સુંદર મજાની ઐતિહાસિક ઇમારતો આવેલી છે જે તેમની ભવ્યતા દર્શાવે છે.


અહીંના મકાનો પથ્થ તેમજ લાકડાના બનાવાવામાં આવ્યા છે. અહીં એક અત્યાધુનિક હાઇડ્રો ઇલેક્ટ્રિક સીટી પ્લાન્ટ છે જે પોતાની વીજળી ઇટાલીના બીજા રાજ્યોને વેચે છે. અહીંના મેયરે જણાવ્યું કે દર વર્ષે અહીં 40 લોકો મૃત્યુ પામે છે પણ તેની સામે માત્ર 10 બાળકોનો જ જન્મ થાય છે. આપણે અહીં ભારતમાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે જ્યારે ઇટાલીમાં વસ્તી ઘટાડો એક મોટી સમસ્યા છે.


સામાન્ય રીતે જોવા જઈએ તો આ ઇટાલીના કોઈ એક ગામની વાત નથી પણ સમગ્ર ઇટાલીની સ્થિતિ પણ કંઈક આવી જ છે. અહીંના યુવાનો નોકરી તેમજ પોતાને મળતી સોનેરી તકોનો લાભ ઉઠાવીને મોટા શહેરો અથવા તો વિદેશ જતા રહે છે. તેમજ અહીં ભારતની જેમ સામાજિક સંસ્કૃતિ પણ એટલી બધી ચુસ્ત નથી. લગ્નો પણ ઘણા ઓછા થાય છે.


અહીં 1900ની શરૂઆતમાં 7000 કરતા પણ વધારે લોકો રહેતા હતા પણ આ વસ્તી આજે ઘઠીને સાવ 1500 સુધીની થઈ ગઈ છે. હવે આવા ગામડાઓ અવાવરુ કેમ ન થાય. જ્યાં વસ્તી જ ન હોય જ્યાં બાળકો જ ન હોય. જ્યાં યુવાનો પણ ગણ્યાગાંઠ્યા હોય. તેવી જગ્યાનું ભવિષ્ય પણ શું હોઈ શકે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version