જલ્સા કરોને જેંતીલાલ

બજારમાં ૭૦ હજાર રૂપિયે કિલો છે આ કાકડીની કિંમત, સમુદ્ર ના તળિયે મળે છે..

કચુંબર ની વાત આવે એટલે મગજમાં સૌપ્રથમ કાકડી જ યાદ આવે. કાકડી બધી રીતે શરીર માટે સારી હોઈ છે. આજ અમે તમને એક એવી કાકડી બાબતે વાત કરીશુ, જેના બાબતમાં જાણીને તમે દંગ રહી જશો. ચોંકાવનારી વાત આ કાકડીનો ભાવ છે.

બજારમાં કાકડી સરળતાથી ૨૦-૩૦ રૂપિયામાં મળી જતી હોઈ છે. જોકે અમે જે કાકડીની વાત કરી રહ્યા છે તેનો ભાવ એક હજાર ડોલર એટલે કે ૭૦ હજાર રૂપિયાનો છે. આપણા દેશમાં તો નહિ પરંતુ એ ચીનમાં ઘણી વહેચાય છે. આ અનોખી કાકડીને દરિયાની કાકડી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ આ કાકડીમાં એવુ શું છે કે તેનો ભાવ ૭૦ હજાર રૂપિયા છે.

ફેક્ટ ૧

દરિયાઈ કાકડી જોવામાં તો સાધારણ કાકડી જેવી જ હોઈ છે. સૌથી ચોંકાવનાર વાત એ છે કે આ કાકડી કોઈ ફળ કે શાકભાજી નથી. પરંતુ એ દરિયાઈ જીવ છે. આ કાકડી માર્કેટમાં વહેચાવા માટે તેનો વજન ઓછામાં ઓછા ૪૦૦ ગ્રામ હોવો જોઈએ. વજન અનુસાર જોઈએ તો ૪૫૦ ગ્રામની દરિયાઈ કાકડી સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

ફેક્ટ ૨

આ કાકડીને ચીનના લોકો ખૂબ જ શોખથી ખાય છે. આ સૂકી કાકડીનો ભાવ ૧ હજાર ડોલર એટલે કે ૭૦ હજાર રૂપિયા હોઈ છે. મોટાભાગની દરિયાઈ કાકડી ૧૦ થી ૩૦ સેમી એટલે કે ૩.૯ ઈંચથી લઈને ૧૧.૮ ઈંચ લાંબી હોઈ છે. તો નાનામાં નાની કાકડી ૩ મિમીની હોઈ છે.

ફેક્ટ ૩

આ કાકડીને ખાતા પહેલા તેને બીજવાર પાણીમાં નાખવામાં આવે છે. જેવી તમે તેને પાણીમાં નાખો કે તુરંત જ તે સોફ્ટ થઈ જાય છે, બાદમાં તમે તેને કોઈપણ રીતે ખાય શકો છો.

ફેક્ટ ૪

દરિયાઈ કાકડીને દરિયામાંથી કાઢીને માટીમાં દાટી દેવામાં આવે છે. પછી તેને કાઢીને શેકવામાં આબે છે. અને શેક્યા પછી જ માર્કેટમાં વહેચવામાં આવે છે.

ફેક્ટ ૫

ઈન્ટરનેશનલ બજારમાં દરિયાઇ કાકડીનું મૂલ્ય ખૂબ જ વધારે હોઈ છે. આ એક એવુ પ્રાણી છે જે ઈકોસિસ્ટમને માટે અત્યંત જ જરૂરી છે. તે રેતી જેવુ જ હોઈ છે, જે પાણીમાં રહીને પ્રાકૃતિક ફિલ્ટર જેવુ કામ કરે છે. તે જળમાં રહી કચરો, નાના જીવજંતુ, બેક્ટેરિયા જેવી ચીજો સાફ કરે છે.
કાકડી ખાવાના થાય છે આટલા ફાયદા, જાણીને થઈ જશો દંગ

કાકડી અને ગરમી સાથે-સાથે આવે છે. કાકડીમાં અનેક પોષક તત્વ હોઈ છે, હે તેને સ્વાસ્થય માટે જરૂરી બનાવી દે છે. કાકડીને મિનરલ, વિટામીન અને ઈલેક્ટ્રોલાઈટ્સનું પાવર હાઉસ કહેવામાં આવે છે. આ સેન્ડવીચ, સલાડ, રાયતામાં સૌથી ખાસ પસંદ થાય છે. ઉનાળામાં કાકડી કોઈને કોઈ રૂપમાં જરૂરથી ખાવામાં આવે છે.

આ દરમિયાન હળવુ અને સાફ ભોજન જરૂરી હોઈ છે કારણ કે શિયાળાની તુલનામાં ઉનાળામાં ડાયરીયા અને ફૂડ પોઈઝનિંગની સમસ્યા વધુ થાય છે. પરંતુ કાકડીની સાથે એક ચેતવણી પણ જોડાયેલી છે અને તે આ છે કે કાકડી ખાધા બાદ પાણી ના પીવુ જોઈએ.

