આ ક્રિકેટરોએ ખુબ જ નાની ઉંમરમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા ! ભૂતપૂર્વ ભારતિય કપ્તાનને તો વીસી વટાવ્યા પહેલાં લગ્ન કરી લીધા હતા !

દુનિયાના બધા જ ધર્મોમાં લગ્નને ખુબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તે સમાજની વ્યવસ્થાનો એક મુખ્ય હિસ્સો છે જેને સદીઓથી દરેક ધર્મના લોકો અનુસરતા આવ્યા છે. સમાજ દ્વારા લગ્નની એક ચોક્કસ વયમર્યાદાઓ નક્કી કરવામાં આવેલી હોય છે. ઘરમાં હંમેશા છોકરો કે છોકરીની એક ઉંમર કરતાં વધારે ઉંમર થવા લાગે કે તરત જ તેના લગ્નની વાતો શરૂ થઈ જાય છે.

ભારતમાં તો હજુ પણ બાળલગ્ની પ્રથા ચાલુ છે અને માટે જ સરકારે કાયદા દ્વારા લગ્નની વયમર્યાદાને વધારીને 18 વર્ષની કરી દીધી છે. સામાન્ય રીતે નાની ઉંમરે લગ્ન થાય તો સમાજમાં કંઈ એટલું ધ્યાન આપવામાં નથી આવતું. પણ જો કોઈ જાણીતી વ્યક્તિ જો વહેલા લગ્ન કરે તો તેની ચર્ચાઓ થવા લાગે છે. આજે અમે તેવા જ કેટલાક ક્રીકેટરો બાબતે જાણકારી લાવ્યા છીએ જેમના લગ્ન ખુબ જ નાની ઉંમરે થયા હતા.

સચીન તેંડુલકર

સીચને પોતાની કેરિયરની શરૂઆત તો ખુબ જ નાની ઉંમરમાં કરી જ હતી પણ તેમણે પોતાનું લગ્નજીવન પણ નાની ઉંમરે શરૂ કર્યું હતું. તેમણે માત્ર 22 વર્ષની ઉંમરે અંજલી સાથે 1995માં લગ્ન કર્યા હતા. તમને જણાવી દીએ કે સચીને માત્ર 16 વર્ષની ઉંમરમાં ક્રીકેટની કારકીર્દીની શરૂઆત કરી હતી અને તેના છ જ વર્ષ બાદ લગ્ન પણ કરી લીધા હતા.

સૌરવ ગાંગુલી

ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન સૌરવ ગાંગુલીના લગ્ન માત્ર 19 જ વર્ષની ઉંમરે તેમની નાનપણની મિત્ર ડોના રાય સાથે કરાવી દેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીએ તેમના લગ્ન બાદ 20 વર્ષની ઉઁમરે ક્રીકેટમાં કેરિયરની શરૂઆત કરી હતી.

કપિલ દેવ

ભારતને પ્રથમવાર વર્લ્ડકપ જીતાડનાર ભૂતપૂર્વક ક્રીકેટર કપિલ દેવના લગ્ન 21 વર્ષે રોમી ભાટિયા સાથે કરાવવામા આવ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલ કપિલ દેવ પર એક બાયોપિક બની રહી છે જેમાં રણવીર સિંહ લિડ રોલ કરી રહ્યો છે અને કપિલ દેવની પત્નીની ભૂમિકા દિપીકા પદુકોણ ભજવી રહી છે.

વિરેન્દ્ર સહેવાગ

વિરેન્દ્ર સહેવાગ ક્રીકેટ સ્ટેડિયમમાં તો વિસ્ફોટક રહ્યા જ છે પણ રિટાયરમેન્ટ બાદ તેઓ સોશિયલ મિડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે. તે અવારનવાર વિસ્ફોટક ટ્વીટ કરતાં જોવા મળ્યા છે. સહેવાગના લગ્ન 25 વર્ષની ઉંમરે આરતી સાથે કરાવવામાં આવ્યા હતા.

સ્ટીવ વૉ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વત તેમજ ખુબ જ લોકપ્રિય તેમજ સફળ કેપ્ટન સ્ટિવ વોના લગ્ન પણ 25 વર્ષની ઉંમરે થયા હતા. 1990માં સ્ટિવે લિટેન સાથે લગ્ન કર્યા હતા. આજે તેમના ત્રણ સંતાન છે. કેહવાય છે કે તેમના આ લગ્ન તેમની ક્રીકેટ કેરિયર માટે લકી સાબિત થયા કારણ કે ત્યાર બાદ તેમની કેપ્ટન્સી હેઠળ ઓસ્ટ્રેલિયન ક્રીકેટને ઉત્તરોત્તર જીત મળવા લાગી.

આ ઉપરાંત પાકિસ્તાનના પણ કેટલાક ક્રીકેટર્સના લગ્ન નાની ઉંમરે કરાવી દેવામાં આવ્યા હતા. બોલીવૂડ બાદ ક્રીકેટ એવું ક્ષેત્ર છે જ્યાં લગ્ન કરતી વખતે સામેવાળી વ્યક્તિના ધર્મને ઓછું પણ લગ્ન કરનાર બન્ને વ્યક્તિ વચ્ચેના પ્રેમને વધારે મહત્ત્વ આપવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