કાકડીમાં ૯૫ ટકા પાણી હોઈ છે. કાકડીમાં વિટામીન સી, વિટામીન કે, મેગ્નેશિયમ, પોટેશિયમ, મૈંગનીઝ અને સૌથી મહત્વપૂર્ણ સિલિકા જેવા જરૂરી પોષક તત્વ હોઈ છે. આ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

આની અંદર ૯૫ ટકા પાણી હોઈ છે એવામાં તેને ખાધા બાદ પાણી પીવાથી તમે આ આવશ્યક તત્વોથી વંચિત રહી શકો છો. પોષક તત્વો ના ઉત્તમ અવશોષણ માટે કાચ્ચા શાકભાજી અને ફળ ખાધા બાદ પાણી પીવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

કાકડી ખાવાના તુરંત બાદ પાણી પીવાથી જીઆઈ ગતિશીલતામાં વૃદ્ધિ થાય છે, જેનાથી પાચન અને અવશોષણની પ્રાકૃતિક પ્રક્રિયાને નુક્સાન પહોચે છે. કાકડીની સાથે કે તેના બાદ પાણી પીવાથી શરીરનું પીએચ સ્તર ડિસ્ટર્બ થઈ શકે છે. ભોજન પચાવવા માટે શરીરને પીએચ લેવલની આવશ્યકતા હોઈ છે.

ખૂબ વધુ પાણી પીએચ લેવલને નબળુ કરી શકે છે. તેના સિવાય કાકડીની ઉપર પાણી પીવાથી ખાદ્ય પદાર્થો ને પચાવવા માટે આવશ્યક એસિડ પ્રભાવી રીતે કામ નથી કરી શકતા, જેનાથી તમને પાચનથી જોડાયેલી સમસ્યા થઈ શકે છે.

જો તમે પાચન અને કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો તમારા માટે ઉચ્ચ પાણી વાળા ખાદ્ય પદાર્થ જેમ કે કાકડી રામબાણ સાબિત થઈ શકે છે. આ તમારા આંતરને આરામ પહોચાડશે, પરંતુ જો તમે કાકડી સાથે પાણી પીવો છો, તો તમારે ડાયરીયા અને લૂઝ મોશન જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કેવી રીતે ખાવી

કાકડી સલાડ, રાયતા, સેન્ડવીચને સિવાય સુપમાં પણ નાખી શકાય છે. કાકડીના પકોડા પણ ખૂબ સ્વાદિષ્ટ હોઈ છે. કાકડીને પીણામાં પણ ઉપયોગ કરી શકાય છે.

વજન કંટ્રોલ

જો તમે વજન ઉતારવા માંગો છો, તો કાકડી તમારો સારો સાથે સાબિત થઈ શકે છે. કાકડીમાં ૯૫ ટકા પાણી હોઈ છે, જે મેટાબોલિઝ્મને મજબૂત કરે છે. કાકડીમાં વધુ પાણીની માત્રા હોવાના ચાલતા તમે ઘણી એવી ચીજોના સેવનથી બચી જાવ છો જેમાં વજન વધારવા વાળી ચીજો વધુ હોઈ છે.

કેન્સરથી બચાવ

તાજેતરમાં જ થયેલી અનેક શોધ આ વાતને સાબિત કરી રહી છે કે રોજ કાકડી ખાવાથી કેન્સરનું જોખમ ઓછુ થઈ શકે છે. કાકડીમાં મળી આવતા પ્રોટીન આપણા શરીરમાં કેન્સરથી લડવાની શક્તિ પેદા કરે છે. આ કેન્સર કે ટ્યૂમરના વિકાસ ને અટકાવે છે.

ઈમ્યુનિટી પાવર

ઈમ્યુનિટી પાવરને મજબૂત બનાવવામાં પણ કાકડી મુખ્ય છે. કાકડીમાં વિટામીન સી, બીટા કૈરોટીન જેવા એંટીઓક્સિડેંટ હોઈ છે, જે શરીરમાં ઉપલબ્ધ ફ્રી રેડીકલ્સને દૂર કરે છે. આ ઈમ્યુનિટીન ઉત્તમ બનાવે છે.

મજબૂત હાડકા

કાકડી જો છાલ સહિત ખાવામાં આવે તો આ હાડકાને ફાયદો પહોંચાડે છે. કાકડીની છાલમાં ઘણી માત્રામાં સિલિકા હોઈ છે, જે હાડકાને મજબૂતી આપે છે. સાથે જ તેમાં રહેલા કેલ્શિયમ પણ હાડકાના સ્વાસ્થય માટે ખૂબ કારગર સાબિત થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version